19 Jun 2009
સ્મરણો લાવશે.

સ્મરણો લાવશે.
મંદ મઘમઘતો પવન તારા જ સ્મરણો લાવશે,
ફૂલની આ ઓસ પ્રિય તારા જ સ્મરણો લાવશે.
ચાંદની આ રાત, ભીંજાતા તડપતા એ ચકોર,
રૂપથી રૂપેરી નદી તારા જ સ્મરણો લાવશે.
સાંજ અજવાળા કરે ગુલાબી મજાના એ છતાં,
આભનાં ઓજસ હવે તારા જ સ્મરણો લાવશે.
છે હવામાં ગુંજતો કલરવ પક્ષીઓનો ,પ્રિતમ,
પ્રેમનાં એ ગીત હા,તારા જ સ્મરણો લાવશે.
રેતનાં પગલાં સ્મરણને હચમચાવી નાખશે,
રેત પરનું નામ પ્રિય તારા જ સ્મરણો લાવશે.
જોઉ છું હું રાહ ,મારી આંખ પળ ભર જો મળે,
આજ સપનાં આંખનાં તારા જ સ્મરણો લાવશે.
સપના

સુંદર રચના થઈ છે.
આ રચનાના કલ્પનો, સંવેદનો અને લયદાર છંદ
કાયમ સ્મરણમાં રહેશે.
અભિનંદન !
લખતા રહેશો.
P Shah
June 19th, 2009 at 5:24 ampermalink
સુંદર રચના… હંમેશની જેમ છંદમાં લખવાનો પ્રયત્ન આવકાર્ય પણ છંદ-શુદ્ધિ દિનબદિન નીખરતી જવી જોઈએ એનો અભાવ…
વિવેક ટેલર
June 19th, 2009 at 7:54 ampermalink
સ્મરણને પણ સ્મરણ નહી હોય કે સ્મરણ પર આટલું સ્મરણીય સ્મરણ રચાતું હશે.
અદભુત રચના !
http://www.aagaman.wordpress.com
મયુર પ્રજાપતિ
Mayur Prajapati
June 19th, 2009 at 10:41 ampermalink
સરસ રચના..
જોકે વિવેકભાઈની વાત સાથે સંમત..છંદદોષ ઘણાં છે.
જેમ જેમ સમજ કેળવાશે તેમ શુદ્ધિ થતી જશે. લખતાં રહેજો.
સુનિલ શાહ
June 19th, 2009 at 6:03 pmpermalink
સ્મરણના રણમાં ભુલા પડ્યા
સપનાના આવરણમાં ખોવાયા
મૃગજળ પીવાને દોડ્યા’તા અમો
લો અમો તો તારા શરણમાં ખોવાયા
Natver Mehta, Lake Hopatcong,NJ, USA
June 19th, 2009 at 9:36 pmpermalink