3 Jun 2009

સ્વપ્ન

Posted by sapana

સ્વપ્ન
ચાંદની રાત હોય.

દરિયા કિનારો હોય,

મોતીની રેત હોય,

રૂપે રી દુનિયા હોય,

મંદ મંદ શીતળ પવન હોય,

તારા ખોળામાં મારું શીશ હોય,

મારા હાથમાં ગઝલનું પુસ્તક હોય,

મારું ધ્યાન ગઝલમાં હોય,

તારું ધ્યાન મારા ચહેરા ઉપર હોય,

હું ખોવાયેલી મારી ગઝલમાં હોઉં,

તું મારી ગઝલ ના નશામાં હોય,

કોઈ ન આસપાસ હોય,

ચાંદની રાત હોય,

દરિયા કિનારો હોય,

મોતીની રેત હોય,

એક તું હોય,

એક હું હોઉં,

પથારીમાં પડી,

આ અધમીંચી આંખે જોયેલુ સ્વપ્ન,

કદી પુરુ થશે ખરું?

સપના વિજાપુરા 

 

Subscribe to Comments

4 Responses to “સ્વપ્ન”

  1. આ અધમીંચી આંખે જોયેલુ સ્વપ્ન,

    કદી પુરુ થશે ખરું?

    પુરુ થશે સ્વપ્ન સાથે રાત પણ પુરી થશે….પછી શું થશે?
    સુદર કાવ્ય…

     

    VISHWADEEP

  2. આ અધમીંચી આંખે જોયેલુ સ્વપ્ન,

    કદી પુરુ થશે ખરું?

    બહુ સુરસ સ્વપ્ન છે તંમારુ મારુ સ્વપ્ન અહી મુકુ છુ

    સુહાની એક સાજ હતી,

    હાથ માં તારો હાથ હતો,

    આમાં બહુ વિચારો નહી,

    આતો સ્વપ્નની રાત હતી,

    સ્વપ્નમાં તમે આવ્યા હતા

    સ્વપ્ન તોડીને ચાલ્યા ગયા

    દિલ આપ્યું હતું તમેને સ્વપ્નો માં,

    દિલ તોડી નાખ્યું તમે સ્વપ્ના માં,

    તુ તો મારી જ છે આજે પણ કદા જ,

    આતો સ્વપ્નમાં સ્વપ્ન તૂટી ગયુ છે

    ભરત સુચક

     

    BHARAT SUCHAK

  3. સન્ધ્યા નિ છાયા મસ્ત છે
    સાડિ મા છુપાયેલા વાળ વ્યસ્ત છે
    તમે વિચારો મા છો કે
    હુ વિચારુ છુ તે સત્ય છે
    આતો સ્વપ્નની રાત હતી,
    આતો સ્વપ્નમાં સ્વપ્ન તૂટી ગયુ છે

     

    Santosh Bhatt

  4. સાચ્ચે જ જબરદસ્ત કલ્પના. આવી જ કલ્પના મેં ૪ દીવસ પહેલાં મારી પ્રીયા સાથે મળીને કરી હતી. જાણે મારા જ સ્વપ્નો છે અહીં. અદભુત.

     

    Chirag

Leave a Reply

Message: