15 Jun 2009

કબર મળશે.

Posted by sapana


જો સાથ હોય તમારો મને સફર મળશે,
નયન હતા જે જે સપનાં તેની અસર મળશે.

ભલે આ રાત હું તારા ગણી ગણી ને કાઢું,
જો રાત આ ગઈ તો ઊજળી સહર મળશે.

આ ભીડમાં તું મને અવગણે છતાં તું જો જે,
અજાણતા જ અછડતી ક્ષણિક નજર મળશે.

ભલે તૂટે દુખનાં દિલ ઉપર પહાડ ,પ્રિતમ,
મળી જશે પ્રિય તારો ખભો,સબર મળશે.

મહેલ જેવાં રહેઠાણ સાંકડાં લાગ્યા ,
વિશાળ ખૂબ મુ જ મૃત્યુ પછી કબર મળશે.

હો વાત મીઠી,નયન બંધ, શ્વાસની રફતાર,
પછી સપન સજતૂ રૂડું એ નગર મળશે.

જો કોઈ સાથ બે ડગલાં ન ચાલે તારી,
તો આવ પ્રિય દિલમાં બેધડક તું, ઘર મળશે.

છંદઃલગાલગાલલગાગાલગાલગાલલગા

સપના

Subscribe to Comments

8 Responses to “કબર મળશે.”

 1. મધૂર વાત,હાથ અડે હાથ,બંધ બે આંખો,
  પછી સપન સજતૂ રૂડુ આ નગર મળશે.
  સુંદર ભાવોક્તિ..

   

  VISHWADEEP

 2. આ વખતે તો મોટી ફાળ લગાવી. છંદ પણ લગભગ લગોલગ! બસ ચાકડો ચલાવે રાખો. ઊર્મિતો સ્રસ ચ્હે એટલે વખત આવ્યે સંઘેડા ઉતાર રચનાઓ આપોઆપ ઉતરશે.

   

  પંચમ શુક્લ

 3. સુંદર રચના… શુભેચ્છાઓ…

   

  વિવેક ટેલર

 4. ખુબજ સરસ બ્લોગ આજે પહેલી વાર જોયો…………

  તમારી રચનાઓ પણ સરસ છે

  ખુબ ખુબ શુભેચ્છાઓ……………..

   

  KAPIL DAVE

 5. જો સાથ હોય તમારો મને સફર મળશે,
  નયન હતા જે જે સપનાં તેની અસર મળશે.

  ખુબજ સરસ

  http://www.aagaman.wordpress.com
  Mayur

   

  Mayur Prajapati

 6. તમારી ગઝલ વિશે આટલું જ કહેવાનું–

  તો આવ પ્રિય દિલમાં બેધડક તું, ઘર મળશે…..

  સુંદર રચના થઇ છે.

  અભિનંદન !

   

  P Shah

 7. સરસ રચના ! વાહ વાહ ના અધિકારી છો જ !!

   
 8. સરસ ગઝલ છે
  ખુર્શિદ

   

  zohair

Leave a Reply

Message:

 


Warning: Invalid argument supplied for foreach() in /homepages/1/d487227804/htdocs/wp-includes/script-loader.php on line 2781