13 Jun 2009

અનિશ્ચિત સપનાં

Posted by sapana

અનિશ્ચિંત સપનાં

થીજેલી પાંપણો પર

સપનાં થીજી ગયાં.

લાગ્યો તાપ

અનિશ્ચિંતતાનો,

અનિશ્ચિંત બની

સપનાં વહી ગયાં.

નથી મળતો એને,

ખોબો તારો એટલે,

ગાલ પરથી સરી ગયાં.

અનિશ્ચિંત સપનાં,

નિશ્ચિંત કરવા

તારું અસ્તિત્વ,

જરૂરી છે.

તું નથી…

સપના

Subscribe to Comments

2 Responses to “અનિશ્ચિત સપનાં”

  1. ખયાલાત ઘણા જ સરસ છે

     

    zohair

  2. સુંદર રચના

    અલ્પવિરામથી શરૂ થયેલ આ અવિરત સફરને ક્યાંય પણ પૂર્ણવિરામ ન નડવો જોઇએ.

    http://www.aagaman.wordpress.com

    Mayur Prajapati

     

    Mayur Prajapati

Leave a Reply

Message: