13 Apr 2010

વરસાદ ગાજે

Posted by sapana

.મિત્રો આજ કેલિફોર્નિયાના બે એરિયા માં મુશળાધાર  વરસાદે કોરા હૃદયને ભીનાં ભીનાં  કરી દીધા , વરસાદ દરેક કવિના દિલની મોસમ હોય છે આવો મારી એક વરસાદી ગઝલ માણીએ !!
વિરહની રાત ને વરસાદ ગાજે
ટપકતી આંખ ને વરસાદ ગાજે


લચેલા આજ પુષ્પો  નીર ભારે
હ્રદય વીંધાય ને વરસાદ ગાજે


વિહંગમ  વિંટળાતા એક બીજાં
છે ભીની પાંખ ને વરસાદ ગાજે


કરા  આ કાળજાંને કોતરે રે
ધરા છે શાંત ને વરસાદ ગાજે


ગરજતો ને વરસતો મેઘ આવ્યો
છે ભીનો ચાંદ ને વરસાદ ગાજે


છે નમણી નાર વર્ષા છે મુશળધાર
હ્ર્દય છે આદ્ર ને વરસાદ ગાજે


બરફની જેમ જાઉં ઓગળી હું
નથી પ્રિય સાથ ને વરસાદ ગાજે


ન સપનાંનાં નયન આ બંધ થાય
ન આવે નાથ ને વરસાદ ગાજે

-સપના વિજાપુરા

Subscribe to Comments

20 Responses to “વરસાદ ગાજે”

  1. સુંદર !

    અંદરાધર કે અનરાધાર?

    નમણી નાર સાથે ધાડમધાડ વર્ષાનું પ્રતીક સુસંગત લાગતું નથી…

    લચી પડ્યામાં પડ્યાને લ-ગા તરીકે જ લઈ શકાય, ગા-ગા તરીકે નહીં…

     

    વિવેક ટેલર

  2. સપનાજી,

    સરસ મજાની ગઝલ!

    સંસ્કૃત અને પ્રાચીન ગુજરાતી સાહિત્યમાં ઋતુકાવ્યો અને તેને સંલગ્ન વિયોગ કે સંયોગને અનુલક્ષીને અનુક્રમે વિરહ કે પ્રણય કાવ્યો લખાતાં. અહીં તમારી ગઝલ વિરહને વ્યક્ત કરે છે. પ્રકૃતિનું માદક વાતાવરણ હોય અને પ્રિયજનની અનુપસ્થિતિ હોય તો પ્રેમીઓને વેદના થાય જ.

    ‘ને વરસાદ ગાજે”માં સરસ લય ધબકે છે. કોઈપણ પદ્યરચનામાં આવાં શબ્દયુગ્મ જ તેનો ધડકાર બને છે અને તે જ કૃતિને જીવંત રાખે છે.

    મુબારકબાદી પાઠવું છું.

    દુઆગીર,
    વલીભાઈ મુસા

    નોંધઃ- ‘અંદરાધર’ શબ્દ સમજાયો નહિ, કોઈ જોડણીભૂલ છે કે શું?

     

    Valibhai Musa

  3. બરફની જેમ જાઉં ઓગળી હું
    નથી પ્રિય સાથ ને વરસાદ ગાજે

    સુંદર રચના..ભાવ-વિભોર…લાગણી

     

    vishwadeep

  4. banuma…shayad jin logon ne ooper comments diye hain woh sabhi bade buzurg aur jaankar insaan malum hote hain tabhi aap ki ghazal main kamiyon ko sudhaar rahe hain….

    magar main to bas yahi kehna chahoonga ke URDU main ek mashhoor kehvat hai ki jab barish hoti hai tab shayar ka dil rota hai uski aankhen nam ho jaati hai…..bahot acchi ghazal…..aap khush nasib ho jo wahan par barish aur vasant rutu ko dekh rahi ho …..yahan gujarat main to bahot hi garmi hai…..Allah bless you banuma….Allah Hafiz

     

    muntazir

  5. A nice ghazal. Reminds me of the rainy season back home with its special music and typical smell of the scorched earth.
    What can I say about other memories which it brings to mind?

     

    Mahek Tankarvi

  6. વિરહ, પ્રેમ, વરસાદ અને અવસાદ બધું તરબતર કરી જાય છે. રચના માણવાની મઝા આવી.

     

    Pancham Shukla

  7. ગઝલ અંગે અગાઉની કૉમેન્ટ્સમાં જે કહેવાનું હતું એ કહેવાઈ ગયું……
    એક-બે શબ્દોમાં મિત્રોએ કહ્યું એ ફેરફાર તમે કરી શકો એમ છો એટલે એ વિષે કશું કહેવાનું નથી.
    મને રદિફમાં રહેલા અવકાશને જે રીતે તમે અલગ-અલગ ભાવદ્રષ્યથી નિખાર્યો એ ગમ્યું…..
    -અભિનંદન.

     

    ડૉ.મહેશ રાવલ

  8. ગરજતો ને વરસતો મેઘ આવ્યો
    છે ભીનો ચાંદ ને વરસાદ ગાજે
    ખુબ આસ્વાદ્ય રચના.આવા સળંગ વિરહ કાવ્યો બહુ ઓછા વાન્ચવા મળે…અભિનંદન
    આષાઢસ્ય પ્રથમ દિવસે…કહેનાર વિરહમાં ઝૂરતા કાલિદાસ યાદ આવી જાય…

     

    dilip

  9. વિહંગમ વિંટળાતા એક મેક

    ન સપનાંનાં નયન આ બંધ થાય

    આ બે મિસરામાં છન્દ સુધારી લેશો..

     

    dilip

  10. સરસ ગઝલ

     

    himanshu patel

  11. Mauka ni gazal ane ema pan tadap very well said.Sapnaben I enjoy all your gazala they are full of deep thoughts that expreeses so much.

     

    Shenny Mawji

  12. “ન સપનાંનાં નયન આ બંધ થાય
    ન આવે નાથ ને વરસાદ ગાજે”

    સરસ છે..

    પણ..,

    મારું બેટું ભર ઉનાળામાં વરસાદ ગાજે…

    i am confused

     

    "માનવ"

  13. Very nice Gazal! Enjoyed almost all shers of this Gazal!
    I liked the picture of wet moon and below sher on wet moon!

    ગરજતો ને વરસતો મેઘ આવ્યો
    છે ભીનો ચાંદ ને વરસાદ ગાજે

    Congratulations!
    Sudhir Patel.

     

    sudhir patel

  14. લચેલા આજ પુષ્પો નીર ભારે
    હ્રદય વીંધાય ને વરસાદ ગાજે

    વિહંગમ વિંટળાતા એક મેક
    છે ભીની પાંખ ને વરસાદ ગાજે

    ગરજતો ને વરસતો મેઘ આવ્યો
    છે ભીનો ચાંદ ને વરસાદ ગાજે
    રમેશ પટેલ(આકાશદીપ)

    વરસાદ ગાજે…સરસ રીતે ભીજવતો લાગ્યો.
    કલ્પનાઓ… ધરતી થઈ મ્હેંકી વિરહના મનોહર ભાવો લઈને.
    વાંચવાની મજા આવી.

    લચેલા આજ પુષ્પો નીર ભારે
    હ્રદય વીંધાય ને વરસાદ ગાજે

    વિહંગમ વિંટળાતા એક મેક
    છે ભીની પાંખ ને વરસાદ ગાજે

    ગરજતો ને વરસતો મેઘ આવ્યો
    છે ભીનો ચાંદ ને વરસાદ ગાજે

     

    Ramesh Patel

  15. સરસ ગઝલ.

     

    Jagadish Christian

  16. બરફની જેમ જાઉં ઓગળી હું
    નથી પ્રિય સાથ ને વરસાદ ગાજે…..

    સરસ, સપના !
    લખી, છે સરસ રચના !

    DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
    http://www.chandrapukar.wordpress.com
    New Post on LUNGS on my Blog …Hope to see you soon !

     

    DR. CHANDRAVADAN MISTRY

  17. સરસ મજાની વિરહગઝલ રચના મજા

    “મનના મહોર પણ ખીલી ઉઠશે”

    “લચેલા આજ પુષ્પો નીર ભારે
    બરફની જેમ જાઉં ઓગળી હું
    નથી પ્રિય સાથ ને વરસાદ ગાજે”

     

    Patel Popatbhai

  18. સપના દીદી,

    આપની નવી રચનાની પ્રતિક્ષામાં છું…

    “માનવ”

     

    "માનવ"

  19. ગઝલ ગમી પણ ઉપર કહેવાયુ એમ

    છે નમણી નાર ધાડમધાડ વર્ષા
    હ્ર્દય છે આદ્ર ને વરસાદ ગાજે

    આમા ‘ધાડમધાડ’ શબ્દ આખી ગઝલમા ક્યાય સુસગત લાગતો નથી.

    ઉર્મિઓની સુંદર અભિવ્યક્તિ

     

    Lata Hirani

  20. વરસાદ આવસે ત્યારે આ રચના માણવી ખુબ જ ગમશે. હું તેની એક પ્રિંટ કાઢીને મારા કલેક્શનમાં રાખી મુકું છું, બાકી વિદ્વાન મિત્રોએ જે સૂચનો કર્યા છે તે ને સહર્ષ સ્વિકારી અને સુધારી લેશો.

     

    દિનકર ભટ્ટ

Leave a Reply

Message: