26 Aug 2010

એવું કઈક

Posted by sapana

મિત્રો,

આજે અમારાં લગ્નની વર્ષ ગાંઠ  મારાં નિમિત્તે વ્હાલસોયા પતિને આ ગઝલ અર્પણ કરું છું આ ગઝલ લખવાની ક્યારની ચાલુ કરી હતી પણ આજે પૂરી કરી શકી એટલે થોડી મોડી મૂકાય છે.હજું મારાં જીવન સાથીને જે કહેવાનું છે તે પૂરતું નથી પણ જે કાંઇ લખાયું તે પેશ કરું છું.આપનાં પ્રતિભાવ જરૂર આપશો. સપના

પુષ્પો પર ઝાકળનું પડવું ભીંજાવુ એવું કંઇક
તારું મારું હળવું , મળવું ને ભળવું એવુ કંઇક

મોસમની પહેલી વર્ષા ને માટીની સોડમ સમ
તારું મારું મઘમઘવું ને ભીંજાવું એવું કંઇક

ઊના તળિયાની નીચે શીત બરફનું પીગળવું
તારું મારું આંખોથી પણ ઓગળવું એવું કંઇક

ઉનાળાની ગરમીમાં આ રસ્તાનું પીગળવું
તારું મારું રીસે ચડવું ને લડવું એવું કંઇક

ઉપવનમાં ફૂલોનું ધીમે ધીમે ઊઘડવું
તારું મારું મુખ નિહાળી ખીલી જાવું એવું કંઇક

ચાંદ ઝરણનું ઊતરવું ને સાગરનું ઊછળવુ્ં
તારું મારું મનથી ઉન્માદક બનવું એવું કંઇક

ગાગા ગાગાના પ્રાસાનુપ્રાસ ગઝલમાં રાખું
તારું મારું મીઠું કાનોમાં ગણ ગણવું એવું કંઇક

તાજમહલનું બનવું કડિયાના હાથૉનું ખોવું
તારું મારું ઘર લોહીથી શોભાવું એવું કંઇક

સપનાંનાં માળામાં પંખીનું પીંખાવું ,ગાવું
તારું મારું ઘરમાં હસવું ને રડવું એવું કંઇક

-સપના વિજાપુરા

Excerpt

Post Revisions

Subscribe to Comments

18 Responses to “એવું કઈક”

  1. લગ્નની વર્ષગાંઠ નિમિત્તે હાર્દિક શુભેચ્છાઓ…

     

    વિવેક ટેલર

  2. મા. બહેન સપના

    લગ્નની વર્ષ ગાંઠ નિમિત્તે ખૂબ ખૂબ અભિનંદન.

    ” પુષ્પો પર ઝાકળનું પડવું ભીંજાવુ એવું કંઇક
    તારું મારું હળવું , મળવું ને ભળવું એવુ કંઇક

    ઉપવનમાં ફૂલોનું ધીમે ધીમે ઊઘડવું
    તારું મારું મુખ નિહાળી ખીલી જાવું એવું કંઇક “

     

    પટેલ પોપટભાઈ

  3. ગાગા ગાગાના પ્રાસાનુપ્રાસ ગઝલમાં રાખું
    તારું મારું મીઠું કાનોમાં ગણ ગણવું એવું કંઇક

    Sapanaji
    Many happy returns of the day to your loving husband.

    Siraj Patel “Paguthanvi”

     

    Siraj Patel "Paguthanvi"

  4. પુષ્પો પર ઝાકળનું પડવું ભીંજાવુ એવું કંઇક
    તારું મારું હળવું , મળવું ને ભળવું એવુ કંઇક
    મોસમની પહેલી વર્ષા ને માટીની સોડમ સમ
    તારું મારું મઘમઘવું ને ભીંજાવું એવું કંઇક

    સપનાજી તથા શરીફભાઈ,આપ એકમેકને પ્રેરણા દેતા રહો છો અને સુંદર રીતે જીવન વિતાવો છો.. આ રચના બદલ અભિનંદન ખુબ સુંદર રચના થઈ છે આવુ જ જીવન બની રહે કવન મહેંકી ઊઠે તે જ શુભેચ્છા

     

    dilip

  5. ઓગસ્ટ ૨૬ એટલે સપના અને શરીફની “વેડીંગ એનીવરસરી”..ખુબ જ આનંદની વાત !
    અભિનંદન !
    તમારો એકબીજાના પ્રતેયનો પ્રેમ વધતો રહે એવી પ્રાર્થના !
    સપનાનું “એવું કંઈક”નો જરૂર સ્વીકાર …રચના કરવી, અને રચનાનો સ્વીકારમાં જ એ પ્રેમના દર્શન થાય છે !…સુંદર !
    DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
    http://www.chandrapukar.wordpress.com
    Inviting all Readers to Chandrapukar for HEALTH Post !

     

    DR. CHANDRAVADAN MISTRY

  6. એમનો ફોટો મૂક્યો હોત તો?
    તાજમહાલથી વધારે સુંદર લાગત.

     

    સુરેશ જાની

  7. પુષ્પો પર ઝાકળનું પડવું ભીંજાવુ એવું કંઇક
    તારું મારું હળવું , મળવું ને ભળવું એવુ કંઇક
    મોસમની પહેલી વર્ષા ને માટીની સોડમ સમ
    તારું મારું મઘમઘવું ને ભીંજાવું એવું કંઇક

    સાથે રહેવુ સાથે સહેવુ સાથે જ શ્વસવુ તે સાથ આબાદ રહે અભિનંદન્!

     

    Vijay Shah

  8. વધાઇ હો વધાઇ….મુબારક હો હર એક પલ…

    ખૂબ સરસ ગઝલ…ભાવભીની ગઝલ…

     

    nilam doshi

  9. વધાઇ હો વધાઇ..મુબારક હો હર એક પલ..સફર સુહાના હો..સાથી કે સંગ..

    ભાવભીની ગઝલ…અભિનંદન

     

    nilam doshi

  10. ગાગા ગાગાના પ્રાસાનુપ્રાસ ગઝલમાં રાખું
    તારું મારું મીઠું કાનોમાં ગણ ગણવું એવું કંઇક
    તાજમહલનું બનવું કડિયાના હાથૉનું ખોવું
    તારું મારું ઘર લોહીથી શોભાવું એવું કંઇક
    વા હ
    લગ્નગાંઠના અભિનંદન
    મારી યાદમા ગૂંજી રહેલી बहादुर शाह ज़फ़र ની ગઝલની ભેટ

    यार था गुलज़ार था बाद-ए-सबा थी मैं न था
    लायक़-ए-पा-बोस-ए-जाँ क्या हिना थी मैं न था

    हाथ क्यों बाँधे मेरे छल्ला अगर चोरी हुआ
    ये सरापा शोख़ी-ए-रंग-ए-हिना थी मैं न था

    मैं ने पूछा क्या हुआ वो आप का हुस्न्-ओ-शबाब
    हँस के बोला वो सनम शान-ए-ख़ुदा थी मैं न था

    मैं सिसकता रह गया और मर गये फ़रहाद-ओ-क़ैस
    क्या उन्हीं दोनों के हिस्से में क़ज़ा थी मैं न था
    દુવાગીર આ વર્ષે પ્રસન્ન દાંપત્યની ૫૩મી લગ્નગાંઠ ઉજવશે

     

    pragnaju

  11. It was a pleasant surprise Thank you I love you

    Sharif

     

    sharif

  12. લગ્નની વર્ષગાંઠ નિમિત્તે અભિનંદન અને ખૂબ ખૂબ હાર્દિક શુભેચ્છાઓ…

     

    ઊર્મિ

  13. મોસમની પહેલી વર્ષા ને માટીની સોડમ સમ
    તારું મારું મઘમઘવું ને ભીંજાવું એવું કંઇક

    ઊના તળિયાની નીચે શીત બરફનું પીગળવું
    તારું મારું આંખોથી પણ ઓગળવું એવું કંઇક

    ખુબ સરસ … પ્રસન્ન દાંપત્યનો જન્મદિન મુબારક હો.

     

    Daxesh Contractor

  14. દાંપત્યનો જન્મદિન મુબારક.
    અહીં પ્રેમ અને વેદના એકસાથે વણાયા છે,
    અને અહીંજ જીવનના ચઢાવ ઉતારની મસમ મઘમઘે છે,
    સુંદર….

     

    himanshu patel

  15. લગ્નની વર્ષ-ગાંઠ મુબારક હો! એ નિમિત્તે હાર્દિક અભિનંદન અને શુભેછાઓ!
    ગઝલ કહીને એની ઊજવણીથી વધુ રૂડુ શું હોય શકે?
    સુધીર પટેલ.

     

    sudhir patel

  16. ગાગા ગાગાના પ્રાસાનુપ્રાસ ગઝલમાં રાખું
    તારું મારું મીઠું કાનોમાં ગણ ગણવું એવું કંઇક

    વાહ રાપ્ચીક

     

    "માનવ"

  17. આપના લગ્નની વર્ષ ગાંઠ નિમિત્તે શરીફભાઈને અર્પણ આ ગઝલ એ બેસ્ટ નજરાણું હશે! અભિનંદન !

     

    dr bharat

  18. લગ્ન તિથી માટે ખૂબખૂબ શુભેચ્છાઓ.
    તાજમહાલના અમર પ્રેમનો સંદેશો સદાઆપના
    સંસાર માં ગુંજતો રહે એવી મનોકામના.
    રમેશ પટેલ(આકાશદીપ)

     

    Ramesh Patel

Leave a Reply

Message: