8 May 2010

મા

Posted by sapana

5-8-2010 11956 PM

આજે માતૃદિને આ રચના મારી વ્હાલસોયી સાસુને અર્પણ કરું છું.જે આ ફાની દુનિયા છોડીને જન્નત તરફ પ્રયાણ કરી ગઈ છે.જેણે આખી વિધવા જિંદગી એક્લા હાથે ફ્ક્ત બાળકોને ઉછેરવામાં કાઢી આનાથી વધારે માતૃદિનની અંજલી કોને હોય શકે?

મા ઓ માતા સલામ મારાં છે
મા ચરણ આ  કલામ તારાં છે

તું જ ભરથાર ધામ સીધાર્યા
બાળકો આઠ, દિન નઠારાં છે

છે કરુણા તણી જ મૂરત તું
પ્રેમનાં રંગ તુ જ સારાં છે

તું અડી ખમ છે ઢાલ સર્વોની
બાળ તારા બધાં સિતારા છે


દોહતી ગાય ખેડતી ખેતર
કેટલાં રૂપ માત તારા છે

જાન તારી કરી  સમર્પીત
તું જ મઝધાર, તું  કિનારા છે

સ્ત્રીત્વનું શ્રેષ્ઠ રૂપ આ તારું,
ગોદ રમતા આ સંત સારાં છે

નેહ આંખો મહી વહે તારી
તું  અવિરત સ્નેહ ધારા છે

મા ઓ મા લો સલામ મારાં હો
આજ સપનાં સફળ અમારાં છે

-સપના વિજાપુરા

Subscribe to Comments

11 Responses to “મા”

  1. સલામ માતાજીને અને તમને ,આ હૃદયે રમી પોતિકી લાગતી
    ગઝલ.આવા જ ગામઠી વાતાવરણની ભીંનાશ ઝીલવાનું
    સૌભાગ્ય મળ્યું છે.આવા માવતરનું ઋણ સાંભળી હૈયુ ભરાઈ આવે છ
    ક્યાં હતી ગેસના ચૂલાની સગવડ,પણ ધૂમાડા અને શેકાતા તાપના
    લાકડાના ચૂલા પર કેટલા હેતથી ,વિના ફરિયાદ સંતાનોને જમાડ્યા છે.

    સરસ ગઝલના ભાવ માટે અભિનંદન.
    રમેશ પતેલ(આકાશદીપ)

     

    Ramesh Patel

  2. KHUBSURAT…O MATA O MATA ..LAKHO SALAAM MARHUM “SAYDA“SHAHIB NE YAAD KARI NE LAKHU MA TE MA BIJAA BADHA VAGDA NA VAA “RIYAZ “NA AADAAB O SALAAM

     

    RIYAZ RANDERI

  3. સ્ત્રીત્વનું શ્રેષ્ઠ રૂપ આ તારું,
    ગોદ રમતા આ સંત સારાં છે
    સુંદર રચના…મા…માટે..બેીજા તો વગડ ના વા..

     

    vishwadeep

  4. માતૃદિન મુબારક ! સરસ રચના.

     

    rekha sindhal

  5. નેહ આંખો મહી વહે તારી
    તું અવિરત સ્નેહ ધારા છે
    મા જેવું સ્નેહ વિશ્વમાં અન્ય કોઈ પાસે નથી, તમે અનુભવ્યું અને સુંદર રીતે રજુ પણ કર્યું.

     

    himanshu patel

  6. ાપ્ના સાસુ -માત ને સલામ .. માત્રુદિન તો નિમિત છે.. બાકેી મા ને તો જિવન અર્પન કરિએ તો પણ ઋણ ચુકવેી ના શકાય

     

    ચેતના

  7. Namaste Sapnaben

    I really loved your write-up on your “Mother” and your “Sasuma” on this very special day. We can never repay and forget what our mothers have done for us, caring, sharing, loving, educating us – the list is long.

    Thank you so much for sharing this.

    Take care and bye for now.

    Hansa

     

    HANSA (DAVE) MEHTA

  8. સપનાજી
    “શયદા” ની નવલકથા “મા તે મા” ના મુખપ્રુષ્ઠ પર ત્રાજવાના બે પલ્લામાથી એકમાં ” મા ” નું ચીત્ર અને બીજા પલ્લામાં “પ્રુથ્વી” નું ચીત્ર છે. “મા” નું પલ્લુ વજનમાં વધારે હોય એ રીતે નમતુ બતાવીને એવો સંદેશ આપવામાં આવ્યો છે કે સમગ્ર પ્રુથ્વી કરતાં પણ “મા”નો દરજ્જો અને “મા” નું સ્થાન ઘણું ઉચ્ચ કોટીનું છે.

    “મા” ના સંદર્ભમાં તમારી રાચના દાદ ને પાત્ર છે. અભિનંદન.

    સિરાજ પટેલ “પગુથનવી”
    Secretary
    Gujarati Writers’Guild-UK (Estd.1973)
    siraj_patel@ntlworld.com

     

    Siraj Patel "Paguthanvi"

  9. તું અડી ખમ છે ઢાલ સર્વોની
    બાળ તારા બધાં સિતારા છે….
    સપના…આ શાબ્દોમાં ઘણુ જ કહ્યું છે !
    >>>ચંદ્રવદન
    DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
    http://www.chandrapukar.wordpresss.com
    Inviting ALL to CHANDRAPUKAR !

     

    DR. CHANDRAVADAN MISTRY

  10. મા તે મા નામ કોઈ પણ આપો.

    “દોહતી ગાય, ખેડતી ખેતર,”
    દળતી દળણુ ઘડતી રોટલા
    પાથરતી ખાટલા
    કેટલાં રૂપ માત તારા !!! “

     
  11. બાનુબેન………..
    આપને તો જાણમાં હશે કે ..બા….અને મા.. મા કેટલો તફાવત છે ..બા ..મારી છે અને ..મા.. સર્વવ્યાપક શક્તિ છે.. મા તો બધાની મા છે… હું મારા મિત્રોની બા ને પણ ..મા.. કહીને જ સંબોધુ છુ હજી મારા શબ્દકોષમાં મિત્રની બા માટે ..માસી.. શબ્દને સમાવવામાં આવ્યો નથી…. બા ..આપના અંગત પરીવારનો સબંધ છે અને ..મા.. સંસારની આધ્યાત્મિક શક્તિનો સબંધ છે.. ……

    આપની સાસુ પ્રત્યેની ભાવના ખુબ જ સન્માનિય છે હું પણ તે માટે આપને ધન્યવાદ પાઠવુ છુ… દિકરીની આજ તો મહતા છે કે તે જેના આંગણે જાય ત્યાં અજવાળા થાય છે ..જો સુસંસ્કૃત પરીવારની દિકરી હોય તો…..

     

    રાજ પ્રજાપતિ

Leave a Reply

Message: