સ્મિત

સ્મિત મારૂ

ઊડી ગયું

પતંગિયાંની જેમ.

ફૂલ ફૂલ

પાન પાન

હું શોધું એને

તમને જડે તો

પાછું આપશો?

-સપના વિજાપુરા

13 thoughts on “સ્મિત

 1. vishwadeep

  હું શોધું એને

  તમને જડે તો

  પાછું આપશો?
  …સ્મિત ને પતંગીયાનું પ્રતિક લઈ સુંદર કાવ્ય લાવ્યા છો

 2. પટેલ પોપટભાઈ

  બેન સપના

  “સ્મિત મારૂ
  હું શોધું એને
  ફૂલ ફૂલ
  પાન પાન”

  “તમને જડે તો
  પાછું આપશો ? ” જરૂર આપીશું.

 3. pragnaju

  સ્મિત નથી,
  પ્રસન્ન રહી શકતો નથી
  તેણે ન આત્માને જાણ્યો છે
  કે ન ઈશ્વરને.
  …………
  હું શોધું એને
  તમને જડે તો
  પાછું આપશો?…
  પંચમ પુરુષાર્થ પ્રેમથી શોધશો
  તે આત્માનું સ્વરૂ૫ છે
  જરુર મળશે

  તમારામાં જ…

 4. Ramesh Patel

  વગાડોને વાલમજી જરા વાંસળી

  સ્મિતની દુનિયા છે મારી ખોવાણી
  …આવા ભાવ ઝીલતી મજાની વાત.
  રમેશ પટેલ(આકાશદીપ)

  સુભટો….રમેશ પટેલ(આકાશદીપ)
  -Pl find time to visit and comment
  સ્વરચિત અને ગમતીલી ગદ્ય અને પદ્ય રચનાઓ
  http://nabhakashdeep.wordpress.com/

  With regards
  Ramesh Patel

 5. Lata Hirani

  કેટલી હળવાશથી પતઁગિયા જેવી ભાવના પતંગિયા જેવી રજૂઆત !!

  ખૂબ સરસ

 6. ડૉ. મહેશ રાવલ

  સપનાબેન….
  સ્મિત તમામ ભાવમાં ઉત્તમ ભાવ છે,આજના સમયમાંઆપવા અને લેવા જેવો ભાવ કેવળ આનંદ,હર્ષ અને સ્મિત જ છે…
  મનની શાંતિ જ એ સ્મિત પાછું વાળી શકે…કોઇને જડે અને પરત કરે કે ન કરે
  તમને તમારૂં જ સ્મિત પાછું મળે એવી દુઆ છે .
  સુંદર અભિવ્યક્તિ બદલ અભિનંદન.

 7. pranavkumar joshi & sukh mustukhan

  અમે આપની કવિતાઓ વાચી,ખુલ્લી આખે જાણે કે સ્વપ્ન જોયુ

  રોજ રોજ સપના મા આવે,સખી,
  મારો સાયબો તો કાયમ લલચાવે………

  ૭/૭/૧૦ “સુખ”
  અમદાવાદ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

 

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.