11 Jul 2010

સપનું ફળ્યું

Posted by sapana


વ્હાલા મિત્રો,

આજે મારી ખુશીની સીમા નથી.એક સપનું ફળ્યું.આજે મારું પુસ્તક ‘ ખૂલી આંખનાં સપનાં’ પ્રિન્ટ થઈને આવ્યું.મારાં હાથમાં મારું બીજું સંતાન હોય એટલી ખુશી થાય છે.આ આનંદનાં સમાચાર આપણાં લોકો વચે ના વહેંચું તો કોની વચે વહેંચું?આજે આ પુસ્તકમાં શ્રી અદમભાઈ ટંકારવીએ પ્રસ્તાવના લખી મારાં પુસ્તકને ચાર ચાંદ લગાવ્યા છે તેનો થોડો ભાગ અને મહેકભાઈ ટંકારવીએ એમનો સાથ આપીને આ પુસ્તક બહુ મૂલ્ય કર્યું છે એ તથા પુસ્તકનું  પાછળનું પાનું બ્લોગમા રાખું છું.બીજાં કવિઓનાં લખાણ હું થોડાં થોડા સમયે મૂકતી રહીશ.આ પુસ્તકનું કવર ડિઝાઈન તથા ગ્રાફીક ડિઝાઈન શ્રી દિલીપ ગજ્જરના શુભ હસ્તે થયેલ છે એના માટે એમની ખૂબ આભારી છું.આપ સર્વનાં પ્રતિભાવ અને આવકારની તમન્ના સાથે વિરમું છું.

પુસ્તકની પ્રાપ્તી માટે આ ઈમેઇલ ઉપર સંપર્ક કરો.

email :sapana53@hotmail.com

Price: US Dollar 10.oo

Price: Rupees 250.00

સપના

with sign

Scan(2)

Scan 2

Subscribe to Comments

44 Responses to “સપનું ફળ્યું”

 1. સુંદર પ્રસ્તાવનાઓ…

  પ્રથમ પુસ્તક પ્રકાશન માટે ખૂબ ખૂબ હાર્દિક અભિનંદન, સપનાબેન…
  …અને ભવિષ્ય માટે હાર્દિક શુભેચ્છાઓ.

   

  ઊર્મિ

 2. Dear Sapnaji
  Myself, Mahek and possibly Adam also has recieved your wonderful book “Khuli Aankhanaa Sapanaa”
  The front page of the book and the back page with your smashing eye-catching portrait with Adam’s write-up has been so nicely & attractively designed by Dilip that sheerly looking at it and reading the text by Adam one is inclined to go through the entire volume of the book page by page.

  Everybody, starting from Adam to Mahek to.>>>>>>>>>………. your better-half Sharif Vijapura and your loving son Shabbir has said something which in short is so appropriate that it says a lot.

  Congratulations all the way for your Gazals & Achhandaas Kavya assembled in your book “Khuli Aankhanaa Sapnaa”
  Salams to you and all the members of your family ,friends & relations.
  Siraj & Shirin Patel “Paguthanvi”
  Bolton-United Kingdom
  26th June 2010

   

  Siraj Patel"Paguthanvi"

 3. ખૂબ ખૂબ અભિનંદ. નવા નવા કાવ્યો અને કાવ્યસંગ્રહો મળતા રહે એવી શુભેચ્છાઓ.

   

  Pancham Shukla

 4. સપનાબહેનઃ અભિનંદન. મેં પણ મારા પ્રથમ પુસ્તકના પ્રકાશનનો અવર્ણનીય આનંદ અનુભવ્યો છે એટલે તમારો આનંદ સમજી શકું છું.
  પુસ્તકનું ‘અવલોકન’ http://www.girishparikh.wordpress.com બ્લોગના ‘ગિરીશના ભાવ પ્રતિભાવ’ વિભાગમાં પોસ્ટ કરીશ.
  – – ગિરીશ પરીખ મોડેસ્ટો કેલિફોર્નિયા

   

  Girish Parikh

 5. ખૂબ ખૂબ અભિનંદન.

   

  યશવંત ઠક્કર

 6. અધિકાર છે જોવાં ખૂલી આંખનાં સપનાં
  આપો સતત પોષણ ખૂલી આંખનાં સપનાં
  તૂટી જશે તો જીવન ખારું બની જાશે
  આનંદ પરિપૂર્ણ ખૂલી આંખનાં સપનાં

  સપનાબેન તમારા બીજા સંતાન રૂપી તમારા પૂસ્તકના જન્મની ખૂબ ખૂબ વધામણી. સપનાં જોવાનાં ચાલુ જ રાખજો અને તે પણ ખૂલી આંખે! શ્રી અદમ ટંકારવી જેવા સમર્થ સાહિત્યકાર પ્રસ્તાવના લખે એ સદભાગ્ય કહેવાય. દિલીપભાઈએ સરસ મુખપૃષ્ઠ બનાવ્યું છે.

   

  Jagadish Christian

 7. સપના..આભિનંદન!!!
  પુસ્તક પ્રગટ કર્યાની ખુશી !
  આશા છે કે એક દિવસ એ વાંચવા મળશે !
  DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
  http://www.chandrapukar.wordpress.com
  Sapana…Hope to see you on Chandrapukar !

   

  DR. CHANDRAVADAN MISTRY

 8. શ્રી સપનાબહેન,

  નમસ્કાર

  આપને આ પ્રકાશન નીમીત્તે ખુબ ખુબ શુભકામનાઓ. બસ આમ જ આપના સંતાનોમાં વધારો થતો રહે તેવી પ્રભુને પ્રાર્થના – અલ્લાતાલાને બંદગી.

  ખુદા હાફીઝ

  પ્રણામ

   

  Atul Jani (Agantuk)

 9. Hardic aabhinandan to you.
  sapanu sakar thata tamaru jeevan dhnya thayu.maru hriday khushithi
  ubharai gayu ane khuli aankhmathi harshna aansu sari padya.

  chandra

   

  sapana

 10. સપના…..
  અને એ પણ ખૂલી આંખનાં….!
  પુસ્તક સ્વરૂપે જ્યારે એ સપના સાકાર થયાં છે ત્યારે, પ્રથમ તો દિલ-ઓ-જાનથી મુબારકબાદ.
  અત્યારે તમે જે લાગણી અનુભવી રહ્યાં છો એ, મેં મારા ત્રણેય ગઝલ સંગ્રહોના પ્રકાશન વખતે અનુભવેલી છે,હું સમજી શકું છું એ રોમાંચને….
  પરવરદિગાર-એ-આલમ આપની હર ખ્વાહિશ-એ-ખાસને આમ સુખદ અંજામ બક્ષે એજ દુઆ.
  ખૂબ-ખૂબ અભિનંદન.
  હું જાણું છું કે,
  સપનાંએ બાંધેલા સંબંધ સાચવતાં-સાચવતાં કેટલું ખોવાય છે
  દરિયાની ધૂળ જેમ ખારાશ પીધેલી આંખેથી કેટલું જોવાય છે…
  આ ગઝલ આપ મારા ઓડીયો બ્લોગ http://www.shabdaswar.blogspot.com પર સાંભળી શક્શો.

   

  ડૉ. મહેશ રાવલ

 11. હકીકતમાં મારાં આજ સુધીમાં ૧૦ પુસ્તકો (૨ ગુજરાતીમાં અને ૮ અંગ્રેજીમાં) પ્રકાશિત થયાં છે અને દરેક પ્રકાશન વખતે એક સરખો જ આનંદ અનુભવ્યો છે.

   

  Girish Parikh

 12. આપના મજાના સપના સાચે જ એક રંગીન ભાત ચિત્રીત કરતા અમે
  અનુભવ્યા છે અને સરસ મજાનો આવકાર અને શ્રી દિલીપભાઈ ગજ્જરની
  કલ્પનાથી મઢાયેલ કવર પેઝ સાથે આપનું પુસ્તક સ્વરુપે સાહિત્ય જગતમાં
  પદાર્પણના શુભ સમાચાર માટે આપ ને અભિનંદન. પુસ્તક એ અનેરો આનંદ આપને આપેછે એટલો જ સૌને પણ આપશે જ.સાહિત્યકારને પોતાનું પુસ્તક પ્રકાશન માટે એક આનંદ હોય છે
  તો આપ મનભરીને માણો એવી શુભેચ્છા.
  રમેશ પટેલ(આકાશદીપ)

   

  Ramesh Patel

 13. પ્રથમ કાવ્યસંગ્રહના પ્રકાશન નિમિત્તે ખૂબ ખૂબ અભિનંદન. આવી જ રીતે લખતા રહો.

   

  Heena Parekh

 14. હાર્દિક અભિનંદન
  ખુબ આગળ વધો.

   

  સુરેશ જાની

 15. માળણ નદીનું પાણી રંગ લાવ્યું! મારી બાળભૂમિ મહુવાની એક ઉઘડતી કળીએ સપનું સાર્થક કર્યું એથી અદકો આનંદ થયો! અભિનંદન

   

  Bhajman Nanavaty

 16. આપને પ્રથમ સન્ગ્રહવેળઆએ દિલીપ અને ઈલાના અભીનન્દન

   

  dilip

 17. પ્રથમ પુસ્તક પ્રકાશન માટે ખૂબ ખૂબ હાર્દિક અભિનંદન, સપનાબેન…
  અને ભવિષ્ય માટે હાર્દિક શુભેચ્છાઓ. આવી જ રીતે લખતા રહો.અને ખુબ આગળ વધો.

   

  BHARAT SUCHAK

 18. સપનાબહેનઃ
  પ્રથમ કાવ્યસંગ્રહના પ્રકાશન નિમિત્તે
  અભિનંદન.
  મારી દિકરી યામિનીનો પ્રથમ ગઝલ સંગ્રહ
  અને મારા દિકરા પરેશનો વાર્તાના પુસ્તકો
  બહાર પડ્યા તેનો આનંદ માણ્યો છે.
  જો કે આ તો શરુઆત છે
  હજુ તો ખૂબ પ્રગતિ થશે
  પણ પ્રથમ તે પ્રથમ..
  ફરી હાર્દિક શુભેચ્છાઓ

   

  pragnaju

 19. ખુબ ખુબ અભિનંદન …!!

   

  Chetu

 20. salaam azizi “ sapna“banu bahen dili mubarkbadi aap ke “khuli aankh na sapna“book publish hui …bhohat khushi hui dili dua khub likho duagir ..riyaz randeri

   

  RIYAZ RANDERI

 21. બેન સપના,

  તમારાં સપના સાકાર થવા બદલ ખૂબ ખૂબ અભિનંદન.એ આનંદમા

  ભાગીદાર બનાવવા બદલ મોડે મોડે પણ આભાર.

  મહેક ટંકારવીની પ્રસ્તાવના ला जवाब રહી એના ઉપર કોઈ પણ અભિવ્યક્તી લખવી, મારી હેસ્યત નથી બેન
  મને ખૂબ આનંદ થયો જે શબ્દોમાં વર્ણવી નથી શકતો.

  “પાનખરમાંય ડાળ એક લીલી હજી” બસ એ મુજબ જ
  ભલે આવે સુનામી અડગ રહેજો “સપના”

   

  પટેલ પોપટભાઈ

 22. ‘ખૂલી આંખનાં

  સપનાં’નું સપનું

  ફળ્યું, શાબાશ!

   

  Valibhai Musa

 23. સપનાબેન,
  ’ ખૂલી આંખનાં સપનાં’ માટે ખુબ જ અભિનંદન ! તમારાં સપનાં સદાય સાકાર થતાં રહે તેવી સુભેચ્છાઓ.

   

  Suresh Lalan

 24. Congrats on your first book, all my duas with you.

  love

  Naseem Haveliwala
  Z’s Silver Inc.

   

  sapana

 25. વ્હાલા મિત્રો,
  આપ સર્વનો ખૂબ ખૂબ આભાર!આપે મારી બુકને દુઆ અને આશિર્વાદ આપવા બદલ.હવે જરુર એ સફળ થશે કારણકે દિલથી નીકળેલી દુઆ ક્યારેય અફળ નથી જતી..આપનો આભાર્!
  સપના

   

  sapana

 26. Congratulations Banu!
  You’re now officially “A Poet” or ” A Shayarana”. What an achievement! May all your dreams come true likewiise!!
  Yusuf vahora

   

  sapana

 27. Congratulations ! I am very happy for you. I will sure read with more in time hand so that I can pay extra attention.

  Rekha Sindhal

  http://axaypatra.wordpress.com

   

  sapana

 28. Congratulations, Sis !!!
  Hemant vora

   

  sapana

 29. Congratulations!! Bhabhi on your dream coming true. With your dream and hard work you have finally achieved your goal. Good Luck and many more to come.

  Jigisha

   

  sapana

 30. પ્રથમ ગઝલ્-કાવ્ય સંગ્રહ પ્રકાશન માટે ખૂબ ખૂબ હર્દિક અભિનંદન, અને વધું મળે તે અપેક્ષા.

   

  himanshu patel

 31. સુંદર છ્ંદબદ્ધ અને અછાંદ ગઝલ લખાણી હોય એ પુસ્તક સ્વરુપે પ્રકાશિત થાય એનો અનહદ આનંદ છે..મારા હાર્દિક અભિનંદન.
  ભવિષ્યમાં આપના તરફથી સુંદર સર્જનના પુસ્તકો પ્રકાશિત થાય એજ શુભેચ્છા..

   

  vishwadeep

 32. Mubarak Mubarak on your first publication of your poems.Its only been a year and a half and you reached the sky,you are now official.Sapana I am so happy for your success on your hard work Reading all your deep poetry I knew you will be somewhere soon and look at you now.Keep on dreaming and entertaining.Duas always

   

  Shenny Mawji

 33. સપનાના સપના સાકાર થાય તેનાથેી વધુ રુડુ શું હોઇ શકે ? જાણેીને ખુબ જ આનંદ થયો. અભિનંદન અને અઢ્ળક શુભેચ્છાઓ.

   

  devika dhruva

 34. પ્રથમ કાવ્ય-સંગ્રહ ‘ખૂલી આંખના સપના’ ના પ્રકાશન અવસર પર હાર્દિક અભિનંદન અને અઢળક શુભેચ્છાઓ!
  સુંદર મુખપૃષ્ઠ અને સરસ પ્રસ્તાવના વાંચી આનંદ થયો.
  ઉત્તરોત્તર પ્રગતિ માટે પ્રાર્થના.
  સુધીર પટેલ.

   

  sudhir patel

 35. ખુબ ખુબ અભિનંદન્

  આજે ઘણા સમય પછી તમારા બ્લોગની મુલાકાત લિધી

  અને જાણીને આનંદ થયો કે “ખુલ્લી આંખના સપના” પુસ્તક રુપે પ્રસ્તુત થઇ ગયુ છે.

  ફરી વાર ખુબ ખુબ અભિનંદન્

  ક્યારેક અમારા બ્લોગની પણ મુલાકાત લો

  મયુરકુમાર પ્રજાપતિ
  http://www.aagaman.wordpress.com

   

  Mayurkumar

 36. પુસ્તકના પ્રકાશનના સમાચાર જાણ્યા. એ જ બતાવે છે કે ખુલી આંખે જોયેલા સ્વપ્ન પણ સાકાર થાય છે. ખુબ ખુબ શુભેચ્છાઓ.

   

  Daxesh Contractor

 37. પ્રિય સપના,

  ઘણા દિવસોથી અમદાવાદની બહાર હતી એટલે તમારી આ ખુશી સુધી મોડું પહોંચાયું.

  નવા પુસ્તકનો આનંદ ખરેખર જ બાળકના જન્મ જેવો હોય છે. બસ આમ જ લખતા રહો.

  આપનેહૃદયપૂર્વકની ઘણી ઘણી શુભેચ્છાઓ.

  લતા હિરાણી

   

  Lata Hirani

 38. પ્રથમ પુસ્તકના પ્રાકટ્ય નિમિત્તે ખૂબ ખૂબ અભિનંદન.

   

  કિરણસિંહ ચૌહાણ

 39. દિલીપ ભાઇ ગજ્જર અને પંચમજીના બ્લોગ પર જ “ખૂલી આંખના સપના” પુસ્તક વિમોચનની જાણ થઇ હતી. સપનાજી ખુબ ખુબ સપનાઓ જુઓ અને ગઝલોના ગુલદસ્તાઓ મહેકાવતા રહો એજ શુભેચ્છા.

   

  દિનકર ભટ્ટ

 40. Bhabhi,

  It is my privilege and pleasure to congratulate you from bottom of my heart on publishing your Book.

  I have always admire those who see dreams with open eyes and your name is on top of my admiration and pride.

  Once more time pen is mightier then sword and it has power to change people so never ever give up your dreams of open eyes.

  Santosh Bhatt

   

  Santosh Bhatt

 41. સપનાબેન પ્રથમ પુસ્તક પ્રકાશન માટે હાર્દિક અભિનંદન .
  સરસ પ્રસ્તાવના છે વાંચીને સપનાબેન પુસ્તક વિશેની ઉત્સુકતા વધી જાય તેવી છે .
  http://rupen007.feedcluster.com/

   

  RUPEN

 42. ‘સપના’ વિજાપુરાનાં ‘ખૂલી આંખનાં સપનાં’ (ગિરીશના ભાવ પ્રતિભાવ) અવલોકન http://www.girishparikh.wordpress.com પર પોસ્ટ કરી દીધું છે. વાંચવા વિનંતી.

   

  Girish Parikh

 43. હેલ્લો, ખુલ્લી આંખનાં સપનાં ખરેખર સાચાં પડે છે. તેનું ઉતમ ઉદહરણ આપ અને આપનું પ્રથમ પ્રકાશિત થયેલ પુસ્તક છે. પ્રથમ પુસ્તકના પ્રાકટ્ય નિમિત્તે ખૂબ ખૂબ અભિનંદન…

  આપનેહૃદયપૂર્વકની ઘણી ઘણી શુભેચ્છાઓ.

   
 44. પ્રથમ કાવ્યસંગ્રહના પ્રકાશન નિમિત્તે થોડી મોડી પણ દિલની શુભકામનાઓ…

  તમારાં સપનાંનું આકાશ સફળતાની ધરતીને અડતું રહે એ જ અંતરેચ્છા…

   

  વિવેક ટેલર

Leave a Reply

Message: