12 Sep 2010
વેદના

12 Sep 2010

10 Sep 2010

6 Sep 2010

શિકાગો આર્ટ સર્કલ દ્વારા યોજીત સર્જકો સાથે સાંજ પ્રોગ્રામનો શુભ આરંભ સપ્ટેમ્બર ૪,૨૦૧૦ થી કવિશ્રી અનિલ જોષીના શુભ હસ્તે થયો.આ પ્રોગ્રામ કવિશ્રી અશરફભાઈ અને કવયિત્રી મધુમતીના સાહિત્ય મંદિર જેવાં ઘરમાં રાખવામાં આવ્યો.આ પ્રોગ્રામનો મુખ્ય હેતુ નવોદિત કવિઓને સાંભળવા અને એમની કવિતાઓનું વિવેચન કરી એમની ક્ષતિઓને દૂર કરી એમને માર્ગ દર્શન આપવું.
અશરફભાઈ અને મધુમતીબેન જેવા ખ્યાતનામ ડોકટર અને પોતાનાં તબીબી વ્યવસાયમાં વ્યસ્ત હોવા છતાં આ બીડું ઝડપ્યું છે તે કાબીલે તારીફ છે.અને અમારા જેવાં નવોદિત માટે આશીર્વાદ છે.આના પરથી એમની સાહિત્ય પ્રત્યેની પ્રીતનો અહેસાસ થયો.
પ્રોગ્રામનો આરંભ કવિશ્રી અનિલભાઈના પ્રવચનથી થયો.એમાં એમણે ગીત અને એનું બંધારણ અને રોજની ભાષામાં લખાતાં ગીતો અને લય સાચવવાની સમજણ આપી.જે મારાં માટે તો નિશંક ઉપયોગી છે.એમણે પોતાનું ગુલમહોરનુ ગીત ટાંકી વાતાવરણ રતુંબડુ બનાવ્યું હતું
અશરફભાઇએ પોતાનું અછાંદસ Schizophrenia નું પઠન કરી અછાંદસની મહત્તા સમજાવી હતી.અને ત્યારબાદ ગઝલનાં બંધારણની ચર્ચા થઈ એમાં ઘણાં સવાલ થયાં અને અશરભાઈ એના સરળ સમજાય એવી ભાષામાં જવાબ આપ્યાં. અશરફભાઈએ પોતાની એક ગઝલ વાંચી એના ઉપરથી ઉદાહરણ આપીને કાફિયા રદિફની સમજ પાડી.
ત્યારબાદ મધુમતીબેનથી ગઝલનું પઠન ચાલુ થયું .આઠેક કવિઓએ પોતાની કવિતાઓનું પઠન કર્યુ અને એનાં ઉપર અશરફભાઈએ વિવેચન કર્યુ. શિકાગો ખાતે આવા સાહિત્યના પ્રોગ્રામની જરૂરત હતી.આ પ્રોગ્રામ ચાલુ કરવા માટે શિકાગો આર્ટ સર્કલ અને સાહિત્ય પ્રેમીઓ અશરફભાઈના ઋણી રહેશે.આ પ્રોગ્રામ દર બે મહીને થશે.આ પ્રોગ્રામમા ભાગ લેવો હોય તો તમે મારા ઈમેઇલ પર ઈમેઇલ કરી શકો છો.
sapana53@hotmail.com
4 Sep 2010

26 Aug 2010

આજે અમારાં લગ્નની વર્ષ ગાંઠ મારાં નિમિત્તે વ્હાલસોયા પતિને આ ગઝલ અર્પણ કરું છું આ ગઝલ લખવાની ક્યારની ચાલુ કરી હતી પણ આજે પૂરી કરી શકી એટલે થોડી મોડી મૂકાય છે.હજું મારાં જીવન સાથીને જે કહેવાનું છે તે પૂરતું નથી પણ જે કાંઇ લખાયું તે પેશ કરું છું.આપનાં પ્રતિભાવ જરૂર આપશો. સપના
-સપના વિજાપુરા
Excerpt
Post Revisions
21 Aug 2010
“સુગંધ પૂછે કે ઝાકળ સાથે ઘડીક રમું હું બહાર
કળી કહે થોભો જરા હું ખોલી નાંખુ દ્વાર.
સાવ અજાણ્યા બાળક પાસે વિના કારણે મળે મુસ્કાન
એટલે જીવી રહ્યો છું…
મારી પાસે ઢગલો રેતી, તારી પાસે ખોબો
ચાલને રમીએ પળ બે પળ
મારાં એક અછાંદસ ‘કાંચની દિવાલ’નું પઠન કરી મારું દિલ જીતી લીધું હતું.હ્રદય સન્માનથી ઝૂકી ગયું.ત્યાર બાદ મારાં જીવનસાથી શરિફે કૃષ્ણભાઈની આભાર વિધી કરી.મારાં એક મુકતકનું પઠન કર્યુ.
કોડિયું આ પ્રેમનું બળતું મૂકીને જાઉં છું
પ્રીતનું ઘી તે મહી ઝરતું મૂકીને જાઉં છું
રાત્રિઓ વીતી જશે સપનાં મહી ‘સપના’ વતી
એક સપનું તવ આંખે ફરતું મૂકીને જાઉં છું
અંતમાં મે મારી બે ગઝલોનું પઠન કરી શ્રોતાઓને વિસ્મીત કર્યા હતા.
પાન છું હું પાનખરનું અને તું લીલીછમ ડાળ છે
છું નદી સુક્કી ને તું સાગર સમો વિશાળ છે
અને બીજી
આજ મળશે કોણ કોને છે ખબર?
શું થશે આ ક્ષણ કોને છે ખબર?
અંતમાં ડિનર સાથે આ પ્રોગ્રામનો અંત આવ્યો અને મારું એક સપનું જે મેં ખૂલી આંખે જોયેલું જે કૃષ્ણભાઈએ વાસ્તીવકતામાં પરીમણ્યું આ સપનું મારી આંખની કીકીમાં અનાદી સુધી જડાઈ ગયું.કૃષ્ણભાઈ જેવા કવિ મિત્ર છે એટલે ગર્વ પણ થાય છે.આ સાથે યુ ટ્યુબની લીન્ક મૂકું છું.વિડીઓ શિખાઉ હાથોએ લીધો છે એ માટે ક્ષમા માંગી લઉં.પણ મારો આનંદ મિત્રો સાથે વહેચ્યાં વગર રહી શકતી નથી.
સપના વિજાપુરા
31 Jul 2010

my day brightens
Every time I look at you
my life shines
Every time I look at you,
my hopes get high.
Every time I look at you,
my blessings bestow.
Every time I look at you
my love deepen.
Every time I look at you
I get stronger
Every time I look at you
I thank Allah for YOU
A precious gift from HIM.
-Mom Sapana Viajapura
21 Jul 2010

ઘણાં વરસો ગયાં સવાલ ઉપર
આ જીવન મારું? કે ઉધાર હતું
ઉદાસ ન થા સખા અસુવનથી
નયનનું આજ એક કામ હતું
સખા દિલ આવશે બહાર ધસી
કહે તું રક્તનું દબાણ હતું
સખા સપનાં થયાં છે સુગંધી
સખી મારું જ આવ જાવ હતું
છંદ -લગાગા ગાલગાલ ગાલલગા
-સપના વિજાપુરા
13 Jul 2010

દિલ એ જ લાયક હતું
પ્રેમનું સિંચન પામીને
પાંગરવા માંડે,
ફળવા ફૂલવા માંડે,
વિડઝની જેમ વધવા માંડે,
સારું થયું મૂળમાંથી ખોદી નાખ્યું,
થોડું નફરતનું સ્પ્રે કરો,
હવે ફરી કદી નહીં પાંગરે!!
-સપના વિજાપુરા
11 Jul 2010
આજે મારી ખુશીની સીમા નથી.એક સપનું ફળ્યું.આજે મારું પુસ્તક ‘ ખૂલી આંખનાં સપનાં’ પ્રિન્ટ થઈને આવ્યું.મારાં હાથમાં મારું બીજું સંતાન હોય એટલી ખુશી થાય છે.આ આનંદનાં સમાચાર આપણાં લોકો વચે ના વહેંચું તો કોની વચે વહેંચું?આજે આ પુસ્તકમાં શ્રી અદમભાઈ ટંકારવીએ પ્રસ્તાવના લખી મારાં પુસ્તકને ચાર ચાંદ લગાવ્યા છે તેનો થોડો ભાગ અને મહેકભાઈ ટંકારવીએ એમનો સાથ આપીને આ પુસ્તક બહુ મૂલ્ય કર્યું છે એ તથા પુસ્તકનું પાછળનું પાનું બ્લોગમા રાખું છું.બીજાં કવિઓનાં લખાણ હું થોડાં થોડા સમયે મૂકતી રહીશ.આ પુસ્તકનું કવર ડિઝાઈન તથા ગ્રાફીક ડિઝાઈન શ્રી દિલીપ ગજ્જરના શુભ હસ્તે થયેલ છે એના માટે એમની ખૂબ આભારી છું.આપ સર્વનાં પ્રતિભાવ અને આવકારની તમન્ના સાથે વિરમું છું.
પુસ્તકની પ્રાપ્તી માટે આ ઈમેઇલ ઉપર સંપર્ક કરો.
email :sapana53@hotmail.com
Price: US Dollar 10.oo
Price: Rupees 250.00
સપના



