21 Jul 2010

યાદ હતું

Posted by sapana


ઉદાસીમાં તું
આસપાસ હોય છે
બીજું કો નહીં

ઉદાસીમાં એ નામ યાદ હતું
મહેંક્યુ રણ મહી ગુલાબ હતુ

જરા જેવું રહ્યુ હવે છોલાઈને
હ્રદય મારું બહુ વિશાળ હતું

ઘણાં વરસો ગયાં સવાલ ઉપર
આ જીવન મારું? કે ઉધાર હતું

ઉદાસ ન થા સખા અસુવનથી
નયનનું આજ એક કામ હતું

સખા દિલ આવશે બહાર ધસી
કહે તું  રક્તનું દબાણ હતું

સખા સપનાં થયાં છે સુગંધી
સખી મારું જ આવ જાવ હતું

છંદ -લગાગા ગાલગાલ ગાલલગા

-સપના વિજાપુરા

Subscribe to Comments

8 Responses to “યાદ હતું”

  1. ખુબ જ સરસ….સખા અને સખી …વાહ, ખુબ જ સરસ….

     
  2. સુઁદર રચના!

     

    rekha Sindhal

  3. સુંદર ગઝલ ..ઉદાસી અને સખા અને સખીના અનુભવોની અભિવ્યક્તિ !

     

    dilip

  4. સુંદર રચના !
    આનંદ થયો !!
    ચંદ્રવદન
    DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
    http://www.chandrapukar.wordpress.com
    Hope to see you on my Blog !

     

    DR. CHANDRAVADAN MISTRY

  5. ગઝલ છંદની રીતે બરાબર હશે પણ કાફિયા હજી સારા મળી શક્યા હોત. તમારી આનાથી સારી રચનાઓ વાંચી છે એટલે એમ લાગ્યું કે આ રચનામાં માવજત ઓછી થઈ છે.

     

    Daxesh Contractor

  6. મા બેન સપના

    ખુબજ સુંદર ગઝલ

    “આ જીવન મારું ? કે ઉધાર હતું ” ( છે ??? ) વાહ !!!

     

    પટેલ પોપટભાઈ

  7. શ્રી બાનુ મા,

    હાઈકુ બહુ સરસ બન્યું છે.

    ઉદાસીમાં તું
    આસપાસ હોય છે
    બીજું કો નહીં

    જીવન જાણે ક્રુરુક્ષેત્રની લડાઈ અને લડાઈમાં તો હાર-જીત હોય, અને ઉદાસી તો હાર હોય કે જીત હોય પણ હોય, હોય ને હોય જ. અને તેવે વખતે જે યાદ આવે તે જ સાચો સખા કહેવાયને.

    આપની રચનાઓ સરળ હોવા છતાં પણ ગહન હોય છે.

    પ્રણામ.

     

    Atul Jani (Agantuk)

  8. ઉદાસીમાં એ નામ યાદ હતું
    મહેંક્યુ રણ મહી ગુલાબ હતુ
    ……….
    દાદ મળે એવો શેર…ગમી ગયો.
    સરસ ગઝલ,સપનાબેન

    રમેશ પટેલ(આકાશદીપ)

     

    Ramesh Patel

Leave a Reply

Message: