19 Jul 2013

ધીમે ધીમે

Posted by sapana

bird flying

કોઈ અંતરમાં ઊતરતું જાય ધીમે ધીમે
શ્વાસમાં મારા પણ ભળતું જાય ધીમે ધીમે

મન વિવશ થઈને દોડે છે એની પાછળ પાછળ
એમને જોઈ મન પીગળતું જાય ધીમે ધીમે

પીંજરું લઈ ઊડી ગયું છે એક પંખી નભમાં
સર્વ બંધન તોડી ઊડતું જાય ધીમે ધીમે

પ્રેમની પીડા,વિહ્વળતા ને તપસ્યા ઠાલાં
એ સમય સાથે ભૂલાતું જાય ધીમે ધીમે

કાશ તું આવે તું આવે ફૂલ ખીલી જાય
જામ ‘સપના’નું ગળતું જાય ધીમે ધીમે..

સપના વિજાપુરા

૦૫/૦૧/૨૦૧૩

Subscribe to Comments

16 Responses to “ધીમે ધીમે”

  1. સરસ રચના…!!!

     

    Ashok Jani 'Anand'

  2. સરસ રચના….

     

    Ashok Jani 'Anand'

  3. સુંદર અભિવ્યક્તી
    પ્રેમની પીડા,વિહ્વળતા ને તપસ્યા ઠાલાં
    એ સમય સાથે ભૂલાતું જાય ધીમે ધીમે
    વાહ
    ધીરે ધીરે રે મના ધીરે સબ કુછ હોય
    માલી સીંચે સૌ ધડા ઋત આયે ફલ હોય કબીરજી પણ ‘સ્લો’નો મહિમા ગાય છે. પણ બાળઉછેરમાં માબાપનાં ‘સો ઘડાના સિંચન’નું મૂલ્ય જરાય ઓછું આંકશો નહીં.
    યાદ
    સરકતી જાએ હે રુખસે નકાબ આહિસ્તા આહિસ્તા
    નીકલતા આ રહા હે આબતાફ આહિસ્તા આહિસ્તા
    જવાં હોને લગે વો હમસે કર લીયા પર્દા,
    હયા યકલખ્ત આઈ ઔર શબાબ આહિસ્તા આહિસ્તા..

     

    pragnaju

  4. ખૂબ સુંદર અભિવ્યક્તી

    પીંજરું લઈ ઊડી ગયું છે એક પંખી નભમાં
    સર્વ બંધન તોડી ઊડતું જાય ધીમે ધીમે
    પ્રેમની પીડા,વિહ્વળતા ને તપસ્યા ઠાલાં
    એ સમય સાથે ભૂલાતું જાય ધીમે ધીમે
    વાહ
    ધીરે ધીરે રે મના ધીરે સબ કુછ હોય
    માલી સીંચે સૌ ધડા ઋત આયે ફલ હોય કબીરજી પણ ‘સ્લો’નો મહિમા ગાય છે. પણ બાળઉછેરમાં માબાપનાં ‘સો ઘડાના સિંચન’નું મૂલ્ય જરાય ઓછું આંકશો નહીં. સ્ૂૂર સંભળાય છે…
    સરકતી જાએ હે રુખસે નકાબ આહિસ્તા આહિસ્તા
    નીકલતા આ રહા હે આબતાફ આહિસ્તા આહિસ્તા
    જવાં હોને લગે વો હમસે કર લીયા પર્દા,
    હયા યકલખ્ત આઈ ઔર શબાબ આહિસ્તા આહિસ્તા

     

    pragnaju

  5. ..પ્રેમની પીડા,વિહ્વળતા ને તપસ્યા ઠાલાં
    એ સમય સાથે ભૂલાતું જાય ધીમે ધીમે…

    ક્યારેક જિંદગાનીની ઘટનાઓ પસાર થતા સમયની થપાટોમાં જુદા જ આયામો રજુ કરે છે….

    સપના બેન, સરસ શબ્દો… અને ભાવ… હંમેશની જેમ જ…

    ઉસ મોડસે, શુરુ કરે, ફીર યે જિંદગી
    હર શય જહાં હસીન થી હમ તુમ થે અજનબી
    ઉસ મોડસે, શુરુ કરે, ફીર યે જિંદગી

    એક ગઝલ યાદ આવી ગઇ …

    શાયદ યે વક્ત હમસે કોઇ, ચાલ ચલ ગયા
    રીશ્તા વફાકા કોઇ ઔર હી, રંગોમેં ઢલ ગયા
    અશ્કોકી ચાંદની સી થી, બેહતર વો ધૂપ હી
    ઉસ મોડસે, શુરુ કરે, ફીર યે જિંદગી
    હર શય જહાં, હસીન થી, હમ તુમ થે અજનબી
    ઉસ મોડસે, શુરુ કરે, ફીર યે જિંદગી

     

    P U Thakkar

  6. Wah! Good poem

     

    Shenny Mawji

  7. પ્રેમની પીડા,વિહ્વળતા ને તપસ્યા ઠાલાં
    એ સમય સાથે ભૂલાતું જાય ધીમે ધીમે……..

    સરસ રચના,સપનાબેન !
    Chandravadan
    http://www.chandrapukar.wordpress.com
    Hope to see you on Chandrapukar !

     

    DR. CHANDRAVADAN MISTRY

  8. પ્રેમની અદકેરી રજુઆત ગમી.એની વેદના વિષયક પાસ સાથે.

     

    himanshu patel

  9. સરસ રચના.

     

    Jagadish Christian

  10. સરસ

     

    Heena Parekh

  11. તમારો બ્લોગ વાંચ્યો, લાગણીશીલ કાવ્યો ખરેખર ગમ્યા.દિલના રસને પેનમાં નાખી ને તમે ઘોળ્યો છે સપના નો રંગ….આભાર

    http://riteshmokasana.wordpress.com

     

    Ritesh Mokasana

  12. વાહ! કેટલી સુંદર કલ્પના અને મીઠડો લય.

    સરસ…અભિનંદન એક અનોખી રચના માટે.

    રમેશ પટેલ(આકાશદીપ)

     

    Ramesh Patel

  13. Aik.sundar.su.jarnu.abha.na.kha.sa
    javu.taru.gagansa.tavo.taro.somy.ta.sa.gagan.kha.sa
    parvato.ni.sikhar.thi.nikli.na.tari.prarna.to.manusy.bhu.la.
    Gagan.nahi.bhulay
    Guujrati.anuvad

     

    dasharthgohil

  14. ખૂબ જ સુંદર ગઝલ. અભિવ્યક્તિ અને કોમળતા શબ્દે શબ્દે ખીલી ઊઠી છે.

     

    kishore modi

  15. કોઈ અંતરમાં ઊતરતું જાય ધીમે ધીમે
    શ્વાસમાં મારા પણ ભળતું જાય ધીમે ધીમે
    મન વિવશ થઈને દોડે છે એની પાછળ પાછળ
    એમને જોઈ મન પીગળતું જાય ધીમે ધીમે
    પીંજરું લઈ ઊડી ગયું છે એક પંખી નભમાં
    સર્વ બંધન તોડી ઊડતું જાય ધીમે ધીમે
    પ્રેમની પીડા,વિહ્વળતા ને તપસ્યા ઠાલાં
    એ સમય સાથે ભૂલાતું જાય ધીમે ધીમે
    કાશ તું આવે તું આવે ફૂલ ખીલી જાય
    જામ ‘સપના’નું ગળતું જાય ધીમે ધીમે..
    એક્દમ મસ્ત્…મુસલસલ..ગાયન કરવા જેવી..નઝમ..

     

    dilip

  16. સુંદર અભિવ્યક્તિ !
    ‘ધીમે ધીમે’ શબ્દસમૂહ સુંદર ગેયતા આપે છે.
    સર્વ બંધન તોડી ઊડતું જાય ધીમે ધીમે……સુંદર લયબદ્ધ રચના !
    આનંદ થયો.

     

    Pravin Shah

Leave a Reply

Message: