12 Jun 2010

છેલ્લી ઈંટ

Posted by sapana


અવિશ્વાસની

છેલ્લી ઈંટ આજે

મેં ભીંત ઉપર મૂકી

હવે આ હ્રદયનાં

અંધારાં ઓરડામાં

વિશ્વાસનું એક પણ

કિરણ પ્રવેશી નહિ શકે.

-સપના વિજાપુરા

Subscribe to Comments

20 Responses to “છેલ્લી ઈંટ”

 1. સર્જકો (કવિઓ) ની કલ્પનાઓ પણ ન્યારી હોય છે. તેમની રચનાઓ માટે કોઈ વાર ફૂલ વિષય બની શકે, તો કોઈવાર ઉકરડો પણ! અહીં કવયિત્રીએ ‘અવિશ્વાસ’ ને ઈંટનું રૂપક આપીને એવી રીતે પ્રયોજ્યો છે કે ‘વિશ્વાસ’ ને હૃદયપ્રવેશથી ખાળવા તે ઢાલનું કામ કરે. ‘વિશ્વાસ’ ઉપરનો વિશ્વાસ ઊઠી ગયો હોવાના કારણે અહીઁ નિરાશાનો ભાવ પ્રગટ થયા સિવાય રહેતો નથી. એક વખત વિશ્વાસઘાતનો ભોગ બનનાર સઘળું અવિશ્વાસની નજરે જ નિહાળે એવો સહજ માનવસ્વભાવ હોય છે અને એટલે જ કહેવાય છે કે દૂધનો દાઝ્યો છાશ પણ ફૂંકીફૂંકીને પીએ.

  અછાંદસ આ લઘુરચના ‘વિશ્વાસ વિશ્વનો શ્વાસ છે’ થી સાવ વિપરિત ભાવે પોતાના લક્ષને સરસ રીતે અભિવ્યક્ત કરે છે.

  ધન્યવાદ, બનુમા (સપના) બેન.

   

  Valibhai Musa

 2. વિશ્વાસ નથી મુકવો તે વાત પર મને વિશ્વાસ નથી..
  ક્યારેક તો કોઇ વહાલુ લાગશે ને વાત વિશ્વાસની જાગશે.

   

  Vijay Shah

 3. આપના બ્લોગને ગુજરાતી બ્લોગપીડીયા બ્લોગ એગ્રીગ્રેટર સાથે જોડવામાં આવેલ છે.મુલાકાત લેશો.http://rupen007.feedcluster.com/

   

  RUPEN

 4. અવિશ્વાસની વાત હૃદય પર સચોટતાથી

  અસર કરે તે રીતે આપે સરસ કલ્પના પણ

  કરૂણા જાગે તેવી રીતે રજૂ કરી.

  વિશ્વાસના શ્વાસે જીંદગી ઝૂલે છે અને

  આગળ વધુ લખજો.

  રમેશ પટેલ(આકાશદીપ)

   

  Ramesh Patel

 5. પૃથ્વી થિયેટર્સએ. ભારતના ભાગલાને અનુલક્ષીને ‍‘દિવાર’નાટક ભજવ્યું

  હતું.તેમા ‘વિશ્વાસ’ અને ‘અવિશ્વાસ’ની વચ્ચે હાલકડોલક નૌકા જેવી સ્થિતી

  માટે દિવાર બનાવવાનું નક્કી થાય છે
  .
  તેવી જ સ્થિતી અમારા કુટુંબમા સર્જાઈ હતી અને છેલ્લી ઈંટની વેદનાનો

  અનુભવ થયો હતો.ત્યારે લાગ્યુ હતું કે

  અંધારાં ઓરડામાં

  વિશ્વાસનું એક પણ

  કિરણ પ્રવેશી નહિ શકે.

  હવે તો એ દિવાલની ઈંટ પણ જડે તેમ નથી
  .
  આવા સુંદર અછાંદસ ૨મા આવો અંજામ લાવો તો?

   

  pragnaju

 6. સપનાબેન સરસ રચના.

   

  Jagadish Christian

 7. ઉત્કટ અભિવ્યક્તિ. સરસ.

   

  Pancham Shukla

 8. સરસ રચના !
  વાંચી આનંદ >>>>ચંદ્રવદન
  DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
  http://www.chandrapukar.wordpress.com
  Thanks, Sapana , for your Visit/comment on Chandrapukar Hope to see you for the New Post !

   

  DR. CHANDRAVADAN MISTRY

 9. સુંદર રચના…

  આ વખતે કવિતા સવિશેષ સ્પર્શી ગઈ…

   

  વિવેક ટેલર

 10. હ્રદયનાં

  અંધારાં ઓરડામાં

  વિશ્વાસનું એક પણ

  કિરણ પ્રવેશી નહિ શકે

   

  પટેલ પોપટભાઈ

 11. વિશ્વાસ પર અવિશ્વાસની એટલી ભાર ઈંટ શા માટે ???
  સુંદર પણ નિરાશામય કાવ્ય્.

  ” લાખો નિરાશામાં અમર આશા છુપાઈ છે. “

   

  પટેલ પોપટભાઈ

 12. ખૂબ સરસ અછાંદસ …. આનંદ થયો ….

  જો કે અવિશ્વાસની પહેલી ઈંટ જ આખા હ્રદયને અપારદર્શક બનાવી જાય છે….

   

  Jignesh Adhyaru

 13. સર્જકો (કવિઓ) ની કલ્પનાઓ પણ ન્યારી હોય છે. તેમની રચનાઓ માટે કોઈ વાર ફૂલ વિષય બની શકે, તો કોઈવાર ઉકરડો પણ! અહીં કવયિત્રીએ ‘અવિશ્વાસ’ ને ઈંટનું રૂપક આપીને એવી રીતે પ્રયોજ્યો છે કે ‘વિશ્વાસ’ ને હૃદયપ્રવેશથી ખાળવા તે ઢાલનું કામ કરે. ‘વિશ્વાસ’ ઉપરનો વિશ્વાસ ઊઠી ગયો હોવાના કારણે અહીઁ નિરાશાનો ભાવ પ્રગટ થયા સિવાય રહેતો નથી. એક વખત વિશ્વાસઘાતનો ભોગ બનનાર સઘળું અવિશ્વાસની નજરે જ નિહાળે એવો સહજ માનવસ્વભાવ હોય છે અને એટલે જ કહેવાય છે કે દૂધનો દાઝ્યો છાશ પણ ફૂંકીફૂંકીને પીએ.
  +1

   

  Mahmoud

 14. ખરેખર ખૂબ જ સુંદર રચના થઈ છે… સ-રસ અછાંદસ અને એકદમ બળુકી અભિવ્યક્તિ ! અભિનંદન સપનાબેન…

   

  Urmi

 15. સુંદર રચના !
  દિલની લાગણી અછાન્દસ રૂપે પણ
  સુંદર રીતે વ્યક્ત થઈ છે.
  અભિનદન !

   

  P Shah

 16. સરસ, ટૂંકી અને મીઠી.
  સરયૂ

   

  saryu parikh

 17. ખૂબ સુંદર અભિવ્યક્તિ! અભિનંદન!!
  સુધીર પટેલ.

   

  sudhir patel

 18. સપનાબેન અપનાબ્લોગ ની સર્વે કૃતિ અતિસુંદર છે.
  અભિનંદન!

   

  dr bharat

 19. વાહ, ખુબજ સુદંર અભિવ્યક્તિ…

  અવિસ્વાસનું કિરણ તો દિલ સુધી નહી પહોચે પણ તમારી કવિતા મારા દિલ સુધી પહોચી ગઈ છે… 🙂

   

  deepak

 20. કમાલ!

   

  યશવંત ઠક્કર

Leave a Reply

Message: