Next Post Previous Post
21
May
2013
કોણ માનશે?
Posted by sapana

આપણે જે આઝાદીની હવામાં શ્વાસ લઈએ છીએ એની પાછળ કોઈ મા ના લાલનું ખૂન રેડાયું છે. એટલે આ અઝાદીને સસ્તી ના સમજવાની ભૂલ ના કરવી!! હર સૈનિક ની જિંદગી એક વાર્તા છે. ચાહે એ પ્રખ્યાત થયો કે નહીં!!આપણા માટે એ ભારત રત્ન જ છે.
હોય છે આંસુંમા પણ અગન કોણ માનશે?
તોય હસતાં રહે છે વદન કોણ માનશે?
મા કરી નેજવું દીકરાની છે રાહમાં,
કેટલાં એ કરે છે જતન કોણ માનશે?
લાશ આવી છે સરહદથી લોહી લુહાણ જે
કોઈ માંની આંખનું એ રતન કોણ માનશે?
હો પહેરા અહીં ટેરવે તે છતાં જુઓ
હોંઠ પર એમનાં છે કવન કોણ માનશે?
શીઘ્રતાથી ચડે છે એ પાછાં ફરે છે શીઘ્ર
થાય અભિમાનથી તો પતન કોણ માનશે?
રણ હ્રદયનાં સુકાયા છે એવાં ના પૂછજે
પ્રેમ ટીપું કરે છે જલન કોણ માનશે?
આગમન એમનું થયું હ્રદયની જમીન પર
લો મહેંકી ગયું છે સદન કોણ માનશે?
મોતથી આટલો પ્રેમ!! ‘સપના’ તું છે ખરી!!
તું ય રાખે છે ઘરમાં કફન કોણ માનશે?
સપના વિજાપુરા
31 Responses to “કોણ માનશે?”
Leave a Reply
વાહ વાહ
Rekha shukla(Chicago)
May 21st, 2013 at 5:19 ampermalink
nice heart touching
devang dave
May 21st, 2013 at 5:31 ampermalink
Sapanaben, Congratulations for this poem. It is excellent and the poetry is best. Keep on moving forward !! Dinesh O. Shah
Dr. Dinesh O. Shah
May 21st, 2013 at 3:21 pmpermalink
ખૂબ સુંદર …
હેમંત ગોહિલ "મર્મર '
May 21st, 2013 at 6:27 pmpermalink
સપના, સરસ..સરસ ગઝલ..
Devika Dhruva
May 21st, 2013 at 9:29 pmpermalink
YOUR GHAZAL ” KAUN MAANSHE ” IS VERY SENTIMENTAL AND HEART TOUCHING. IT GIVES A VERY SINCERE PICTURE OF WAR AND ITS CONSEQUENCES. I AM VERY MUCH IMPRESSED
sapana
May 21st, 2013 at 9:56 pmpermalink
YOUR GHAZAL ” KAUN MAANSHE ” IS VERY SENTIMENTAL AND HEART TOUCHING. IT GIVES A VERY SINCERE PICTURE OF WAR AND ITS CONSEQUENCES. I AM VERY MUCH IMPRESSED
Rehaman “saaz”
sapana
May 21st, 2013 at 9:57 pmpermalink
Good one!!!
Dilip Bhatt
sapana
May 21st, 2013 at 9:58 pmpermalink
હ્રુદયાશ્પર્શી ગઝલ અને સંવેદનશીલ શેર …
લાશ આવી છે સરહદથી લોહી લુહાણ જે
કોઈ માંની આંખનું એ રતન કોણ માનશે?
કોણ માનશે, રદીફ જુદા જ છંદમાં પ્રયોજેલ માણ્યો ..
dilip
May 21st, 2013 at 10:14 pmpermalink
પ્રશ્નની વેદનામા ખૂલે છે શ્બ્દની અભિવ્યક્તિ અને સંદર્ભો જેના પાયા પર ઉભી છે હયાતી.સરસ અને ગમી ગઝલ.
himanshu patel
May 21st, 2013 at 11:49 pmpermalink
વાહ! એક સર્વાંગ સુંદર ને ભાવથી ધસમસતી ગઝલ. આટલી
સુંદર ગઝલ માટે આપને ખૂબખૂબ અભિનંદન.
રમેશ પટેલ(આકાશદીપ)
Ramesh Patel
May 22nd, 2013 at 1:18 ampermalink
લાશ આવી છે સરહદથી લોહી લુહાણ જે
કોઈ માંની આંખનું એ રતન કોણ માનશે
“વોર”નું પારિણામ કરૂણ છતાં, “વોર” કેમ ના બંધ ?
આ જ અગ્યાનતા !
DR. CHANDRAVADAN MISTRY
http://www.chandrapukar.wordpress.com
Inviting to my Blog !
DR. CHANDRAVADAN MISTRY
May 22nd, 2013 at 1:21 ampermalink
ખૂબ સુંદર અભિવ્યક્તિ
સુનીલ શાહ
May 22nd, 2013 at 2:32 ampermalink
લો મહેંકી ગયું છે સદન કોણ માનશે…..
સરસ અભિવ્યક્તિ સભર સુંદર ગઝલ !
અભિનંઅદન, સપનાબેન !
Pravin Shah
May 22nd, 2013 at 6:46 ampermalink
fine ….toucheble……
narendrajagtap
May 22nd, 2013 at 10:23 ampermalink
સુંદર અભિવ્યક્તિઓથી સભર ગઝલ…!!
અશોક જાની 'આનંદ'
May 23rd, 2013 at 11:48 ampermalink
ખૂબ સરસ ગઝલ.જૂની રદીફને નવા કાફિયાના સુંદર સ્ંયોજનથી કહેવાયેલી રચના ગમી.
અભિનંદન
kishore modi
May 23rd, 2013 at 1:45 pmpermalink
આભાર કિશોરભાઈ!!
sapana
May 23rd, 2013 at 11:52 pmpermalink
આભાર નરેન્દ્રભાઈ..
sapana
May 23rd, 2013 at 11:53 pmpermalink
સુનિલભાઈ ઘણાં વખતે પધાર્યા આપનો ખૂબ આભાર!!
sapana
May 23rd, 2013 at 11:54 pmpermalink
આભાર જાની સાહેબ
sapana
May 23rd, 2013 at 11:54 pmpermalink
આભાર પ્રવિણભાઈ
sapana
May 23rd, 2013 at 11:55 pmpermalink
ચંદ્રવદનભાઈ આપનો ખૂબ ખૂબ આભાર…
sapana
May 23rd, 2013 at 11:56 pmpermalink
રમેશભાઈ આપની આભારી છું…
sapana
May 23rd, 2013 at 11:56 pmpermalink
હિમાંશુભાઈ પ્રોત્સાહન માટે આભાર..
sapana
May 23rd, 2013 at 11:57 pmpermalink
આભાર દિલીપભાઈ..
sapana
May 23rd, 2013 at 11:57 pmpermalink
આભાર આભાર પ્રેમથી
sapana
May 23rd, 2013 at 11:58 pmpermalink
આભાર હેમંતભાઈ ભલે પધાર્યા પધારતાં રહો
sapana
May 23rd, 2013 at 11:58 pmpermalink
આભાર દિનેશભાઇ..
sapana
May 23rd, 2013 at 11:58 pmpermalink
આભાર..
sapana
May 23rd, 2013 at 11:59 pmpermalink
રણ હ્રદયનાં સુકાયા છે એવાં ના પૂછજે
પ્રેમ ટીપું કરે છે જલન કોણ માનશે?
સુરદ
prakash mahida
June 18th, 2013 at 12:34 pmpermalink