24 Jun 2013

સમી સાંજનાં સપનાં

Posted by sapana

sapana3

મિત્રો,
સપનાંનો કારવાં ચાલતો રહે છે.. ફરી એક વરસ વીતી ગયું..સપનું બની ઊડી ગયું..આ સફર ૨૦૦૯થી શરૂ થઈ હતી અને હજું ચાલ્યાં કરે છે અને ચાલતી રહેશે..મરણાંત..મારાં કાવ્યરૂપી સપનાં ને ચાર વરસ થઈ ગયાં…હજું નાનું બાળક છે….હજું તો જવાની સુધી પહોંચશે…અને પછી પુખ્તતા સુધી..આ સફરમાં ઘણાં મિત્રો મળ્યાં એ સર્વની દિલથી આભારી છું…આ સપનાંની સફરમાં મારાં પતિએ અને મારાં દિકરાએ પણ ખૂબ સાથ આપ્યો એ બન્નેની પણ આભારી છું..હાં જો સપનાં ના હોત તો????
તો કદાચ ચાર વરસ પહેલાં આ બ્લોગ બન્યો ના હોત!!!આજ આપની સમક્ષ રજુ કરું છું “સમી સાંજના સપનાં” મારી ચોથી વર્ષગાંઠનાં દિવસે ..મારી એટલે મારાં સપનાંની….”ખૂલી આંખનાં સપનાં”ની વર્ષગાંઠ…

સપના વિજાપુરા

 

મુજ નયનમાં સજતાં સમી સાંજનાં સપનાં
પૂર્ણ થઈને સોહે ખૂલી આંખનાં સપનાં

થઈ સિતારો ચમકે ગઝલ આભમાં ઝગમગ
ચાંદ જેવાં શીતળ નરી રાતનાં સપનાં

ફૂલ, ફોરમ,બુટા જુહી વેલ મહેંકે હાથ
ખુશ્બુ આપે મેંદી ભર્યા હાથનાં સપનાં

ખૂબ નાનો પાલવ છે મારો છતાં ઈશ્વર
તું ભરી દે એમાં બધી જાતનાં સપનાં

ભીંજવી દઉં તરસી ધરા પ્રેમથી મારાં
વરસું હું મૂશળધાર કહે આભનાં સપનાં

રંક્ના જીવનમાં ન રોમાન્સ કે ડાન્સ
પેટભર રોટી એજ છે રાંકના સપનાં

સર્વ દિવસો પંખી બની દૂર ઊડી ગયાં
લાવું દિવસો પાછાં ફરી પાંખનાં સપનાં

ક્યાંક તૂટે ના સ્પર્શથી એજ ડર લાગે
ખૂબ નાજુક કાજળ ભરી આંખનાં સપનાં

કોઈપણ રોકી ના શકે બે હ્રુદય મળતાં,
વ્હાલભર્યા મધ મધુર એકાંતના સપના

સપના વિજાપુરા

Subscribe to Comments

26 Responses to “સમી સાંજનાં સપનાં”

  1. ફરી એક વરસ વીતી ગયું..સપનું બની ઊડી ગયું..આ સફર ૨૦૦૯થી શરૂ થઈ હતી અને હજું ચાલ્યાં કરે છે અને ચાલતી રહેશે..
    >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
    સપનાબેન,
    અભિનંદન !
    સફર ચાલુ રહે અને અમોને પ્રસાદી મળતી રહે !
    ….ચંદ્રવદન
    DR. CHANDRAVADAN MISTRY
    http://www.chandrapukar.wordpress.com
    Invitation to read a Post on Chandrapukar…Hope to see you soon.

     

    DR. CHANDRAVADAN MISTRY

  2. ખુબ અભિનદન . આપની આ સાહિત્યયાત્રા ચાલુ જ રહે અને એનો રસાસ્વાદ અમને મળ્તો રહે એ જ પ્રાર્થના …..

     

    Gunvant Vaidya

  3. Aa aapni safar avirrat chalti rahE avi anterthhi subhexa..
    Har MaHaDeV Har

     

    shailesh jadwani..

  4. ખુબ ખુબ અભીનન્દન.
    સપનાબેન, તમારી યાત્રા સ્રરસ ચાલતી રહે તેવી શુભેછાઓ સાથે..

     

    urvashi parekh

  5. Dear Sapanaben,

    Congratulations ! Your words are always very delicate and sensitive. It is a gift of God to you. With best wishes and regards,
    Enjoyed your poem on Sami Sanjna Sapana !
    Dinesh O.Shah

     

    Dr. Dinesh O. Shah

  6. Sapana Ben,
    Namaste !
    Congratulations !
    God may bless your dreams !
    Beni Tamara Sapana Sakar Bano !
    I addressed BENI rightfully, I am from Mahuva.
    Tamari Kavya Dhara Kayam Vaheti Rahe Tevi Aaj Din Ni Shubhechha.
    All the best wishes.
    Himat & Hansa Parekh

     

    sapana

  7. ખૂબ નાનો પાલવ છે મારો છતાં ઈશ્વર
    તું ભરી દે એમાં બધી જાતનાં સપનાં
    ભીંજવી દઉં તરસી ધરા પ્રેમથી મારાં
    વરસું હું મૂશળધાર કહે આભનાં સપનાં

    અભિનંદન !

     

    pragnaju

  8. Abhinandan

     

    sajid

  9. ખૂબ નાનો પાલવ છે મારો છતાં ઈશ્વર
    તું ભરી દે એમાં બધી જાતનાં સપનાં

    સરસ…

    વળી, ચોથી બ્લોગવર્સરિ નિમિત્તે અભિનંદન પણ…

     

    Valibhai Musa

  10. ખુબ ખુબ અભિનંદન સપના બેન.
    તમારા સ્વનને જરુર પાંખ મળે ઉડાન મળે બસ તમે પીંછા ભરજો અમારી દુવા હવા બનીને આવશે

     

    ghanshyam alagiya

  11. hertly congratulations sapnaben..keep it up..ur blog is really v. n ice.

     

    sneha patel - akshitarak

  12. સપનાબેન ,

    તમારી સપનાની વણઝાર ચાર વરસથી ચાલી રહી છે એ હજુ અવિરત ચાલતી રહે એવી
    શુભકામના ..!! તમારા સપના સાકાર પણ થતાં રહે એવી ઉપરવાળાને પ્રાર્થના ….!!

    – અશોક જાની ‘આનંદ’

     

    sapana

  13. ઘસઘસાટ ઊંઘનારને સપનાં યાદ નથી રહેતાં, બાકી આવતાં તો હોય જ છે. તમારાં સપનાંને તમે સૌનાં અપનાં બનાવ્યાં છે તેથી જ તે બહુ ખપનાં છે….

    અભિનંદન.

     

    jjugalkishor

  14. ખૂબ ખૂબ અભિનંદન !
    નયનમાં સજતાં રહે સમી સાંજનાં સપનાં એ જ શુભેચ્છા !

     

    Pravin Shah

  15. ખૂબ નાનો પાલવ છે મારો છતાં ઈશ્વર
    તું ભરી દે એમાં બધી જાતનાં સપનાં
    ખૂબ મજાનું.
    ખૂબ ખૂબ વધામણી..સુશ્રી સપનાબેન.
    લાગણીઓથી ભરી આપની ગઝલો એટલે પૂનમની ભરતી. બસ સપના
    સજાવતા જ રહેજો.

    રમેશ પટેલ(આકાશદીપ)

     

    Ramesh Patel

  16. મુજ નયનમાં સજતાં સમી સાંજનાં સપનાં
    પૂર્ણ થઈને સોહે ખૂલી આંખનાં સપનાં
    થઈ સિતારો ચમકે ગઝલ આભમાં ઝગમગ
    ચાંદ જેવાં શીતળ નરી રાતનાં સપનાં

    સુંદર , આમ જ ગઝલગુર્જરી યાત્રા જારી રહે..
    આપના બ્લોગને ચોથી વર્ષગાંઠે શત શત અભિનંદન…

     

    dilip

  17. અભિનંદન…. સપના ગૂથતા રહો…અને જરુરથી નિહાળતા રહો…અને અમે તમારા સપનાઓમાં જરુરી રંગ ભરતા રહીશું…અને બ્લોગ સજાવતાં રહીશુ….

     

    narendrajagtap

  18. સપના ના સપના રંગીન અને માસુમ બની અહીં સજ્યા કરે ..ખુબ ખુબ આભિનંદન્ !!

     

    Rekha shukla(Chicago)

  19. અભિનંદન અને દિલી શુભેચ્છા.

     

    Devika Dhruva

  20. Thanks for sharing….. Sapana Vijapura…. Ati sunder !!!
    બિપીન દાતાની

     

    sapana

  21. ઘણા સમય પછી મુલાકાત લીધી

    ખુબ જ સુંદર રચના

    અભિન્ંદન અને શુભેચ્છા સાથે

    આપના આગમનની પ્રતીક્ષાએ

    મયુર પ્રાજાપતી

     

    કુમાર મયુર

  22. સપનાજી,

    આપના કા્વ્યો સરસ હોય છે.. ટુંકા, સચોટ અને અર્થસભર…લાગણીના પ્રતિકસમ…

    આપના હૃદય-મનમાં-વિચારોમાં આપેલ એ તત્વ બદલ દુનિયાના સર્જનહાર ભગવાન (અલ્લાહ)ને પ્રણામ…

    આપના શબ્દોને વધુ ને વધુ અસરકારક બનાવવા આપને વધુ શબ્દસભર બનાવે એવી પ્રાર્થના (ઇબાદત).

    હૃદયના ઉંડાણ વધે..અને લાગણીની ધાર વધુ નીકળે, અસરકારકતા આપની રચનાઓમાં છલકાય તેવી શુભેચ્છા..

    – P U Thakkar

     

    sapana

  23. નમસ્કાર!
    આપનો બ્લોગ ”ખૂલી આંખનાં સપનાં” વાંચ્યો અને આપે જે રચના અને કૃતિઓ આપના બ્લોગ ઉપર મૂકેલ છે તે ખૂબ જ ઉપયોગી અને સુંદર છે.
    આશા છે આપનો બ્લોગ દિનપ્રતિદિન સફળતાના ઉન્નત શિખરો પ્રાપ્ત કરે તેવી શુભકામનાઓ.
    આપ આપના બ્લોગ થકી ગુજરાતી ભાષાનો જે પ્રસાર – પ્રચાર કરી રહ્યા છો તે સંદર્ભે ગુજરાતીલેક્સિકોન ટીમ વતી અમો આપ સમક્ષ એક રજૂઆત કરવાની મહેચ્છા દાખવીએ છીએ.
    ગુજરાતીલેક્સિકોન એ સતત છ વર્ષથી ભાષાના પ્રચાર -પ્રસાર માટે કાર્ય કરે છે. ગુજરાતીલેક્સિકોનની વેબસાઇટ ઉપર 45 લાખથી પણ વધુ શબ્દો અને અંગ્રેજી – ગુજરાતી શબ્દકોશ, ગુજરાતી – અંગ્રેજી શબ્દકોશ, ગુજરાતી – ગુજરાતી શબ્દકોશ જેમાં સાર્થ-બૃહદ અને ભગવદ્ગોમંડલોન સમાવેશ થાય છે, હિન્દી – ગુજરાતી શબ્દકોશ, વિરુદ્ધાથી શબ્દો, કહેવતો, રૂઢિપ્રયોગ, પર્યાયવાચી શબ્દો, શબ્દ સમૂહ માટે એક શબ્દ, વિવિધ રમતો, ગુજરાતી જોડણી ચકાસક (સ્પેલચેકર) વગેરે જેવા વિવિધ વિભાગો આવેલા છે.
    આ ઉપરાંત, આ સમગ્ર સ્રોત વિના મૂલ્યે ડાઉનલોડ કરવાની સુવિધા પણ આપવામાં આવી છે.
    માતૃભાષાના સંવર્ધન અને પ્રચારના અમારા આ પ્રયાસમાં આપ પણ સહભાગી થાવ એવી અમારી ઇચ્છા છે. આ સંદર્ભે આપે ફકત આપના બ્લોગ ઉપર યથાયોગ્ય સ્થાને ગુજરાતીલેક્સિકોન (http://www.gujaratilexicon.com) અને ભગવદ્ગોમંડલ (http://www.bhagwadgomandal.com)વેબસાઇટની લિંક મૂકવાની છે. જેથી વિશ્વભરમાં સ્થાયી થયેલ કોઈ પણ વ્યક્તિ એ લિંક ઉપર ક્લિક કરી પોતાની માતૃભાષા સાથેનો સંબંધ જાળવી રાખી શકે. અમને આશા છે આપ આ કાર્યમાં અમારી સાથે જોડાશો. તો ચાલો સાથે મળી આપણી ગરવી ગુજરાતી ભાષાના પ્રચાર અને પ્રસાર માટે એક સહિયારો પ્રયાસ કરીએ. આપને આ સંદર્ભમાં કોઈ પણ પ્રશ્ન કે મૂંઝવણ હોય તો વિના વિલંબ આપ અમને ઈમેલ કરી શકો છો અથવા ફોન ઉપર પણ સંપર્ક કરી શકો છો. અમારો ફોન નંબર આ મુજબ છે – ૦૭૯ – ૪૦૦ ૪૯ ૩૨૫

     

    Gujaratilexicon

  24. પ્રિય સપનાબેન્,
    અભિનન્દન અને તમ્મરિ નિચેનિ પન્ક્તિઓ ખુબ જ રદય સ્પર્શિ લાગેી.

    ખૂબ નાનો પાલવ છે મારો છતાં ઈશ્વર
    તું ભરી દે એમાં બધી જાતનાં સપનાં
    ભીંજવી દઉં તરસી ધરા પ્રેમથી મારાં
    વરસું હું મૂશળધાર કહે આભનાં સપનાં
    રંક્ના જીવનમાં ન રોમાન્સ કે ડાન્સ
    પેટભર રોટી એજ છે રાંકના સપનાં

     

    Dr. Dinesh O. Shah

  25. શ્રી સપનાબહેન,

    વિતેલા વર્ષોની જેમ અનેક વર્ષો સાહિત્ય જગતમા છવાયેલાં રહો.

    આપા સાહિત્ય જગતનાં અનન્ય સ્તંભ છો.

    આપનાં કાવ્યો “જન ફરિયાદ”માં માણું છું.

    ખોબલા ભરી અભિનંદન.

    ” ખુલલ્લી આંખનાં સપનાં ” જગ આખાનાં સપનાં બની જાવ એવી શુભેચ્છા.

     
  26. Congratulations for another fruitful year It is a pleasure to read your kavyas Thank you

     

    Shenny Mawji

Leave a Reply

Message: