14 Mar 2010

તારી યાદ

Posted by sapana

સવારનાં આછાં અજવાળાંમાં
ટપ ટપ વરસાદની બોછાર..
ટપ ટપ લય, તારા લયબધ્ધ
અવાજની યાદ આપે,
અને દરેક  ટીપાંમાં
એક ચહેરો ઉપસી આવે..
પંખીઓ ભીની પાંખો સંકોરી,
વૃક્ષોમાં સંતાતા ફરે,
હું પથારીમાં પડી,
કોરાં સપનાં જો્યા કરૂ
હું મારાંમાં અદ્રશ્ય થવાની
કોશીશ કરું.
આ વરસાદની બોછાર
ઝરમર ઝરમર ધરતી પર
એમ વરસે જેવી રીતે
તારી યાદ મારાં હ્રદય પર
વરસીને મને ભીંજવી નાખે,
તારી યાદ અને વરસાદ..
બન્નેમાં ભીજાવું મને ગમે..

-સપના

Subscribe to Comments

12 Responses to “તારી યાદ”

  1. હું મારાંમાં અદ્રશ્ય થવાની
    કોશીશ કરું.

    વાહ્

     

    Lata Hirani

  2. મઝાનું કાવ્ય.

    તારી યાદ અને વરસાદ..
    બન્નેમાં ભીજાવું મને ગમે..

     

    Pancham Shukla

  3. યાદ ને વરસાદ સાવ સરખે સરખા..
    કોરા રહીયે તો વરસતી રહે બરખા..॥

    યાદ આવે ને જાય; જાય ને આવે..
    ને આંખમાં ક્યારેક વરસાદ લાવે..

    કોરા કોરા વિચારો ને કોરી કોરી યાદ..
    સનમ, હવે એની કોને કરીયે ફરિયાદ?

    વિજળી ઝબકે ને મનમાં કંઈક ખટકે..
    યાદોનું તો એવું ક્યાં જઈ એ અટકે.

    વરસાદની હેલી ને સાથે નથી સહેલી.
    જિંદગી જાણે વણઊકેલી કોઇ પહેલી.

    લો સપનાજી, મારા તરફથી પણ કંઈક, બાય ધ વે આજ-કાલ ન્યુ જર્સીમાં ધોધમાર વરસાદ, સાચુકલો વરસાદ પડી રહ્યો છે એટલે વરસાદની હેલીમાં સ્ફૂરેલ વિચારો…

     

    નટવર મહેતા

  4. આ વરસાદની બોછાર
    ઝરમર ઝરમર ધરતી પર
    તારી યાદ અને વરસાદ..
    બન્નેમાં ભીજાવું મને ગમે..
    સુંદર કાવ્ય…યાદ આવી ગયો આદિલજીનો ,

    છત્રીનું કેવળ બહાનું હોય છે
    આખરે પલળી જવાનું હોય છે
    માત્ર યાદ જ રહી જાય છે…
    આ બધો વૈભવ છે સ્રુષ્ટિનો અને જિવનનો આનંદ અભિવ્યકત થાય છે યાદથી કાવ્યથી
    બધાને આવી કલા હસ્ત સિદ્ધ નથી હોતી..

     

    Dilip

  5. કોરાં સપનાં જો્યા કરૂ
    હું મારાંમાં અદ્રશ્ય થવાની
    કોશીશ કરું……
    સરસ વાત છે.

     

    himanshu patel

  6. મજા પડી તારી યાદમાં. મારા બ્લોગની મુલાકાત લેવા ઇજન…
    aniruddhsinhgohil.blogspot.com

     

    aniruddhsinh gohil

  7. સુંદર …સુંદર રચના, સપનાબેન…અભિનંદન !…ચંદ્રવદન
    DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
    http://www.chandrapukar.wordpress.com
    Thanks for your visit/comment on Chandrapukar …Hope to see you again for the New Post!

     

    DR. CHANDRAVADAN MISTRY

  8. સવારનાં આછાં અજવાળાંમાં
    ટપ ટપ વરસાદની બોછાર..
    ટપ ટપ લય, તારા લયબધ્ધ
    અવાજની યાદ આપે,
    અને દરેક ટીપાંમાં
    એક ચહેરો ઉપસી આવે.

    baarish se bahot hi pyaar hai mujhe magar kya karoon rehta hi aisi jagah hoon ke baarish dekhna ittefaaq ban gaya hai banuma……you know there is a proverb in urdu….jab baarish hoti hai tab shayar ka dil bhi rota hai us boondon ke saath kiun ke usey koi yaad aata hai….aap ki kavita bahot acchi hai khaas kar ke shuruaat ki 4 line….God Bless Banuma

     

    Muntazir

  9. એક નજાકતા અને સ્પંદન ઊભરાવતું મસ્ત કવન.
    એક સાચી કવિયત્રીના દર્શન કૃતિ દ્વારા અનુભવાય.
    અભિનંદન્.

    રમેશ પટેલ(આકાશદીપ)

    આવને ચકલી આવ…રમેશ પટેલ(આકાશદીપ)
    Pl find time to visit and comment
    સ્વરચિત અને ગમતીલી ગદ્ય અને પદ્ય રચનાઓ
    http://nabhakashdeep.wordpress.com/

    With regards
    Ramesh Patel

     

    Ramesh Patel

  10. very nice poem. sorry i do not get chance so often to read and comment but today i saw the poem and i think it is an expression of young girl’s hearts.
    my dad (AKASHDEEP) always tells me about your poems.

     

    vital patel

  11. “તારી યાદમાં ભીજાવું મને ગમે
    હું મારાંમાં અદ્રશ્ય થવાની
    કોશીશ કરું.”

     

    પટેલ પોપટભાઈ

  12. i lick thish. i love gazal $ achhandas.

     

    raval bhavesh

Leave a Reply

Message: