Next Post Previous Post
3
Apr
2010
કુંડાળા થયાં
Posted by sapana

આંખ ફરતે શ્યામ કુંડાળા થયાં
આ નયનમાં યાદનાં મેળા થયાં
શૂન્ય સંબંધોમહીં બાકી હવે
બાદબાકી, આમ સરવાળા થયાં
વૃક્ષની બસ એક ડાળી પૂરતી
માત્ર બચ્ચાં કાજ આ માળા થયાં
દ્વેષ, ઈર્ષા, છળકપટ ખંખેર તું
આ હ્રદયમાં કેટલાં જાળા થયાં
જોઇ મેલાં વસ્ત્ર,આંસુ આંખમાં
તોય એના દિલ નહીં આળા થયાં !
છે સજન મારોય નખરાળો જરા
આમ ‘સપનાં’ સાવ નખરાળાં થયાં
-સપના વિજાપુરા
19 Responses to “કુંડાળા થયાં”
Leave a Reply
રાગ દ્વેષ અને કપટ ખંખેર તું,
આ હ્રદયમાં પણ જો જાળા થયાં…..
સુંદર રચના, સપના ! તેમાંથી બે લીટીઓ બહું જ ગમી !
>>>ચંદ્રવદન
DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
http://www.chandrapukar.wordpress.com
New Post of HEALTH on Chandrapukar now…Hope to see YOU & your READERS on my Blog !
DR. CHANDRAVADAN MISTRY
April 3rd, 2010 at 11:05 pmpermalink
વિષય ખૂબ જ ગમ્યો ને સરસ રીતે આપે ગઝલમાં સજાવ્યો.
મજાનો સંદેશ આપતી રચના.
રમેશ પટેલ(આકાશદીપ)
Ramesh Patel
April 4th, 2010 at 1:46 ampermalink
ગઝલનો દરેક શેર વીષયને સરસ રીતે ન્યાય આપે છે. ભાવ પણ ઘુંટાઈને પ્રગટે છે. મજાની રચના છે.
ગઝલની સાથે છંદનું બંધારણ પણ મૂકવામાં આવે તો લયને સારી રીતે માણી શકાય. (જોકે આ અનિવાર્ય નથી) પ્રસ્તુત રચનામાં છંદને જાળવી શકાયો ન હોવાની દહેશત છે. તો અનુસ્વારોની ભૂલોય ધ્યાન ખેંચનારી છે. બીજા શેરનો શબ્દ ‘તણું’ કશેક ખૂંચે છે.
આખી ગઝલ મનભાવન છે. અભિનંદન.
jjugalkishor
April 4th, 2010 at 3:22 ampermalink
સરસ રચના !વાહ ! વાહ!
વૃક્ષની બસ એક ડાળી પૂરતી,
આ તો બચ્ચાં કાજ માળા થયાં
રાગ દ્વેષ અને કપટ ખંખેર તું,
આ હ્રદયમાં પણ જો જાળા થયાં.
આ બે શેર વિશેષ ગમ્યા .
વધુંમાં જુગલકિશોર દાદા એ જણાવ્યું તેમ ‘તણું શબ્દ
ખૂંચે છે મારા મત મુજબ એની ખૂંચ શુન્ય શબ્દ આધારિત છે
શુન્ય ના બદલે સમાનાર્થી શબ્દ લેવાથી એ ખૂંચ ને ઓછી કરી શકાય
મીંડું(શુન્ય) છે બાકી હવે સંબંધો તણું
બાદબાકી,આમ સરવાળા થયાં
અથવા
શેષ છે બાકી હવે સંબંધો તણી,
બાદબાકી ,આમ સરવાળા થયા
પછી આપને ગમે તે ખરું !
ISHQ PALANPURI
April 4th, 2010 at 4:16 ampermalink
સરસ… અભિનંદન…
nilam doshi
April 4th, 2010 at 6:10 ampermalink
જુગલભાઈએ અનુસ્વાર તરફ ધ્યાન દોર્યું એવું જ ધ્યાન જોડણી તરફ પણ રાખવી જરૂરી છે… શુન્ય નહીં, શૂન્ય આવશે. કુંડાળાં નહીં, કોંડાળાં આવશે..
સર્જક વ્યાકરણ અને જોડણી પરત્વે સજાગ હોવો જ જોઈએ.
એ જ રીતે કવિ પણ છંદ પરત્વે જાગૃત હોવો ઘટે. પ્રસ્તુત ગઝલમાં નિભાવી ન શકાય એવા છંદદોષો નજરે ચડે છે…
વિવેક ટેલર
April 4th, 2010 at 6:24 ampermalink
સરસ
P Shah
April 4th, 2010 at 7:34 ampermalink
છે સજન મારોય નખરાળો જરા,
આજ ‘સપના’ સાવ નખરાળાં થયાં.
Alongwith rest of the couplets, enjoyable MAKTA of the Gazal has attracted my attention. Awayting publication of your Diwan.
Siraj Patel “Paguthanvi”
Siraj Patel "Paguthanvi"
April 4th, 2010 at 5:17 pmpermalink
સરસ
Lata Hirani
April 4th, 2010 at 5:39 pmpermalink
સજ્જ પ્રતિભાવકોએ સ્વરૂપ વિષે કહેવા જેવું કહી દીધું છે એટલે હું ફ્ક્ત રચનાનાં હાર્દને માણી પ્રસન્નતા અનુભવું છું.
Pancham Shukla
April 4th, 2010 at 7:04 pmpermalink
છન્દમાં સ્વછ્ન્દતા ? કવિને ન હોય…વિચાર સારો છે..ગઝલ…
Dilip
April 4th, 2010 at 11:20 pmpermalink
સ ર સ
વૃક્ષની બસ એક ડાળી પૂરતી,
આ તો બચ્ચાં કાજ માળા થયાં
bashira
April 5th, 2010 at 9:20 ampermalink
સરસ મત્લો ગમ્યો….
આંખ ફરતે શ્યામ કુંડાળા થયાં.
આ નયનમાં યાદનાં મેળા થયાં.
શૂન્ય સંબંધોમહીં બાકી હવે,
બાદબાકી, આમ સરવાળા થયાં
સુંદર શેર હવે દીપે છે..સુધાર પછી..
unterdeep
April 5th, 2010 at 7:51 pmpermalink
દરેક શેર લાજવાબ છે.
Jagadish Christian
April 6th, 2010 at 1:57 ampermalink
Good poem heart touching.Keep writing, love to read your ashaar.
Shenny Mawji
April 6th, 2010 at 2:15 ampermalink
છે સજન મારોય નખરાળો જરા
આમ ‘સપનાં’ સાવ નખરાળાં થયાં
સરસ રચના,
દિનકર ભટ્ટ
April 9th, 2010 at 12:00 pmpermalink
ભાભિ, સરસ લખાયુ ચે. This is so true. Enjoyed reading it
Jigisha
April 11th, 2010 at 1:33 ampermalink
મક્તાનો શે’ર ખૂબ ગમ્યો!
સુધીર પટેલ.
sudhir patel
April 15th, 2010 at 6:00 pmpermalink
“વૃક્ષની બસ એક ડાળી પૂરતી
માત્ર બચ્ચાં કાજ આ માળા થયાં
દ્વેષ, ઈર્ષા, છળકપટ ખંખેર તું
આ હ્રદયમાં કેટલાં જાળા થયાં ?
આ નયનમાં યાદનાં મેળા થયાં ”
સુંદર રચના
પટેલ પોપટભાઈ
May 23rd, 2010 at 12:30 pmpermalink