ઈદ આવી

 

હજારો રંગ લાવી ઈદ આવી
મહેંદી હાથ  વાવી ઈદ આવી

હશે સંબંધની મીઠાશ એમાં
મધૂરી ખીર ભાવી ઈદ આવી

નવો છે ચાંદ તારા નેણ જેવો
નવલ પ્રીતે મનાવી  ઇદ આવી

અતિ સુંદર દિશે સૃષ્ટિ ખુદાની
નજર કેવી બનાવી ઇદ  આવી

ફગાવો વેર,  અંતર પાક રાખો
કરુણા  તે વહાવી  ઈદ આવી

મહેકે છે ચમન આ પ્રેમનો આજ
છે અત્તરથી પ્રભાવી ઈદ આવી

નમાઝો છે ફરિશ્તા, ઢાલ રોઝા
અસર કુરાનની આવી ઇદ આવી

કરું હું વાત છાનીમાની કાને
મળી ગઈ સ્વર્ગ ચાવી ઈદ આવી

સખી પ્રાર્થી લઉં હું વિશ્વશાંતિ
દઉં શત્રુ  ભગાવી ઈદ આવી

હ્રદયનો તાજ પુનઃ બનશે  જીવંત
યમુના તે વહાવી ઇદ આવી

લઉં ભેટી સજનને  છે રિવાજ
ન દે તક આ  ગુમાવી ઈદ આવી

સહજ સપના નયનમાં સજાવુ
મિલન પીયા કરાવી ઈદ આવી

સપના વિજાપુરા

 

29 thoughts on “ઈદ આવી

 1. Girish Parikh

  સપનાબહેનઃ તમને તથા કુટુંબીઓને હ્રદયપૂર્વક ઈદ મુબારક.
  કાવ્ય ગમી ગયું.
  – – ગિરીશ પરીખ

 2. sharif

  ઈદ્દ મુબારક …આ બ્લોગના સર્વે વાચક મિત્રો ને આ ઇદના દિવસે આ કાવ્ય દ્વવારા માનવ માનવ વચ્ચેના ભેદભાવ ભુલાવેીને ભાઈચારાનો સન્દેશો
  પહોન્ચે એવિ શુભ ભાવના ર્

  ઇદ મુબારક

  શરેીફ વિજાપુરા

 3. dilip

  ફગાવો વેર, અંતર પાક રાખો
  કરુણા તે વહાવી ઈદ આવી
  સખી પ્રાર્થી લઉં હું વિશ્વશાંતિ
  દઉં શત્રુ ભગાવી ઈદ આવી
  ખુબ જ સુંદર સ્ંદેશો આપતી ગઝલ ..બહુ ઓછી આવી પારંપરિક સંદેશ આપતી રચનાઓ વાંચવા મળે છે વિજાપુર પરિવારને તથા સમસ્ત મુસ્લીમ બિરાદરોને..અભિનંદન..મને યાદ આવી ગઈ અમારા બોલ્ટન યુ.કેના શાયર હારુન પટેલની ગઝલ,..
  મતભેદ વેરઝેરને દિલથી ભુલાવીએ
  ભેગા મળીને ઈદની ખુશીઓ મનાવીએ
  માનવતા, પ્રેમ, અહિંસા, બંધુતા, મિત્રતા, ભાઈચારો, શાંતિ આ બધા મૂલ્યો ભાગ્યે જ કોઈ અવગણી શકે…જેને આપણુ બધાનું અંતર ધારણ કરે તે ધર્મ તેના નામ જુદા હોઈ શકે છે.

 4. Sudhir Patel

  સૌને ઈદ મુબારક હો!
  સુંદર ગઝલ દ્વારા શાંતિ અને ભાઈચારાનો સંદેશ પહોંચાડવા બદલ અભિનંદન!
  સુધીર પટેલ.

 5. himanshu patel

  ઇદ મુબારક તમ્ને તથા તમારા પરિવારના દરેક સભ્યોને.
  ઇદ જેવી પાક ગઝલો મળ્યા કરે એ જ અપેક્ષા.

 6. Ramesh Patel

  ઈદ મુબારક ,આપને તથા પરિવારને હર ખુશાલી મળે એવી દુઆ.
  ગઝલ દ્વારા પાક અને નેક વિચારો સદા લહેરાતા રહે એવી શુભેચ્છા.

  રમેશ પટેલ(આકાશદીપ)

 7. sapana Post author

  Dear Sharifbhai Banuben and shabbir

  Thanks for gratting and IDD MUBARK from my familt to all

  A.A.Patel

 8. sapana Post author

  ઈદ મુબારક.
  પ્રસંગને અનુરૂપ ઉમદા ભાવથી ભરી ભરી ગઝલ.
  પંચમ શુકલ

 9. sapana Post author

  As’salamu alaykum

  Eid Mubarak to you, and your family. May you have a wonderful day, Insha-Allah.

  May Allah accept all our acts of worship during Ramadan.

  Remember us in your duas.

  Siraj Patel “Paguthanvi” & Family members

 10. Narendra Jagtap

  સપનાબેન …આપને અને આપના પરિવારને …જગતાપ પરિવારના ઇદમુબારક… અને સર્વાગસુંદર રચના બદલ અભિનંદન….

 11. પટેલ પોપટભાઈ

  મા. બહેન સપના

  ” નવો છે ચાંદ તારા નેણ જેવો
  નવલ પ્રીતે મનાવી ઇદ આવી
  અતિ સુંદર દિશે સૃષ્ટિ ખુદાની

  નમાઝો છે ફરિશ્તા
  સખી પ્રાર્થી લઉં હું વિશ્વશાંતિ “

 12. આસીફ કલાસિક

  ઇદ મુબારક
  મારા બ્લોમાં આપની જે કોમેન્ટ છે તે ખુબ ગમી અને કંઇક શીખવા પણ મળ્યું. આપના પ્રતિભાવો હંમેશા આવકાર્ય છે.

 13. M. Usman Baki

  I am amazed to learn that we had a wonderful Gujarati poet amongst us for decades and we never knew, until we went to California and had an opportunity to see your own creation, “Khuli Aankh na Sapna”.
  CONGRATULATIONS!
  Did you know Farida has MA in Gujarati, studied under Umashankar Joshi?

 14. Yasmin Bawan

  તમને અને તમારા કુટુંબ ને ઈદ મુબારક

 15. pradip raval,editor of jan fariyad Int.news paper

  સુરજ અને ચાંદ ની વચ્ચે આપની ભેદ રેખાની વહેચણી આ પૃથ્વી પર ના માનવે કરી …આભાર ત્યાં જ માનવો રહ્યો કે પ્રત્યેક ઈદ અને દિવાળી ના સપના તો જોવા મટ્ય…માની તો શકાય છે..આભાર અલ્લાહ ઓ ઈશ્વરનો

 16. dilip

  આખી ગઝલ સુંદર અને તાજગીસભર સહજ અભિવ્યક્તિ..ભાવનો ઉલ્લાસ અનુભવાય એવી રચના…

 17. dilip

  જન ફરિયાદમાં આપની રચના વાંચી આખુ પેજ એનલાર્જ ન થયુ માટે ગધ્ય ન વાચી શકાયું.
  અભિનંદન.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

 

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.