18 May 2010

ધતિંગો

Posted by sapana

ધર્મનાં નામ પર ધતિંગો છે
હા થતાં રોજ રોજ દંભો છે

આમ તો કેટલાય દિલ તોડે ,
હાથમાં  તે જ  શિવલિંગો છે.

છે હ્રદય કુવિચાર તસ્બી હાથ
શેખ તારા અનેક રંગો છે.

હું જ છું ધર્મને સમાજો હું
એક ઈશ્વર ને એક બંદો છે.

મુહ મે રામ ને બગલ છૂરી,
બે ચહેરા તણા આ ભુજંગો છે.


બોંબ નિર્દોષ પર પડે છે જો
આમ ઘર ઘર થતા સત્સંગો  છે

સાધુ ને પીર દાકતર બન્યાં
એમના ચાલતાં બસ ઢોંગો છે

ચાદરો કેટલી ચડે  દરગાહ,
જા જઈને જો કોણ નંગો છે

રોજ’ સપના’ અહીં તમાશા આ
હાલ જોઈ ઇશને અચંબો છે

સપના વિજાપુરા


Subscribe to Comments

16 Responses to “ધતિંગો”

  1. સપનાજી,

    ‘ધતિઁગો’ને સાચેજ ધતિઁગો સાબિત કરવા માટે એક પછી એક ક્રમિક રીતે આવતાં જતાં દૃષ્ટાંતો એક વિચારનું સરસ દૃઢિકરણ કરે છે અને તેમાં જ આપનું કૌશલ્ય વર્તાઈ આવે છે. સાધુઓ અને પીરો દાક્તરો બન્યા અંગેની વાત એકદમ મૌલિક રીતે રજૂ થઈ છે.

    રચનાની આખરી પંક્તિ તો એવી પરાકાષ્ઠા છે કે જે ઈશ્વરના નામે આ બધાં ધતિંગો ચાલી રહ્યાં છે તે જોઈને તે જ ઈશ્વર અચંબામાં પડી જાય છે.

    લક્ષ્યવેધી સફળ અને સરસ રચના

     

    Valibhai Musa

  2. છેલ્લા ત્રણ શેર બહેતરીન બન્યા છે.

     

    વિનય ખત્રી

  3. સુંદર રચના.

     

    Pancham Shukla

  4. શાળમાં તે જ શિવલિંગો છે ????????

    સમજાયુ નહિ

     

    Lata Hirani

  5. એક્દમ સરસ અને સચોટ કહ્યુ ..! અને હા ”શાળમા તે જ શિવલિંગો ”.. એ ના સમજાયુ …

     

    ચેતના

  6. “બોંબ નિર્દોષ પર પડે છે જો
    આમ ઘર ઘર થતા સત્સંગો છે”

    ૧૧૦% સાચી વાત…

    દીદી, તુસ્સી ગ્રેટ હો…!

     

    "માનવ"

  7. સરસ ચાબખા જેવી કવિતા.

     

    સુરેશ જાની

  8. હું જ છું ધર્મને સમાજો હું
    એક ઈશ્વર ને એક બંદો છે.
    સત્ય છે…

     

    vishwadeep

  9. A very good picture of human hypocrisy. Well said.

    ચાદરો કેટલી ચડે દરગાહ,
    જા જઈને જો કોણ નંગો છે

    Well said but I am not happy about the use of “nango”

     

    Mahek Tankarvi

  10. સચોટ વાતને બખૂબી વણી લીધી છે.
    ધરમના નામે ધંધા અને ક્રૂર હત્યાથી ઇશ્વરને આ દુનિયા બનાવ્યાનો જરૂર અફસોસ થતો હશે.

     

    Jagadish Christian

  11. એક વેધક પ્રશ્ન પર એટલી જ વેધક ગઝલ.
    વિચારને સપનાજીએ સરસ શબ્દ ઝૂલામાં હીંચોળી
    યાદગાર રચના બનાવી.
    રમેશ પટેલ(આકાશદીપ)

    ગીત મધુરાં ગુંજ્યાં….રમેશ પટેલ(આકાશદીપ)

    –Pl find time to visit and comment
    સ્વરચિત અને ગમતીલી ગદ્ય અને પદ્ય રચનાઓ
    http://nabhakashdeep.wordpress.com/

    With regards
    Ramesh Patel

     

    Ramesh Patel

  12. સુંદર રચના – ધર્મના ધુતારાઓ અને લોકોની ગેરસ્મજો વિષે.
    એકાદ કડી નથી સમજાણી, ચાલશે.

     

    દિનકર ભટ્ટ

  13. “અખાના ચાબખા” જેવી સરસ સુંદર રચના !!!

    “રોજ અહીં તમાશા,
    આ હાલ જોઈ ઇશને અચંબો છે”

     
  14. ચિ. બેન સપના

    “વાચક આપણી રચના વાંચે, વાચકને ચોટ લાગે, ” ટીકા ” લખે, કડક લખે તો સમજવું આપણા વિચારોની અભિવ્યક્તિ અક્ષરોમાં સરસ અને સુંદર થઈ છે.”

    મારી ગુજરાતી શાળાના આચાર્ય

     
  15. સુન્દર વેધક રચના અસદ વ્રુત્તિના હચમચિ જાય પન સદ વ્રુત્તિના પોતાની મૂલ્ય્નિષ્ઠા પર્ અડગ રહેતા હોય બધા મૂલ્ય ની ક્સોટી થાય ત્યારે જ તે પરખાય સાચ કે ખોટા ..ઈર્શ્યા થી હિન્સા શરુ થાય્….

     

    Dilip

  16. એક્દમ સરસ અને સચોટ ચાબખા… અભીનંદન…..

     

    Govind Maru

Leave a Reply

Message: