ચાલ આપણે ઘર ઘર રમીએ

chal aapne

સંતાકૂક્ડી રમીએ ચાલ

ઘર ઘર રમીએ,

તું બને રાજા અને હું રાણી,

બાઈ બૂ રમીયે રમીએ,

હું ઘુંઘટ મોટો કાઢુ ને,

તું ઘુંઘટ મારો ખોલે

ગુડ્ડા ગુડ્ડિ રમીયે

ચાલ આપણે ઘર ઘર રમીએ,

હું રિસાવ અને તું મનાવે,

હું ભાગુ ને તુ પકડે

ચાલ આપણે પકડ દાવ રમીએ,

આટલાં અંતર સારા નહીં,

આપણે બધુ ભૂલીને

ઢીંગલા ઢીંગલી રમીએ,

ચાલ આપણે ઘર ઘર રમીએ

-સપના

11 thoughts on “ચાલ આપણે ઘર ઘર રમીએ

 1. Jignesh Adhyaru

  ખૂબ સરસ, જીવનને એક બાળકની રમતની આંખે જોવું કદાચ સૌથી સરળ દર્શન છે.

  એકાદ પંક્તિ મને પણ સૂઝી આવી…

  ક્યાંક જો હોય દૂરી તો
  ચાલ પકડા પકડી રમીએ
  દોષ કોની મત્તા નથી
  ચાલ આંધળો પાટો રમીએ
  પાછા નાના થઈને ભમીએ
  ચાલ ઘર ઘર રમીએ

 2. Ramesh Patel

  પોતિકો આનંદ સાથે છલકતી મનને ગમી જાય એવી કૃતિ.

  રમેશ પટેલ(આકાશદીપ)

 3. "માનવ"

  ” હું ઘુંઘટ મોટો કાઢુ ને,
  તું ઘુંઘટ મારો ખોલે ”

  ખુબ જ સરસ….

  વાહ… !

  એ ઢીંગલા-ઢીંગલી ની રમ આજે પણ યાદ છે….

  “માનવ”

 4. Jagadish Christian

  શૈશવકાળને યાદ કરાવતી સરસ રચના. મેં પણ આ વિષય પર એક ગઝલ લખી છે જેનો રદીફ પણ “ઘર ઘર રમીએ” છે. હજુ મઠારવાની બાકી છે.

 5. Pingback: ઘર ઘર રમીએ! « જગદીશ ક્રિશ્ચિયન – દશાની દિશા

 6. Atul Jani (Agantuk)

  સપનાબહેન,

  આજે જગદીશભાઈના બ્લોગ ઉપર આપની આ રચનાની લિન્ક જોઈ અને અહીંયા આવી ગયો. સુંદર, સહજ , સરળ રચનાને માણીને પાછું શૈશવમાં સરી જવાયું.

 7. chandra mapara

  બહુ સરસ્.
  વાચિને બાલપનનિ યાદમા મન ખોવાય ગયુ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

 

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.