22 Feb 2010
શહેર છે આ અતિ રળિયામણું જો.
શહેર છે આ અતિ રળિયામણું જો.
અરેરે, પ્રેમનું પાગલપણું જો,
રહ્યુ ના આપણું દિલ આપણું જો.
નજરથી દૂર પણ વસતો હ્રદયમાં,
કર્યુ મેં વેદનાનું તાપણું જો.
હજુ છે છાપ ચુંબનની તમારાં,
છે મીઠું મીઠું આ સંભારણુ જો.
ચમનમાં ચોતરફ ટુલીપ્સ રંગીન,
શહેર છે આ અતિ રળિયામણું જો.
હશે સંભાવના પગરવની એના,
હવાથી આમ ન ખખડે બારણું જો.
ગમે છે રેહવું તારા નયનમાં,
છું સપનું આંખનું સોહામણુ જો.
-સપના
Photo taken by DG at Ahmedabad Sidi Saiyad’s Jali
Musafir Palanpuri looking at National Highway 8 from Sahyadri Bldg.
સીદી સૈયદની જાળીનાપીક્ચરની નીચે આ શહેરને કોઇ રૃળીયામણુ કહે એટલે આ રળીયામણુ શહેર તે અમદાવાદ જ ને ? ખેર અમદાવાદનો રળીયામણો ભાગ જોઇ તમે રળીયામણુ કહ્યુ. તે બદલ એક અમદાવાદી તરફથી આપનો આભાર.
સપનાબેન, સાચુ કહુ, પણ આ કવિતામાં –
આપણુ દિલમાં – આપણું. વસતો હૃદયમાં – વસતો , ચુંબનની તમારામાં – તમારા, આ બધા શબ્દો કવિતાની બીજી કડીઓના કોન્ટેક્સ્ટમાં… , ખેર ફરીથી વાંચવાનો પ્રસંગ આવશે ત્યારે ફરીથી વાંચીશ…
અથવા દરમિયાનમાં તમને ફુરસદ મળે તો પુનઃવિચારણા કરી જોજો.
અમદાવાદના આંગણે આપનું સ્વાગત છે.
P U Thakkar
February 23rd, 2010 at 9:25 pmpermalink
હવાથી આમ ન ખખડે બારણું જો.
હૂદયના ભાવને શબ્દોથી આપે તરબતર કરી દીધા.
મજા પડી.
રમેશ પટેલ(આકાશદીપ)
Ramesh Patel
February 26th, 2010 at 5:37 ampermalink
અરેરે, પ્રેમનું પાગલપણું જો,
રહ્યુ ના મારું દિલ થયું આપણું જો.
ઊચ્ચ આદર્શ લઈ આપની રચના આવે છે..સાહિત્ય ઉન્નત જીવનનું દર્પન છે. સાચું સમર્પણ સ્તુત્ય છે આવકારદાયી છે..લખતા રહો..ગુર્જરી સજાવતા રહો. શુભેચ્ચ્છા.
unterdeep
February 28th, 2010 at 11:22 pmpermalink
sapna ben tamari rachnao vanchi. hashe sambhavana pagravna eni a sher bahuj saras chhe . tame budhsabhama avya te mate dhanyavad.
krushna dave.
krushna dave
March 1st, 2010 at 8:57 ampermalink
હું કાઠિયાવાડથી છું એટ્લે હાલો કાઠિયાવાડીમાં કહી દઉ “મીઠાં મીઠાં સાકરના પડા ને ગાંગડા જેવાં તમારાં પ્રતિ ભાવ, પ્રિત્યુભાવ.. લાગે સ…”…
સપના…કદાચ પહેલીવાર તારા બ્લોગ પર…એ પણ દિલીપભાઈ ગજ્જર ના બ્લોગ પરથી !
પહેલા તારા વિષે વાચ્યું અને તારા જ શબ્દો ઉપર કોપી/પેઈસ્ટ કર્યા…આ પોસ્ટ અને તારો બ્લોગ ગમ્યો !આભિનંદન !
DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
http://www.chandrapukar.wordpress.com
Sapana..YOU & your READERS are invited to my Blog …you may read the Posts on MITRATA or any other Post ! Hope to see you soon !
DR. CHANDRAVADAN MISTRY
March 4th, 2010 at 7:47 pmpermalink
મુસાફીર પાલનપુરી નો કોન્ટેક નંબર મેઇલ કરશો પ્લીઝ?
“માનવ”
"માનવ"
March 9th, 2010 at 7:31 ampermalink
નમણું સંવેદન.
Pancham Shukla
March 13th, 2010 at 1:15 ampermalink
સુંદર અભિવ્યક્તિ..અમદાવાદની યાદ આવી ગઈ…
vishwadeep
March 13th, 2010 at 3:34 pmpermalink
બહેન સપના
સીદી સૈયદની જાળી જોતાં જ અમદાવાદનુ, સાથે ત્યાં ગળેલાં સાત વરસના વિધ્યાર્થી જીવનના અને એક વરસ કામના સ્મરણો યાદ આવ્યાં. બાજુમાં તોરણને બદલે આસવપાલવનું પૂર્ણ કદનુ વ્રક્ષ બહાર, ગામડેથી આવનારને આવકારતું ઊભું કેટલું સુંદર શોભે છે !!!
કાવ્ય તો ત્યાં જ રચાઇ ગયું.
***************
સુંદર કાવ્ય રચ્યું તમે
” ગમે છે રેહવું તારા નયનમાં
ભલે નજરથી દૂર પણ વસતો હ્રદયમાં “
પટેલ પોપટભાઈ
March 14th, 2010 at 3:09 ampermalink