9 Jun 2010

મજા બની જાય

Posted by sapana

દર્દ ખુદ જ્યાં દવા બની જાય
ઈશ્ક બસ ત્યાં મજા બની જાય.

આવશે ભાવ માલિકીનો તો,
પ્રેમ મોટી સજા બની જાય.

સાવ નાનું છે આમ તો કાપડ,
એ ગગન પર ધજા બની જાય

પ્રેમમાં હોય ના નિવૃતી પણ
આ અબોલા  રજા બની જાય .

માણસોની છે ભીડ ઘરમાં આ
હોય તું જ્યાં સભા બની જાય

હોય તારી ગોદ ને મરણ મારું
સ્વર્ગ  જેવી કઝા બની જાય

આજ સપનાં નવાં તું સજવાં દે
શું ખબર શું હવા બની જાય?

કઝા= મૃત્યુ

-સપના વિજાપુરા

Subscribe to Comments

7 Responses to “મજા બની જાય”

  1. માણસોની છે ભીડ ઘરમાં આ
    હોય તું જ્યાં સભા બની જાય
    ….
    સાવ નાનું છે આમ તો કાપડ,
    એ ગગન પર ધજા બની જાય
    એક આગવો અંદાજ દરેક શેરમાં માણવા મળ્યો.
    સરસ ગઝલ
    રમેશ પટેલ(આકાશદીપ)

     

    Ramesh Patel

  2. આવશે ભાવ માલિકીનો તો,
    પ્રેમ મોટી સજા બની જાય.

    સાવ નાનું છે આમ તો કાપડ,
    એ ગગન પર ધજા બની જાય..બન્ને શેર ખૂબ સરસ.

     

    Heena Parekh

  3. ગાલગા લગાગાગા છંદના સુચારુ લયમાં મુક્તમનની ભાવાભિવ્યક્તિ સ્પર્શી જાય છે.

     

    Pancham Shukla

  4. Khubsurat rachna pasand avi

     

    Shenny Mawji

  5. સપનાબેન

    સરસ ગઝલ રહી, વાંચવી ગમી.

    “આવશે ભાવ માલિકીનો તો,
    પ્રેમ મોટી સજા બની જાય.”
    હોય તારી ગોદ ને મરણ મારું
    સ્વર્ગ જેવી કઝા બની જાય “

     

    પટેલ પોપટભાઈ

  6. સુન્દર રચના ગમિ ગૈ …
    આવશે ભાવ માલિકીનો તો,
    પ્રેમ મોટી સજા બની જાય.

    સાવ નાનું છે આમ તો કાપડ,
    એ ગગન પર ધજા બની જાય

     

    dilip

  7. સરસ ગઝલ થઈ છે.
    પ્રેમમાં હોય ના નિવૃતી પણ
    આ અબોલા રજા બની જાય .
    આવી રજાની મઝા પણ અનોખી હોય છે.

     

    Jagadish Christian

Leave a Reply

Message: