22 May 2010

યાદ નથી

Posted by sapana

ક્યાં ઢળી શ્યામ રાત યાદ નથી
સૂર્ય ભૂલ્યો છે માર્ગ યાદ નથી.

કોઈ સંગીત સંભળાય નહિ,
કેમ તૂટ્યો છે સાઝ યાદ નથી

ખૂબ અંતર છે આજ દિલોમાં
શીદને સાથ સાથ યાદ નથી


હીંચકો ઝૂલતો છે આજ સુધી,
કોણ આવ્યું છે યાદ? યાદ નથી

ઘાવ છે આ બધા જ જૂનાં પણ
કેમ છે લાલ લાલ યાદ નથી

છે કબર અર્ધ અર્ધ સપનાંની,
કોણ ‘સપના’ હા આજ યાદ નથી

-સપના વિજાપુરા

Subscribe to Comments

6 Responses to “યાદ નથી”

  1. હીંચકો ઝૂલતો છે આજ સુધી,
    કોણ આવ્યું છે યાદ? યાદ નથી.

    કોણ? ના સંદર્ભમાઁ છુપાયેળી લાગણી..

    કોણ કરી ગયું ડોકીયું..યાદ નથી..

     

    vishwadeep

  2. તમારી ગઝલની શરૂઆત સશક્ત છે, પણ અંત સુધી પહોંચતા પકડ ઢીલી
    પડી જાય છે.છેલ્લા ૩ શેર વિશે ફેરવિચાર કરજો.હું હમેશા તમારી રચના વાંચતો જ હોઉ છું.

     

    himanshu patel

  3. હીંચકો ઝૂલતો છે આજ સુધી,
    કોણ આવ્યું છે યાદ? યાદ નથી

    યાદ એ યાદ ને ફરીફરી યાદ ને
    ગઝલ મય ફરિયાદ.

    સરસ ને માણી.
    રમેશ પટેલ(આકાશદીપ)

     

    Ramesh Patel

  4. ક્યાં ઢળી શ્યામ રાત યાદ નથી
    સૂર્ય ભૂલ્યો છે માર્ગ યાદ નથી.
    >>>>>>
    સરસ રચના…..ભાવ ઘણો જ ઉંડો છે !
    >>>ચંદ્રવદન
    DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
    http://www.chandrapukar.wordpress.com
    Thanks for your visits/comments on Chandrapukar !

     

    DR. CHANDRAVADAN MISTRY

  5. “‘ઘાવ છે આ બધા જ જૂનાં પણ યાદ નથી
    હીંચકો ઝૂલતો છે આજ સુધી,
    કોણ આવ્યું છે યાદ? યાદ નથી
    ક્યાં ઢળી શ્યામ રાત યાદ નથી”‘

     
  6. LOVE CAN HEAL ANYTHING ,LOVE GIVES LIFE TO LIFELESS

     

    NASEEM HAVELIWALA

Leave a Reply

Message: