21 Aug 2010

કૃષ્ણ પધાર્યા મારે આંગણે

Posted by sapana

કૃષ્ણ પધાર્યા મારે આંગણે
પુષ્પ મ્હેક્યા મારે આંગણે
લોક અર્પણ મારી  ભકતીનું

શબ્દ ઝર્યા મારે આંગણે

આજે કૃષ્ણભાઈએ અમારે ઘરે  પધારીને અમારાં પરિવારનાં સભ્યોને કૃજ્ઞ કર્યા.કૃષ્ણભાઈ શિકાગોમાં કવિશ્રી અશરફભાઈના આદર સન્માન માટે રાખેલા એક પ્રોગ્રામ માટે આવેલા હતા.

એટલે મુજ ગરીબની કુટીયામાં ૧૦મી ઓગષ્ટ ૨૦૧૦ના દિવસે  પધાર્યા.પરિવાર અને મિત્રોની ઉપસ્થિતીમામાં આવાં શબ્દો સાથે મારાં પુસ્તક ‘ખૂલી આંખનાં સપનાં’નું વિમોચન કર્યુ,

“સુગંધ પૂછે કે ઝાકળ સાથે ઘડીક રમું હું બહાર
કળી કહે થોભો જરા હું ખોલી નાંખુ દ્વાર.

મિત્રો અને ભાવુકની વચ્ચે  ભરપૂર પ્રેમનો પ્રવાહ વહી રહ્યો હતો.મન ભાવથી ગદગદ હતું .કૃષ્ણભાઈ અને મધુબેન બન્ને સાચાં હ્રદયનાં ભાવિક છે.કૃષ્ણભાઈએ પોતાની બે ગઝલોનું પઠન કરી શ્રોતાઓના દિલ જીતી લીધાં હતા..

સાવ અજાણ્યા બાળક પાસે વિના કારણે મળે મુસ્કાન
એટલે જીવી રહ્યો છું…

અને

મારી પાસે ઢગલો રેતી, તારી પાસે ખોબો
ચાલને રમીએ પળ બે પળ

મારાં એક અછાંદસ ‘કાંચની દિવાલ’નું પઠન કરી મારું દિલ જીતી લીધું હતું.હ્રદય સન્માનથી ઝૂકી ગયું.ત્યાર બાદ મારાં જીવનસાથી શરિફે કૃષ્ણભાઈની આભાર વિધી  કરી.મારાં એક મુકતકનું પઠન કર્યુ.

કોડિયું આ પ્રેમનું બળતું મૂકીને જાઉં છું
પ્રીતનું ઘી તે મહી ઝરતું મૂકીને જાઉં છું
રાત્રિઓ વીતી જશે સપનાં મહી ‘સપના’ વતી

એક સપનું તવ આંખે ફરતું મૂકીને જાઉં છું

અંતમાં મે મારી બે ગઝલોનું પઠન કરી શ્રોતાઓને વિસ્મીત કર્યા હતા.

પાન છું હું પાનખરનું અને તું લીલીછમ ડાળ છે
છું નદી સુક્કી ને તું સાગર સમો વિશાળ છે

અને બીજી

આજ મળશે કોણ કોને છે ખબર?
શું થશે આ ક્ષણ કોને છે ખબર?

અંતમાં ડિનર સાથે આ પ્રોગ્રામનો અંત આવ્યો અને મારું એક સપનું જે મેં ખૂલી આંખે જોયેલું જે કૃષ્ણભાઈએ વાસ્તીવકતામાં પરીમણ્યું આ સપનું મારી આંખની કીકીમાં અનાદી સુધી જડાઈ ગયું.કૃષ્ણભાઈ જેવા કવિ મિત્ર છે એટલે ગર્વ પણ થાય છે.આ સાથે યુ ટ્યુબની લીન્ક મૂકું છું.વિડીઓ શિખાઉ હાથોએ લીધો છે એ માટે ક્ષમા માંગી લઉં.પણ મારો આનંદ મિત્રો સાથે વહેચ્યાં વગર રહી શકતી નથી.

સપના વિજાપુરા

Subscribe to Comments

16 Responses to “કૃષ્ણ પધાર્યા મારે આંગણે”

  1. […] સમર્થ કવિના હાથે તેનું શીકાગોમાં લોકાર્પણ થયું . એક જ વર્ષમાં કાવ્ય સંગ્રહ આપવો […]

     
  2. આજે પહેલીવાર પહેઈ કોમેન્ટ મારવા મલી હોય એવું લાગે છે.

    સપના દીદી

    Congratulations

     

    "માનવ"

  3. અને સપનાએ એ પુસ્તક મને મોક્લ્યું ..જે વાંચ્યું …જે જાયું એ આધારીત મેં કંઈ લખ્યું એની “ઝલક”રૂપે અહી મુકું છું..અને તમાં ક્રુષણ દવે ને મે સમાવી દીધા હતા તે અહી છે>>>>

    “ખુલ્લી આંખનાં સપનાં”ની કહાણી

    સુનો સુનો ઓ સાહિત્યકારો !

    સુનો સુનો ઓ કાવ્યપ્રેમીઓ !

    આ છે “ખુલ્લી આંખનાં સપના”ની કહાણી,

    ધીરજ રાખી સાંભળજો, આ રે કહાણી !……..(ટેક)

    “ખુલ્લી આંખનાં સપનાં” છે એક પુસ્તક ન્યારી,

    રચનાકાર બનુમા વિજાપુરા છે “સપના” પ્યારી,

    ગઝલો અને કાવ્યો છે એના પાને પાને,

    વાંચી વાંચનાર ખુબ આનંદ હૈયે લાવે !……સુનો સુનો….(૧)

    માતપિતા, પતિ-દીકરો છે સપના-યાદમાં,

    “મહક”,”સિરાજ”,”અહમદ”બેદાર”અને”ક્રુષ્ણ”, “દિલીપ” સાથમાં,

    છે “લતા”, “તુરાબ”, સાથે છે પતિ શરીફ અને દીકરો શબ્બીર,

    આ સૌના હૈયેથી વહે છે શબ્દોરૂપી ‘વખાણ-નીર કબીર “!……સુનો સુનો….(૨)

     

    DR. CHANDRAVADAN MISTRY

  4. માર હ્ર્દય પુર્વક અભિનંદન.. કવિ આવે આગણે..આપના કાવ્યોનું કવુઁ વિમોચન થાય એતો સદભાગ્ય કહેવાય..સુંદર.

     

    vishwadeep

  5. Thank you for sharing …

     

    Daxesh Contractor

  6. સપનાબહેનઃ
    શ્રી કૃષ્ણ દવે જેવા મોટા ગજાના કવિના શુભ હસ્તે ‘ખૂલી આંખનાં સપનાં’ પુસ્તકનું લોકાર્પણ થયું એ જાણીને ખૂબ આનંદ થયો. Congratulations.
    –ગિરીશ પરીખ મોડેસ્ટો કેલિફોર્નિયા
    તા.ક. http://www.girishparikh.wordpress.com બ્લોગ પર ‘ખૂલી આંખનાં સપનાં’ પુસ્તકનું અવલોકન વાંચો.

     

    Girish Parikh

  7. Dear Sapna Ben

    CONGRATULATIONS!! All I can say is that you absolutely deserve it. Well done.

    With all Best Wishes for your future publications.

    God Bless You.

     

    HANSA (DAVE) MEHTA

  8. સપનાબેન ખૂબ ખૂબ અભિનંદન. આજે હમણાં જ શ્રી. કૃષ્ણભાઈને એક કાર્યક્રમમાં સાંભળીની આવ્યો. ઘણો આનંદ થયો.

     

    Jagadish Christian

  9. આપને પ્રથમ સ્ંગ્રહ ના નિમિત્તે અભિનંદન. કૃષ્ણ્ભાઈ જેવા સારા કવિ જેમેને નવોદિત કવિ માટે તુચ્છ્ ભાવના નથી અને એક સારા માણસને હસ્તે આપના સન્ગ્રહનું લોન્ચીંગ થયું તે સારી ઘટના કહેવાય..આપ સક્ષમ છો વધુ ને વધુ આવા કાર્ય આપના દ્વારા સર્જાય એ અંતરથી પ્રાર્થના…

     

    dilip

  10. Congratulations.

     

    Heena Parekh

  11. ખુલ્લીઆંખે જોયેલ તમારા સઘળા સપના સાકાર બને એવી ઇશ્વરને પ્રાથના…ખૂબ ખૂબ અભિનંદન સાથે…
    તમારું પુસ્તક વાંચવાનો લહાવો જરૂર માણીશું..
    વધુ ને વધુ પુસ્તકો આપતા રહો..એવી હાર્દિક શુભેચ્છાઓ…

    શિકાગો 18 ઓકટોબરે આવીશ…અને 27 ઓકટોબર સુધી ત્યાં છું…એ દરમ્યાન જરૂર મળીશું…

     

    nilam doshi

  12. સુશ્રી સપનાબેન
    કેવો સરસ સુભગ સમન્વય.શ્રી કૃષ્ણ દવેજી ના હસ્તે પ્રથમ કાવ્ય સંગ્રહ
    “સપના”નું વિમોચન.આપની આ કાવ્ય કલાની સુગંધ સદા મહેકતી
    રહે એવી હૃદયથી શુભેચ્છા.
    રમેશ પટેલ(આકાશદીપ)

     

    Ramesh Patel

  13. મા. બહેન સપના

    ‘ખૂલી આંખનાં સપનાં’ પ્રથમ કાવ્ય સંગ્રહ નિમિત્તે અભિનંદન.

    “સુગંધ પૂછે કે ઝાકળ સાથે ઘડીક રમું હું બહાર
    કળી કહે થોભો જરા હું ખોલી નાંખુ દ્વાર.”

    “કોડિયું આ પ્રેમનું બળતું મૂકીને જાઉં છું
    પ્રીતનું ઘી તે મહી ઝરતું મૂકીને જાઉં છું
    રાત્રિઓ વીતી જશે સપનાં મહી ‘સપના’ વતી
    એક સપનું તવ આંખે ફરતું મૂકીને જાઉં છું “

     

    પટેલ પોપટભાઈ

  14. બહુ જ આનંદ થયો. હાર્દિક અભિનંદન

     

    સુરેશ જાની

  15. કવિશ્રેી કૃષ્ન દવે ના શુભ હસ્તે આપના પ્રથમ કવ્ય સન્ગ્રહ નુ વિમોચન થયુ જાણેી ખુશેી થઇ .. ખુબ ખુબ અભિનન્દન .. !!

     

    Chetu

  16. સુઁદર બ્લોગ ખુબ ગમ્યો .

     

    Haresh kanani

Leave a Reply

Message: