હૈયાની વાત !

Haiyani vaat

હૈયાની વાત.

કોઈ મને કાગળને કલમ આપો,

લખવી છે મારે હૈયાની વાત.

કોઈ મને ફૂલોની છાબ આપો,

લખવી છે મારે ફૂલોની વાત.

મૌન રહીને ઘણુ કહી દે છે એ,

લખવી છે મારે એ આંખોની વાત,

સ્પર્શ કર્યા વગર સ્પર્શી ગયા,

લખવી છે મારે એ હાથોની વાત.

છૂટી ગયા, પણ સાફ યાદ છે,

લખવી છે મારે એ ક્ષણોની વાત.

પથારીમાં પાસા બદલી બદલીને કાઢી,

લખવી છે મારે એ રાતોની વાત.

વિખેરાઈ,કચડાઈ,ગુંગળાઈ ગયા,

લખવી છે મારે એ સપનાની વાત.

કોઈ મને કાગળને કલમ આપો,

લખવી છે મારે હૈયાની વાત

-સપના

10 thoughts on “હૈયાની વાત !

 1. DR. CHANDRAVADAN MISTRY

  સપના….પ્રથમ વાર તારા બ્લોગ પર….વાંચી આનંદ …..અભિનંદન !
  ચંદ્રવદન

  Nice to read this Post …..All the BEST to you !
  DR. CHANDRAVADAN MISTRY ( Chandrapukar )

  http://www.chandrapukar.wordpress.com
  You and your READERS are invited to read Posts on my Blog CHANDRAPUKAR…Hope to see you soon !

 2. Ramesh Patel

  હૈયાની વાત ચરમ સીમાએ સ્પર્શતી ગૂંજી.

  છૂટી ગયા, પણ સાફ યાદ છે,
  લખવી છે મારે એ ક્ષણોની વાત.

  જીવનમાં અનુભવાતી વાતને આપે સરસ રીતે મઢી.

  રમેશ પટેલ(આકાશદીપ)

 3. સુરેશ જાની

  હૈયે ઊઠેલ એક હૈયાંની વાતને
  ફૂલ જેમ ફોરમથી ભરીએ.

  ———-
  રૂડા રૂપાળા સઢ કો’કના શું કામના?
  પોતાને તુંબડે તરીએ.
  – મકરંદ દવે

  આ સોમવારી સવારે એ સાંઈ કવિ યાદ આવી ગયા.

 4. sanket dave

  મને પસંદ આવી તમારી આ હૈયા ની વાત…
  ખુબ સરસ …!

  અભિનંદન …!

  સંકેત દવે.

 5. Jignesh Adhyaru

  મૌન રહીને ઘણુ કહી દે છે એ,
  લખવી છે મારે એ આંખોની વાત,

  ખૂબ સુંદર રચના…. અને અભિવ્યક્તિ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

 

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.