22 Apr 2013

ચપટી ઉજાસ

Posted by sapana

photo(95)

ઊંડા તિમિર મહી તારો ચપટી ઉજાસ
એ તો સમાજમાં લાવે નક્કી ઉજાસ

કાળા અજ્ઞાનનાં અંધારા દૂર થાય
આવે જો જ્ઞાનનો મટકી મટકી ઉજાસ

સૂરજ કિરણ ન વાદળ્ છૂપાવી શકે છે
ફેલાવશે એ અજવાળા છટકી ઉજાસ

કોની મજાલ કે રોકી રાખે પ્રકાશ?
ઘરની તિરાડમાંથી જાય ફટકી ઉજાસ

પુષ્પો હસે છે શબ્દોના તુજ જનસત્તામાં
ગુજરાત ઝળહળે આખું ચપટી ઉજાસ

‘સપના’ મળી ગયો છે સૂરજ આજ તો
કર કંકુનાં દિશા નવ ને અસલી ઉજાસ

સપના વિજાપુરા

Subscribe to Comments

9 Responses to “ચપટી ઉજાસ”

  1. પુષ્પો હસે છે શબ્દોના તુજ જનસત્તામાં
    ગુજરાત ઝળહળે આખું ચપટી ઉજાસ

    ‘સપના’ મળી ગયો છે સૂરજ આજ તો
    કર કંકુનાં દિશા નવ ને અસલી ઉજાસ

    સપના વિજાપુરા
    ગમી જાય એવો ઉમળકાભર્યો સંદેશો.

    રમેશ પટેલ(આકાશદીપ)

     

    Ramesh Patel

  2. સુંદર રચના…!!

     

    અશોક જાની 'આનંદ'

  3. કાળા અજ્ઞાનનાં અંધારા દૂર થાય
    આવે જો જ્ઞાનનો મટકી મટકી ઉજાસ

    સપનાબેન,
    એક સરસ રચના.
    સાથે તમો અને નીલમબેન છે ફોટામાં…નીલમબેનને નિહાળી મળ્યા સમાન આનંદ !
    >>ચંદ્રવદન્
    >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>…..,
    Sapanaben….Inviting you & Nilamben to my Blog !

     

    DR. CHANDRAVADAN MISTRY

  4. Ato khub saras che. Koi var amne labh apo ane sabhravo tamari sundar chapti ujas.

    દિલીપ ભટ્ટ

     

    sapana

  5. NEELAM BEN NI MITRATAA MAA THAYELI GAJAL SARAS CHHE ANE HERDAI NE AANADIT KARE CHHE

    TAMAARI KAVITA NO BANWRO
    ray

     

    sapana

  6. સૂરજ કિરણ ન વાદળ્ છૂપાવી શકે છે
    ફેલાવશે એ અજવાળા છટકી ઉજાસ
    સુન્દર ગઝલ

     

    dilip

  7. આભાર દિલીપભાઈ

     

    sapana

  8. આભાર જાની સાહેબ

     

    sapana

  9. સરસ.

     

    PanchamShukla

Leave a Reply

Message: