6 Sep 2010

સર્જકો સાથે સાંજ

Posted by sapana


IMAG0224


મિત્રો


શિકાગો આર્ટ સર્કલ દ્વારા યોજીત સર્જકો સાથે સાંજ પ્રોગ્રામનો શુભ આરંભ સપ્ટેમ્બર ૪,૨૦૧૦ થી  કવિશ્રી અનિલ જોષીના શુભ હસ્તે થયો.આ પ્રોગ્રામ કવિશ્રી અશરફભાઈ અને કવયિત્રી મધુમતીના સાહિત્ય મંદિર જેવાં ઘરમાં રાખવામાં આવ્યો.આ પ્રોગ્રામનો મુખ્ય હેતુ નવોદિત કવિઓને સાંભળવા અને એમની કવિતાઓનું વિવેચન કરી એમની ક્ષતિઓને દૂર કરી એમને માર્ગ દર્શન આપવું.

અશરફભાઈ અને મધુમતીબેન જેવા ખ્યાતનામ ડોકટર અને પોતાનાં તબીબી વ્યવસાયમાં વ્યસ્ત હોવા છતાં આ બીડું ઝડપ્યું છે તે કાબીલે તારીફ  છે.અને અમારા જેવાં નવોદિત માટે આશીર્વાદ છે.આના પરથી એમની સાહિત્ય પ્રત્યેની પ્રીતનો  અહેસાસ થયો.
પ્રોગ્રામનો આરંભ કવિશ્રી અનિલભાઈના પ્રવચનથી થયો.એમાં એમણે ગીત અને એનું બંધારણ અને રોજની ભાષામાં લખાતાં ગીતો અને લય સાચવવાની સમજણ આપી.જે મારાં માટે તો નિશંક ઉપયોગી છે.એમણે પોતાનું ગુલમહોરનુ ગીત ટાંકી વાતાવરણ રતુંબડુ બનાવ્યું હતું

અશરફભાઇએ પોતાનું અછાંદસ Schizophrenia નું પઠન કરી અછાંદસની મહત્તા સમજાવી હતી.અને ત્યારબાદ ગઝલનાં બંધારણની ચર્ચા થઈ એમાં ઘણાં સવાલ  થયાં અને અશરભાઈ એના સરળ  સમજાય એવી ભાષામાં જવાબ આપ્યાં. અશરફભાઈએ પોતાની એક ગઝલ વાંચી એના ઉપરથી ઉદાહરણ આપીને કાફિયા રદિફની સમજ પાડી.

ત્યારબાદ મધુમતીબેનથી ગઝલનું પઠન ચાલુ થયું .આઠેક કવિઓએ પોતાની કવિતાઓનું પઠન કર્યુ અને એનાં ઉપર અશરફભાઈએ વિવેચન કર્યુ. શિકાગો ખાતે આવા સાહિત્યના પ્રોગ્રામની  જરૂરત હતી.આ પ્રોગ્રામ ચાલુ કરવા માટે શિકાગો આર્ટ સર્કલ અને સાહિત્ય પ્રેમીઓ અશરફભાઈના ઋણી રહેશે.આ પ્રોગ્રામ દર બે મહીને થશે.આ પ્રોગ્રામમા ભાગ લેવો હોય તો તમે મારા ઈમેઇલ પર ઈમેઇલ કરી શકો છો.

sapana53@hotmail.com

Subscribe to Comments

15 Responses to “સર્જકો સાથે સાંજ”

  1. સુંદર તકનો લાભ મળ્યો..અભિનંદન..

     

    vishwadeep

  2. હું ભાગ લઈ શકું?

     

    "માનવ"

  3. ખુબ જ સુંદર તક મળી એમ થાય કે અમ્ને પણ આવી તક મળે તો ભાગ્ય…આપને અભિનંદન અને નિયમિત બે મહિને મળતા રહો તેમા સફળ થાઓ તે જ શુભેચ્છા. દરિયાપારના સર્જક ઊણા નહિ ઉતરે કદી…અને આપણી ભાષાનું ગૌરવગાન થશે. પ્રત્યેક નવોદિતને આવા માર્ગદર્શનની ખરા સમયે જરુર હોય છે..જેથી નવોદિતો હાંસી ને ઉપેક્ષાપાત્ર ન બન્યા કરે !!!!

     

    dilip

  4. અરે ભૂલી જ ગયો..કે અમને આવવા દેશો…કે ?

     

    dilip

  5. પ્રસંશનીય કામ. શિકાગો આર્ટ સર્કલને આવી પ્રવૃતિ આગળ વધારવા માટે શુભેચ્છઓ.

     

    Pancham Shukla

  6. We may join you sometime. Thanks for sharing. nice creation.

    Rekha Sindhal

     

    sapana

  7. aa sari ghatana chhe . hu Bharat pahochi gayo aap shuno prem sathe lai ne

    krushna dave

     

    sapana

  8. . શિકાગો ખાતે આવા સાહિત્યના પ્રોગ્રામની જરૂરત હતી.આ પ્રોગ્રામ ચાલુ કરવા માટે શિકાગો આર્ટ સર્કલ અને સાહિત્ય પ્રેમીઓ અશરફભાઈના ઋણી રહેશે.આ પ્રોગ્રામ દર બે મહીને થશે.આ પ્રોગ્રામમા ભાગ લેવો હોય તો તમે મારા ઈમેઇલ પર ઈમેઇલ કરી શકો છો…………………
    આ પહેલો કાર્યક્રમ..અને હવે બીજા બે બે મહિને..જાણી આનંદ !
    >>>>ચંદ્રવદન
    Wishing you all the Best !
    DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
    http://www.chandrapukar.wordpress.com
    Inviting all the Readers to Chandrapukar !

     

    DR. CHANDRAVADAN MISTRY

  9. અશરફભાઈ અને મધુબહેનને આ કાર્યક્રમ શરૂ કરવા માટે શબ્દપૂર્વક અને હ્રદયપૂર્વક અભિનંદન, અને કાય્રક્રમમાં ભાગ લેનાર સૌને શુભેચ્છાઓ પાઠવું છું.

    અશરફભાઈ અને મધુબહેનનું ઘર અને ખાસ કરીને બેઇઝમેન્ટ સાહિત્ય મંદિર જ છે — ત્યાં સાહિત્યના ઘણા ઉત્તમ કાર્યક્રમો થયા છે. અંગદ વાત લખું તો મોડી રાત સુધી ત્યાં ચાલેલા એક મુશાયરા પછી આ લખનાર અશરફ અને મધુબહેનના ઘરના બેઇઝમેન્ટમાં સુઇ ગયલો ત્યારે એણે સ્વપ્નમાં આદિલના દર્શન કર્યાં હતાં અને એમના એને આશીર્વાદ મળ્યા હતા.
    –ગિરીશ પરીખ મોડેસ્ટો કેલિફોર્નિયા
    E-mail: girish116@yahoomail.com

     

    Girish Parikh

  10. http://www.girishparikh.wordpress.com બ્લોગ પર ‘વિશ્વસાહિત્યમાં સ્થાન લે એવું ગુજરાતી કાવ્યઃ SCHIZOPHRENIA’ પોસ્ટ કર્યું છે. વાંચવા અને પ્રતિભાવ આપવા વિનંતી કરું છું.
    — ગિરીશ પરીખ E-mail: girish116@yahoo.com

     

    Girish Parikh

  11. સાહિત્ય ક્ષેત્રે આપ સૌના યોગદાનના સમાચારથી ખૂબ જ
    આનંદ થયો, ખૂબ ખૂબ અભિનંદન સાહિત્યિક મિત્રજનોને.

    રમેશ પટેલ(આકાશદીપ)
    લાગે દર્શનો ભલા…..રમેશ પટેલ(આકાશદીપ)

    -Pl find time to visit my site and leave a comment

    સ્વરચિત અને ગમતીલી ગદ્ય અને પદ્ય રચનાઓ
    http://nabhakashdeep.wordpress.com/

    With regards
    Ramesh Patel

     

    Ramesh Patel

  12. સરસ વાત અને કામ.
    ઘણો આનન્દ થયો,
    અહીં પણ એવુ કાંઈક થતુ હોત તો?
    ખુબ ખુબ અભીનન્દન.

     

    urvashi parekh

  13. ખુબ સારુ કામ અને ઘણી સારી વાત,
    ખુબ ખુબ અભીનન્દન,

     

    urvashi parekh

  14. મા. બહેન સપના

    ખુબ ખુબ અભિનંદન્,

    સુંદર તક મળી. ઈદ પહેલાં ઈદની ભેટ રૂપે.

     

    પટેલ પોપટભાઈ

  15. ખુલી આંખોએ સપના જોવા ને સિદ્ધ કરવા તે કોઈ નાની સુની ઘટના નથી દ્રષ્ટાંત રૂપી કોઈ એક સપના માં જ જોવા મળ્યું તે પણ સદભાગ્ય કહેવાય.

     

Leave a Reply

Message: