25 Apr 2010
ખળખળ થયું
રક્તમાં કાંઇક જો ખળખળ થયું
ભાન તારા સ્પર્શનું તે પળ થયું
ચાંદ જેવું જોઇને આકાશમા
આંગણું અંતર તણું ઝળહળ થયું
વાંસળી જ્યાં હોંઠ પર તારા અડી
સૂરનું સ્પંદન સરસ સળવળ થયું
છે પસીનો કોઈ પરવાના તણો
ફૂલ ઉપર બુંદનું ઝાકળ થયું
યાદ તારી આમ તો છાની હતી,
ચંદ્ર નીરખી મન સતત ચંચળ થયું
પ્રેમની શક્તિ હશે એમાં જરૂર
મન બળ્યું ના, તન ભલે બળ બળ થયું
દોષ ગર એકાદ જાઉં વીસરી
રોજ ધોકો રોજ નવતર છળ થયું
જોઉં ‘સપના’ હું ઝરણના રણમહીં
થોરના ઉપર ન કોઈ ફળ થયુ
-સપના વિજાપુરા
છે પસીનો કોઈ પરવાના તણો
ફૂલ ઉપર બુંદનું ઝાકળ થયું
સુંદર રચના…
vishwadeep
April 25th, 2010 at 6:20 pmpermalink
ખૂબ સરસ ગઝલ. બધા જ શેર ગમ્યા.
Heena Parekh
April 25th, 2010 at 7:25 pmpermalink
વાંસળી જ્યાં હોંઠ પર તારા અડી
સૂરનું સ્પંદન સરસ સળવળ થયું
અન્ય શેર પણ સારા છે…
સુંદર આસ્વાધ્ય ગઝ્લ મજા આવી ગઈ વાહ…લખતા રહો..
અલ્લાહ કરે જૌરે કલમ ઔર જિયાદા.
dilip
April 25th, 2010 at 8:01 pmpermalink
વાંસળી જ્યાં હોંઠ પર તારા અડી
સૂરનું સ્પંદન સરસ સળવળ થયું
What a wonderful Sheir.Congratulations Sapnaji. The entire Gazal in itself is a very nice poetic creation.
Siraj Patel “Paguthanvi”
Secretary,Gujarati Writers’ Guild-UK (Estd:1973)
Siraj Patel "Paguthanvi"
April 25th, 2010 at 8:27 pmpermalink
વાંસળી જ્યાં હોંઠ પર તારા અડી
સૂરનું સ્પંદન સરસ સળવળ થયું
……. ……. …..
સરસ વિચારોથી મઢેલી ગઝલ.
નવીનતાથી છલકતી.
રમેશ પટેલ(આકાશદીપ)
Ramesh Patel
April 25th, 2010 at 8:59 pmpermalink
સ્રરસ ગઝલ.
Pancham Shukla
April 25th, 2010 at 10:01 pmpermalink
પ્રેમની શક્તિ હશે એમાં કદી
મન બળ્યું ના, તન ભલે બળ બળ થયું
Sapnaji, I will change ‘kadi’ to ‘jaroor’. We can say with confidence it was the power of LOVE which kept the spirit alive under all circumstances.
Another good ghazal.
Mahek Tankarvi
April 25th, 2010 at 11:46 pmpermalink
સરસ. ભીજી રચનાઓ પણ જોઇ. આગળની વધારે ગમી.
સરયૂ
saryu parikh
April 25th, 2010 at 11:51 pmpermalink
છે પસીનો કોઈ પરવાના તણો
ફૂલ ઉપર બુંદનું ઝાકળ થયું
એક સારો વિરોધાભાસ ઉભો કર્યો છે મનવીય અને કુદરતી સૌદર્યના સંબંધનો.
himanshu patel
April 26th, 2010 at 12:26 ampermalink
મારી વેબસાઈટ http://www.vicharo.com ની મુલાકાત લો.
કલ્પેશ ડી.સોની
April 26th, 2010 at 7:17 ampermalink
યાદ તારી આમ તો છાની હતી,
ચંદ્ર નીરખી મન સતત ચંચળ થયું…..
અને, હવે, ચંદ્ર આ પોસ્ટ વાંચી કહે……
સુંદર છે આ ગઝલ તારી ઓ સપના !
લખતી રહે તું આવી ગઝલો ઘણી, ઓ સપના!
સપના, “ચંદ્રપૂકાર”પર આવી, શબ્દો લખે જ્યારે,
શબ્દો નીરખી, ચંદ્ર કહે, જીવનમાં કંઈક ખળખળ થયું !>>ચંદ્રવદન
DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
http://www.chandrapukar.wordpress.com
Sapana..THANKS for your visits/comments on my Blog….YOU & your READERS are invited to read Posts on HEALTH….NOW on DIGESTION !
DR. CHANDRAVADAN MISTRY
April 26th, 2010 at 2:10 pmpermalink
સરસ રચના..અભિનન્દન ….
nilam doshi
April 26th, 2010 at 2:53 pmpermalink
ફરી પાછો મોડો પડ્યો…
“જોઉં ‘સપના’ હું ઝરણના રણમહીં
થોરના ઉપર ન કોઈ ફળ થયુ”
ખરેખર અદભુત વર્ણન…
"માનવ"
April 26th, 2010 at 4:36 pmpermalink
સુંદર ગઝલ!
સુધીર પટેલ.
sudhir patel
April 26th, 2010 at 6:25 pmpermalink
વાહ..
સુંદર ગઝલ..
બધા શેર ગમ્યા.
સુનીલ શાહ
April 27th, 2010 at 9:04 ampermalink
રક્તમાં કાંઇક જો ખળખળ થયું
ભાન તારા સ્પર્શનું તે પળ થયું
ચાંદ જેવું જોઇને આકાશમા
આંગણું અંતર તણું ઝળહળ થયું
વાંસળી જ્યાં હોંઠ પર તારા અડી
સૂરનું સ્પંદન સરસ સળવળ થયું
છે પસીનો કોઈ પરવાના તણો
ફૂલ ઉપર બુંદનું ઝાકળ થયું
ખુબ જ સુંદર …!!
ચેતના
April 29th, 2010 at 1:28 pmpermalink
સરસ ગઝલ થઇ છે. અભિનણ્દન.
પંચમભાઇની વાત સાથે સંમત છું.
+
પસીનો શબ્દ પણ જરાક કઠે છે.
Lata Hirani
April 30th, 2010 at 10:02 ampermalink
ખુબ્ જ સરસ્
Paresh
May 1st, 2010 at 5:08 ampermalink
ખુબ જ સરસ્
ઘણા સમય પછી તમારા બ્લોગ પર આવવાનુ થયુ
મયુર પ્રજાપતિ
Mayur
May 1st, 2010 at 5:23 ampermalink
છે પસીનો કોઈ પરવાના તણો
ફૂલ ઉપર બુંદનું ઝાકળ થયું
ઝાકળ વિશે દરેક કવિઓની કલમ ચાલી છે.. જુદા જુદા કલ્પનો એમાં વપરાયા છે. તમારી આ રચનામાં એક નવીન તાજગી જણાઈ. સુંદર રચના.
Daxesh Contractor
May 3rd, 2010 at 12:56 ampermalink
“વાંસળી જ્યાં હોંઠ પર તારા અડી
ભાન તારા સ્પર્શનું તે પળ થયું
સૂરનું સ્પંદન સરસ સળવળ થયું
છે પસીનો કોઈ પરવાના તણો
ફૂલ ઉપર બુંદનું ઝાકળ થયું “
પટેલ પોપટભાઈ
May 23rd, 2010 at 12:39 pmpermalink
રક્તમાં કાંઇક જો ખળખળ થયું
ભાન તારા સ્પર્શનું તે પળ થયું
સુંદર… સ-રસ ગઝલ.
ઊર્મિ
June 26th, 2010 at 7:02 pmpermalink
laa jawab
DAHYALAL C PANCHAL
January 21st, 2013 at 12:58 pmpermalink