18 Jun 2009

એક વાત કહું

Posted by sapana

એક વાત કહું

કાનમાં નાની એક વાત કહું,

આવ તું છાની એક વાત કહું.

સાંભળે ના હવા કે ના ઝરણા,

આવ મસ્તાની એક વાત કહું.

શું ઈશારા કરે છે નયન તારાં?

શું કહું?શાની એક વાત કહું?

ફૂલનાં કાનમાં ગણગણે ભ્રમર,

એ દિવાનાની એક વાત કહુ.

કેમ દરિયો ઝૂમે જોઈ ચંદ્રને,

એ સમજવાની એક વાત કહું.

છે જવાની ઢળી ગઈ વિરહમાં,

વાટ જોવાની એક વાત કહું

ખૂબ “સપના” કરે છે યાદ તને,

ચાલ સપનાંની એક વાત કહું.

છંદ વિધાનઃગાલગાગાલગાલગાલલગા

સપના

Subscribe to Comments

9 Responses to “એક વાત કહું”

  1. ખૂબ “સપના” કરે છે યાદ તને,

    ચાલ સપનાંની એક વાત કહું.

    છ્ંદાલય સાથે લખાયેલ ગઝલ ગમી..

     

    VISHWADEEP

  2. સરસ રચના. આવું જ સર્જન ક્રરતા રહો.

     
  3. એક સુચન
    લખવાની ખાસ તો કાવ્ય પંક્તિઓ મક્તાને લે આઉટમાઁ ગોઠવની કરો તો સારું

     
  4. ખુબજ સુન્દર લખો છો .. ક્યારે પણ કલમ નો સાથ છોડતા નહિ.

    સન્તોષ ભટ્ટ્

     

    Santosh Bhatt

  5. એક વાત કહુ કાનમા
    ખુબ જ સરસ !

    મારા બ્લોગમાં
    પ્રકરણમાં આગમન, કવિતા અને ગઝલ માં મારી સ્વ રચનાઓ છે.

    આપ અવશ્યથી વાંચજો. અને પ્રતિભાવ આપજો.
    હું આપના પ્રતિભાવની રાહ જોઇશ

    http://www.aagaman.wordpress.com

    Mayur Prajapati

     

    Mayur Prajapati

  6. મન ખુશ થઈ ગયો, અતિ ઉત્તમ્

     

    zohair

  7. સરસ કવિત ગાનિજ ગમિ

     

    zohair

  8. તમારા વિચારો ગના ઉન્દા અને પિક્ચરસ ચે લખતા રહેજો

     

    zohair

  9. સપનાબેન બેન તમારી ઘણિજ સરસ ક્લ્પના

     

    Shenny Mawji

Leave a Reply

Message: