6 May 2010

ચાંદ

Posted by sapana

મારી ચોરસ બારીમાંથી
એ ડોકિયા કરે
અડધી રાતે મારી સાથે
આંખ મીંચામણાં કરે
એની શીતળતા મને ભીંજવી નાખે
હું આંખો બંધ કરીને
એની શીતળતા  માં મહાલુ
ધીરે ધીરે એ મારી બારીમાંથી ખસી ને
બીજાંની બારીમાં જાય..
તો પણ હું રાત પડવાની રાહ જોઉં
કે ક્યારે એ મારી બારીમાંથી ડોકિયું કરે.
ચૌદ દિવસે એ પૂરો  ચહેરો બતાવે..
પછી હું એને  ઘટતા ઘટતા નખ જેવો બનતા જોઉં
અને અમાસ માં એને આકાશમાં શોધુ
મારી બેચેન આંખો સિતારાઓને પૂછે” ક્યાં રહી ગયો મારો પ્રેમી”?
ફરી નખ જેવો બની મારી આશાઓને જીવંત કરે
ફરી તારા પૂર્ણ થવાની રાહ જોઇશ વહાલમ..

સપના વિજાપુરા

Subscribe to Comments

11 Responses to “ચાંદ”

  1. “ચાંદ” અત્યંત સરળ છે અને વાંચી ને એવું લાગ્યું કે “આ તો મેં રોજ અનુભવ્યું છે”. એની સરળતા જ એની સુંદરતા છે.

     

    Parasmani

  2. હૃદયમાં અનોખું સ્પંદન મચાવી ગયું.

    સુંદર કવન.

    રમેશ પટેલ(આકાશદીપ)

     

    Ramesh Patel

  3. મારી ચોરસ બારીમાંથી
    એ ડોકિયા કરે
    અડધી રાતે મારી સાથે
    આંખ મીંચામણા કરે…..
    ખુબ જ સુંદર અભિવ્યક્તિ….
    રાત્રિની નિરવતામાં જ્યારે બધા જ ઝંપી ગયાં હોય છે ત્યારે હળવેકથી મારી ઝુંપડીનું દ્વાર ઉઘાડી તેઓ સ્મિત કરતા પધારે છે… તમને ઈર્ષા થાય છે કે ? રાત્રિની નિરવતામાં પ્રજ્વલિત દીપકનાં સાનિધ્યમાં મૌન બનીને શાંત હૈયે તમે એકવાર તેમની રાહ જોતા જાગી તો જુઓ ! તેમનાં આવતા સુધી !

     

    PARESH

  4. ખુબ જ સુંદર ગઝલ.

    ચંદ્ર નો આપણી આ સૃષ્ટિ ઉપર ઘણો પ્રભાવ છે. ચંદ્રની કળાઓની આપણા મન ઉપર ઘણી અદભુત અસર થાય છે. ચન્દ્રની કળાઓની વધઘટથી સમુદ્રમાં ભરતી ઓટમાં વધ ઘટ થાય છે. ચન્દ્ર કવિઓને ખુબ જ પ્રીય છે. ચન્દ્ર પોતે પર-પ્રકાશી છે , સુર્યનો જેટલો પ્રકાશ તેના પર પડે તેટલી તેની કળા આપણને દેખાય છે. સુર્ય અને ચન્દ્રને પણ જે પ્રકાશે છે તે પરમાત્મા ના આપણે અંશ છીએ. જેમ જેમ આપણે પરમાત્મા તરફ અભીમુખ થતા જઈએ છીએ તેમ તેમ આપણે પુર્ણ થતા જઈએ છીએ. અને જ્યારે આપણે સંપૂર્ણ બનીએ ત્યારે આપણને સમગ્ર બ્રહ્માંડ પૂર્ણ લાગે છે. જેમ કે ઉપનિષદનો આ સુંદર શ્લોક

    ઓમ
    પુર્ણમદઃ પુર્ણમિદં
    પુર્ણાત પુર્ણમુદચ્યતે
    પુર્ણસ્ય પુર્ણમાદાય
    પુર્ણમેવાવશિષ્યતે ||

    તા.ક. ગઝલ લખતા નથી આવડતી પણ ઘણી ખરી ગઝલોના અર્થ સમજી શકુ છું. મૃગજળથી કદી તરસ છિપાય? જે આપણી અંદર હોય તે બહાર શોધવાથી મળે?

    આપની ગઝલો ગમે છે માટે અનુકુળતાએ આવતો રહીશ. આ સકલ સંસારમાં આપણે બધા એક્મેકને ચાહીએ તેમાં કશું ખોટું નથી પણ અંતે તો તો બધુ સ્વપ્નવત જ છે.

     

    Atul Jani (Agantuk)

  5. Wah Wah! tamari kalam manthi jane chandni tapki rahi chhe. It creates a wonderfyl picture of the moonlight peeping thru the window and then disappearing.

     

    Mahek Tankarvi

  6. ફરી નખ જેવો બની મારી આશાઓને જીવંત કરે
    ફરી તારા પૂર્ણ થવાની રાહ જૉઇશ વ્હાલમ..
    ઘણીજ સુંદર રચના.આભિનંદન

     

    vishwadeep

  7. સરસ રચના

     

    Lata Hirani

  8. ચંદ્ર સાથે સંકળાયેલી લાગણી અને સંવેદનો ભાષાની સાદગી સાથે વ્યક્ત
    થતાં થતાં છેવટે બારીમાંથી ડોકિયું કરતો ચંદ્ર ઘરમાં આવી ઘર બહાર
    ડૉકિયું કરતી અવસ્થા થઈ જાય છે ત્યારે કવિતા સ્વયં અભિસારિકા થઈ જાય છે.
    ચવુદ દિવસે–ચૌદ દિવસે જોઈએ….સુધારી લેજો

     

    himanshu patel

  9. વાહ ! ખુબ જ સરસ..,મને તો ગમ્યુ

     

    Rajani Tank

  10. nice blog

    visit my blog

    http://www.funtimeclub.com

     

    Paresh

  11. સરસ સપનુ
    બચપન “પૂર્ણ ” જુવાની અને નખ……. પછી !!!

     

Leave a Reply

Message: