19 Jun 2010

એજ લખવાનું

Posted by sapana

Scan

વ્હાલા મિત્રો,આપ સર્વને ફાધરસ ડે મુબારક!! જેના ફાધર જીવીત છે એમના માટે દિલથી દુઆ કે અલ્લાહ એમને સૌ વર્ષની આયુ આપે અને દરેક દીકરીને વ્હાલસોયો પપ્પાનો પ્રેમ મળતો રહે..અને વિનંતી એ બાપ દીકરીને કે જે વાતો કરવી હોય જે પ્રેમ લૂટાવવો હોય લૂટાવી લો!!કોને ખબર ક્યારે જિંદગીની સાંજ થાય અને પછી..ઘણું કહેવાનું રહી જાય. અને જેનાં ફાધર જીવીત નથી એ દીકરીઓને આટલું કહેવાનું કે એમના હેતની વર્ષા હજી તમારાં હ્રદયોને ભીંજવી રહી છે..એટલે દરેક પપ્પાને વહાલ સોયા  પ્રણામ..સલામ..

સપના
ફાધર’સ ડે
પપ્પા કાર્ડ મોકલું?
એડ્રેસ આપો.

ગાલગાગા ગાલગાગા ગાલગા

આજ પપ્પા એજ  લખવાનું હતું
જિંદગી ભર મારે રડવાનું હતું.

લાવજે ફોરેનથી તું સીગરેટ,
દિલ આ મારૂ સળગવાનું હતું?

ચાવડીનો કૂવો ને ધોબી વાડ એ
એ નગર નૂતન હા બળવાનું હતું.

તીર શબ્દોનાં મળે બસ એકલાં,
પ્રેમનું  પાવળ ન  મળવાનું હતું.

તીન પત્તી કુકરી કેરમ તણી,
આ રમત હા  કોણ રમવાનું હતું

ઈતવાર અને શો મેટેની  બધાં
કોઈ પણ મુવી હો જોવાનું હતું.

ચિત્રલેખા ને બકોર પટેલ કાજ
કોણ બાઝંબાઝ કરવાનું હતું.

બસ નથી ગમતું હવે ‘સપના’ અહીં
આજ પપ્પા એજ લખવાનું હતું.

-સપના વિજાપુરા

Subscribe to Comments

18 Responses to “એજ લખવાનું”

  1. આજની પોસ્ટ…..અને રવિવારના દિવસનો “ફાધ્રસ ડે” ….

    HAPPY FATHER’S DAY to YOU…and to ALL !
    DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
    www,chandrapukar.wordpress.com
    Sapana…..Nice Post !……Thanks for your previous VISIT/COMMENTS on Chandrapukar..Please see Posts onJAYSHREE & now on URMI !

     

    DR. CHANDRAVADAN MISTRY

  2. બસ હવે ગમતું નથી ‘સપના’ને
    એજ પપ્પા આજ લખવાનું હતું.

    ભાવભરી અંજલિ.

     

    Pancham Shukla

  3. બહુ સરસ ! ધન્યવાદ અને હેપેી ફાધર્સ ડે !

     

    rekha Sindhal

  4. હ્ર્દય ભીજવતી ગઝલ.
    મનના ભાવો શબ્દોમાં આબેહૂબ ઉતાર્યા આપે ,સપનાબેન.
    જે કવન હૃદય પર અસર કરે તે કાવ્ય.અભિનંદન.

    રમેશ પટેલ(આકાશદીપ)

     

    Ramesh Patel

  5. સુંદર..

     

    સુનીલ શાહ

  6. સપનાબેન,

    અસ્સલામો અલયકુમ.

    ફાધર’સ ડે
    પપ્પા કાર્ડ મોકલું?
    એડ્રેસ આપો.

    મર્મવેધક હાઈકુ! ઔપચારિકતા! એટલે જ તો પૂછ્યું, ‘કાર્ડ મોકલું?’ વળી એડ્રસ પણ માગ્યું! પિતાનું એડ્ર્સ? કૃતઘ્ન સંતાનોને તમતમતો તમાચો!

    વાંચકો, જોઈ આ હાઈકુમાંના શબ્દોની તાકાત? અભિનંદન, ખાસ અને ખાસ આ હાઈકુ માટે, સપનાબેન.

    સેન્ડવીચ વચ્ચે ભરેલા મસાલાથી જ સ્વાદિષ્ટ લાગે! તમારી પ્રસ્તાવના અને મુખ્ય રચના વચ્ચેના કાઈકુના સ્થાને તો આ પોસ્ટને ભવ્યતા બક્ષી દીધી!

    દુઆગીર,
    વલીભાઈ

     

    Valibhai Musa

  7. ફાધર્સ દિન
    મુબારક સૌને જે
    દિલે ફાધર
    ……………………
    હર ચંદ ફલસફેકી ચુના ઔર ચુની રહી
    લેકિન ખુદાકી બાત જહાંથી વહાં રહી
    -અકબર ઇલહાબાદી

     

    pragnaju

  8. આજે ફાધર્સ ડે ઉજવણી શરૂ થયાને સો વરસ થયા. ૧૯૧૦માં પહેલી વખત આ ઉજવણી થઈ હતી. તમારી પિતા તરફની લાગણીને સલામ. બધા પિતાઓને ફાધર્સ ડેની શુભેચ્છા.

     

    Jagadish Christian

  9. “તીર શબ્દોનાં મળે બસ એકલાં,
    પ્રેમનું પાવળ ન મળવાનું હતું.”

    Awsome,,,

     

    Manav

  10. સપનાબહેન્,

    તીર છોડનારા , ઘા રુઝવવા પણ આવશે જ. મને મારી મા ની પીડાની ખબર છે. અત્યારે મારા પપ્પા ચાર વર્ષથી ગુજરી ગયા છે, માને ખુબ જ એકલું લાગે છે. અમારે જ તેને સતત સહારો આપવો પડે છે. આવે વખતે જે મા ને સંતાનોનો સહારો મળે છે તેન ક’દી અન્ય લેભાગુઓના સહારાની જરૂર પડતી નથી.

     

    Atul Jani (Agantuk)

  11. salam,

    hope u all r fine by the grace of Allah .we really liked the fathers day posting u sent for PAPA n the picture was really touching.keep it up.

    Shirin/Marziya

     

    sapana

  12. બહુજ સરસ રચના……………..

     

    Michael

  13. સુન્દર રચના વાંચવી ગમી..હેપી ફાધર્સ ડે..

     

    dilip

  14. પિતાને સુંદર ભાવાંજલી!
    સુધીર પટેલ.

     

    sudhir patel

  15. અનોખી રજૂઆત. નાની નાની ખુશીઓની વાતોને સહજ રીતે વણી લીધી છે.
    તીન પત્તી કુકરી કેરમ તણી,
    આ રમત હા કોણ રમવાનું હતું.
    સચોટ!

    મૌલિકતાને કારણે આ બ્લોગની વારંવાર મુલાકાત લેવાનુઁ ગમશે.

     

    યશવંત ઠક્કર

  16. સપનાબેન

    પપ્પા કાર્ડ મોકલું?
    એડ્રેસ આપો.

    એક બીજાથી દૂર હતા, પણ હૂંફ હતી, ક્યારેક પ્રસંગોમાં મળતા,વળી પાછા પરદેશ. હવે સરનામું ગોતું છું !!!!!!! ખબર છે મળવાનું નથી તો પણ !!!!!!

    પ્રાસંગિક સરસ સુંદર કાવ્ય.

     

    પટેલ પોપટભાઈ

  17. મારા ફાધર વિજાપુર મા વકીલ હતા.નાનપણ મા બહુ કડક સ્વભાવ ના લાગતા હતા,પણ પછી સમજ પડી કે બહુ કોમલ સ્વભાવ ના હતા.આપની કવીતા વાંચી ને એમની યાદ આવી ગઇ.

     

    Bhupendrasinh Raol

  18. મારા બ્લોગ મા ‘પિત્રુ દેવો ભવઃ’ નામનો લેખ મે ફાધર ડે ના દીવસે મુકેલો છે.વાચી લેવા વિન્ંતી.

     

    Bhupendrasinh Raol

Leave a Reply

Message: