27 Apr 2013

લાડલી

Posted by sapana

sita

કુમળી કળી એતો પિતાની લાડલી
છોડી ગઈ દુનિયાને માની લાડલી

સુંદર હતી એ ઢીગલી જેવી પરી
મહિના રહી ત્રણ આ ધરાની લાડલી

જોઉં હું પાનેતર પહેરાવી તને
ના સાત ફેરા, ના સખાની લાડલી

છે પારણું તારું સુનું, ભીનું હ્રદય
જાઉં હું ક્યાં ક્યાં શોધવાની લાડલી

‘સપના’ બધાં મારાં અધૂરા આંખનાં
તું દેવની પ્યારી મજાની લાડલી

સપના વિજાપુરા
૦૪/૨૫/૨૦૧૩

Subscribe to Comments

16 Responses to “લાડલી”

  1. Touching. ….

     

    Rina

  2. તું દેવની પ્યારી મજાની લાડલી

    સપના વિજાપુરા

    સરસ ખુબ સરસ ભાવ સાથે.
    ચ્ંદ્રવદન
    DR. CHANDRAVADAN MISTRY
    http://www.chandrapukar.wordpress.com
    See you on Chandrapukar !

     

    DR. CHANDRAVADAN MISTRY

  3. દર્દની કરૂણાસભર રજુઆત.
    સરયૂ

     

    SARYU PARIKH

  4. Bahu saras.
    Dilip Bhatt

     

    sapana

  5. Your tribute to “Ladali” is indeed touching. It reminded me of our “Ladali” daughter Nita who was born in India after I came to the US in February 1967. I saw her only in a picture — couldn’t hold her in my hands as she expired in India. My wife Hasu later came to the US with our elder daughter Sharmila.
    Best wishes,
    Girish

     

    sapana

  6. I enjoy your every poem. I get immersed in it and remain so until it ends. You have been blessed!
    Thank you.

     

    M Usman Baki

  7. Thank you so much for being open minded..Love your comments!!

     

    sapana

  8. આભાર સર્યુબેન

     

    sapana

  9. ચંન્દ્રવદનભાઈ આપનો આભાર..હ્ર્દયપૂર્વક

     

    sapana

  10. ભલે પધાર્યા અને આવતા રહેશો સાહિત્યનાં આંગણે

     

    sapana

  11. લાગણીસભર અભિવ્યક્તિ.

     

    PanchamShukla

  12. Touching poem GOOD!

     

    Shenny Mawji

  13. સુંદર હતી એ ઢીગલી જેવી પરી
    મહિના રહી ત્રણ આ ધરાની લાડલી
    ખુબ જ ભાવસભર… માનવમાત્ર માટેની ભાવ સમ્વેદના… આપના હ્દુદયથી પ્રગટે છે.. આ રચના દ્વારા..લાડલી ને અન્જલિ..

     

    dilip

  14. ખુબ જ કરુણા સભર…… નાનકડી લાડલીને… સંવેદનાસભર અંજલી

     

    narendrajagtap

  15. આભાર નરેન્દ્રભાઈ..
    સપના

     

    sapana

  16. કેટલા ઊંડા ભાવો વ્યક્ત કરી દીધા…સપનાબેન.

    રમેશ પટેલ(આકાશદીપ)

     

    Ramesh Patel

Leave a Reply

Message: