13 Jul 2010

વિડઝ

Posted by sapana

મૂળમાંથી વાઢી નાખ્યું

ખરું કર્યુ મૂળમાંથી કાપી કાઢ્યું

દિલ એ જ લાયક હતું

પ્રેમનું સિંચન પામીને

પાંગરવા માંડે,

ફળવા ફૂલવા માંડે,

વિડઝની જેમ વધવા માંડે,

સારું થયું મૂળમાંથી ખોદી નાખ્યું,

થોડું નફરતનું સ્પ્રે કરો,

હવે ફરી કદી નહીં પાંગરે!!

-સપના વિજાપુરા

Subscribe to Comments

15 Responses to “વિડઝ”

 1. મૂળમાંથી વાઢી નાખ્યું
  ખરું કર્યુ મૂળમાંથી કાપી કાઢ્યું

  દિલ એ જ લાયક હતું

  પ્રેમનું સિંચન પામીને

  પાંગરવા માંડે,

  ફળવા ફૂલવા માંડે,

  વિડઝની જેમ વધવા માંડે,………………
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  ગમ્યું ….સરસ નાનું …..સુંદર સ્બ્દો !!
  ચંદ્રવદન્
  DR. CHANDRAVADAN MISTRY (Chandrapukara)
  http://www.chandrapukar.wordpress.com
  Sapana…Hope to see you on Chandrapukar !

   

  DR. CHANDRAVADAN MISTRY

 2. જે છોડ પર પ્રેમના ફૂલ ફળ આવે તે પહેલાં જ તે છૉડ ને જ મૂલથી કાપી નાંખે છે ને પછી,…આશા રાખે છે સુખી થવાની, આનંદ, ઉત્સવની, વિકસિત ધર્મ સમાજ અને સંસ્કૃતીની !
  સુંદર અછાંદસમાં ગહન સંદેશ વિપરિત વ્રુત્તિ ધરાવી પ્રવૃત્તિ કરનારા માટે !

   

  dilip

 3. સરસ મજાનું અછાંદસ કાવ્ય!

  કાવ્યનાયકના દિલને કોઈ સ્નેહીજન તરફથી એવો તો આઘાત પહોંચે છે કે સામેથી જ પોતે કહે છેઃ “ખરું કર્યુ મૂળમાંથી કાપી કાઢ્યું!”,”સારું થયું મૂળમાંથી ખોદી નાખ્યું!”. દિલની લાગણીને એવી તો ઠેસ પહોંચી છે કે છેલ્લે તો નફરતના સ્પ્રેનો છઁટકાવ કરી દેવાની વાત કહીને પુનઃ સંબંધોને પુનઃ પ્રસ્થાપિત કરવાની શક્યતાને પણ નિર્મૂળ કરી દેવામાં આવી છે.

  કૃષિના અનુભવીઓને સમજાય કે ‘વિડ્ઝ’ને થોડું પણ પોષણ મળતાં ફરી પાંગરી ઊઠે છે.

  રચનાઓમાં વિષયોની વિવિધતા એ આપની કલ્પનાશક્તિને આભારી છે.

  અભિનંદન.

  વલીભાઈ

   

  Valibhai Musa

 4. સુન્દર અભિવ્યક્તિ ..!

   

  Chetu

 5. Light and philosophical!

   

  Parasmani

 6. કાજે જ ઘણી બધી વીડ કાઢી નાંખી !!

   

  સુરેશ જાની

 7. સરસ અભિવ્યક્તી, દીલ ને
  મુળ માં થી કાપી સ્પ્રે કરીએ પછી તો ઇછાઓ પાંગરે નહી અને
  દુખી થવાનુ કારણ જ ના રહે.
  સરસ.

   

  urvashi parekh

 8. સરસ અભીવ્યક્તી,
  દીલને મુળ માં થી કાપી પછિ સ્પ્રે કરીએ તો,
  દુખી થવાનુ કોઈ કારણ જ ના રહે.
  ખરુને?

   

  urvashi parekh

 9. દિલ છે ,લાગણીઓ ઘવાય તો આવી દર્દનાક ચીસ ઉઠે.
  સરસ રચના સોંસરવી ચોટ દેતી.

  રમેશ પટેલ(આકાશદીપ)

   

  Ramesh Patel

 10. સુંદર અભિવ્યક્તી
  વિડઝની જેમ વધવા માંડે,
  સારું થયું મૂળમાંથી ખોદી નાખ્યું,
  સ રસ
  યા આવી
  તઆરૃફ રોગ હો જાયેં તો ઉસે ભૂલના બહેતર,
  તઅલ્લુક બોજ બન જાયે તો ઉસકો તોડના અચ્છા,
  વો અફસાના જીસે અંજામ (પરિણામ) તક લાના ન હો મુમકીન,
  ઉસે એક ખૂબસૂરત મોડ દેકર છોડના અચ્છા…”

  આ તો મૂળમાંથી ઊખાડી…નફરતનું સ્પ્રે!
  એટલો મોટો ગુન્હો!

  તોબા તોબા

   

  pragnaju

 11. વિડઝની જેમ વધવા માંડે,

  સારું થયું મૂળમાંથી ખોદી નાખ્યું,

  થોડું નફરતનું સ્પ્રે કરો,

  હવે ફરી કદી નહીં પાંગરે!!
  સુંદર અભિવ્યક્તી

  તઆરૃફ (પરિચય-સંબંધ) રોગ હો જાયેં તો ઉસે ભૂલના બહેતર,
  તઅલ્લુક (સંબંધ) બોજ બન જાયે તો ઉસકો તોડના અચ્છા,
  વો અફસાના (કથા-સંબંધ) જીસે અંજામ (પરિણામ) તક લાના ન હો મુમકીન,
  ઉસે એક ખૂબસૂરત મોડ દેકર છોડના અચ્છા…”
  અહીં તો આક્રોશ
  તોબા તોબા
  પહેલા નું લખાણ કેવી રીતે અલોપ થયુ તે સમજ ન પડી

   

  pragnaju

 12. નેતિ નેતિ દર્શન….નકારાત્મકતા ગમી.

   

  himanshu patel

 13. Good thinking Reallygood poem.

   

  Shenny Mawji

 14. હ્રદયનેી કઠોરતાને સરસ રેીતે વ્યકત કરેી છે.

   

  rekha Sindhal

 15. મા. બહેન સપના

  ખૂબજ સુંદર એવું ગહન ચિંત્નાત્મક રૂપક કાવ્ય.વાંચવું ગમ્યું.

  અમે ખેડૂતો એને ” ખડ ” કહીએ વાવેલા પાક સાથે નકામી જડ ઉગે, જે પાકને સરળતાથી વધવામાં નડતરરૂપ હોય્ દિલમાં પણ નકામી એવી ઘણી બાબતો ઊગતી હોય છે, ઉખાડી નાખીએ તો દિલ પણ પાંગરે !!!

   

  પટેલ પોપટભાઈ

Leave a Reply

Message: