4 Jun 2009
પ્રેમની તારી નજર
પ્રેમની તારી નજર
કેવી મીઠી પ્રેમની તારી નજર,
ભાવ ભીની પ્રેમની તારી નજર.
ઘૂંટડા મેં ઝેરનાં ભર્યા ઘણાં
લો મેં પામી પ્રેમની તારી નજર.
કામ ખંજરનું કતલ કરવાનું છે,
છે એ કારી પ્રેમની તારી નજર
જાઉં હું પાછળ ફરી એ આવતી
ના રોકાતી પ્રેમની તારી નજર
આંખમાં જો સળવળે સપના અહીં
છે ‘સપના’ની પ્રેમની તારી નજર
સપના વિજાપુરા
છંદઃ ગાલગાગા ગાલગાગા ગાલગા
બહુ સરસ છે પ્રેમની નજર
bharat suchak
June 5th, 2009 at 2:01 ampermalink
આભાર.
ભરતભાઈ
sapana
June 5th, 2009 at 2:35 ampermalink
તાર જોડાયા છે મનનાં તો પછી,
શું છૂપાવે પ્રેમની તારી નજર?
સરસ !
P Shah
June 5th, 2009 at 5:27 ampermalink
સરસ રચના છે, હુ ગઝલ નો કોઈ ખેરખા તો છુ નહીં પરંતું ગઝલ માં રદીફ અને કાફિયાનું પણ એટલું જ મહત્વ છે,તો સતત પ્રયત્નશીલ રહેવું અભિવ્યિક્તી સુપેરે વ્યક્ત થાય છે હું પણ નવોદિત જ છું
'ઈશ્ક'પાલનપુરી
June 5th, 2009 at 7:38 ampermalink
કામ ખંજરનું કતલ કરવાનું છે,
તારું ખંજર પ્રેમની તારી નજર.
સુંદર અભિવ્યક્તિ. આપની વધુ રચનાઓની પ્રતિક્ષા રહેશે. લખતા રહેજો.
Vikas
June 5th, 2009 at 8:49 ampermalink
આખી કૃતિમાં છંદ જડબેસલાક જળવાયો છે, માત્ર આ એક લીટીને છોડીને – “આંખમાં સળવળે અર્ધ સપના સાંજના” – અહીં કેમ ગોથું ખાઈ ગયા?
છાંદસ રચના બદલ મબલખ અભિનંદન…
આ રચના ગઝલનુમા લાગે છે, પણ ગઝલમાં કાફીયા (પ્રાસ), રદીફ (અનુપ્રાસ) અને મત્લા-મક્તાના નિયમો પણ જળવાવા જોઈએ…
આપની ક્ષમતા જોતાં આપની પાસે શુદ્ધ ગઝલનો આગ્રહ સેવું છું… શુભેચ્છાઓ…
વિવેક ટેલર
June 7th, 2009 at 6:23 ampermalink