11 Jun 2009

ચાહત થાય ના

Posted by sapana

પીડા વગર તો કાંઈ ચાહત થાય ના
પીયા વિના તો ચેન રાહત થાય ના

જાણું છું કે નિરાકાર છે, તો પણ નમું
ભક્તિ વીના આવી ય કરામત થાય ના.

ફૂલો સમા નાજુક છે રિશ્તા આપણાં
ના એ વિના કાવ્યે નજાકત થાય ના

દિલ દ્વાર પર આવી ટકોરા એ કરે
અમથી હ્રદયમાં આમ આહટ થાય ના.

પ્રીતમ પરાણે પ્રીત ના થાયે કદી
મુજથી મહોબતની ય દાવત થાય ના

દીવાલ પર લોહીની પીંછીં ફેરવી
ઘરની નહીં તો આ સજાવટ થાય ના

એનાં ઉપર તો છે નજર ઈશ્વર તણી,
તેથી જ સપનાથી બનાવટ થાય ના
સપના વિજાપુરા

સપના

Subscribe to Comments

7 Responses to “ચાહત થાય ના”

  1. Nicely written, thanks for sharing.

     

    SV

  2. sunder gazal

     

    BHARAT SUCHAK

  3. સુંદર ભાવો વ્યકત કરતી કવિતા.અભિનઁદન..

     

    VISHWADEEP

  4. બહુ સરસ પ્રયત્ન. સારા વિચારો અને સારા શબ્દોનો સંગાથ ગઝલ ને વાંચવા લાયક બનાવે છે.

     
  5. હવે ગઝલ માં હથોટી આવતી જાય છે ,

    ઈશ્વરની છે નજર મારા ઉપર,
    તેથી સપનાથી બનાવટ થાય ના.
    એ જ રીતે ગઝલમાં ક્યાંય બનાવટ દેખાતી નથી
    આ શેર વધુ ગમ્યો..

     
  6. આભાર
    ઈશ્કજી

    સપના

     

    sapana

  7. આભાર

    મનહરભાઈ

    સપના

     

    sapana

Leave a Reply

Message: