13 Jul 2013

તો કહું

Posted by sapana

ears

કાનમાં તું પાસ આવે તો કહું
પ્રેમ વાતો કૈંક આપે તો કહું

સાંભળીને ગાલ મારા લાલ થયાં
ગાલમા ચુંબન તું આપે તો કહું

એક છાની વાત મનમાં આમળે
ભેદ દિલનાં છૂપા રાખે તો કહું

આપવું છે આજ ઈજન પ્રેમનું
જે વચન આપ્યું તે પાળે તો કહું

ના નિહાળો આંખમાં વ્હાલમ ક્દી
મૌન ભાષા જો તું જાણે તો કહું

તારૂ ગણગણવું મધુ લાગે મને
કૈંક હું પણ કાન લાવે તો કહું

એક સપનું આંખંમાં ભીનું થયું
તું નથી, વિશ્વાસ આવે તો કહું

આમ કહું ને તેમ કહું “સપનાં” જુવે
તું સપનથી આવ સામે તો કહું

સપના વિજાપુરા

Subscribe to Comments

9 Responses to “તો કહું”

  1. વાહ્..રમઝાન માં ખુદા સાથે સરસ વ્હાલી ગોષ્ઠી….કોને ના ગમે ?!!!

     

    Devika Dhruva

  2. તારૂ ગણગણવું મધૂ લાગે મને
    કૈંક હું પણ કાન લાવે તો કહું
    એક સપનું આંખંમાં ભીનું થયું
    તું નથી, વિશ્વાસ આવે તો કહું
    સરસ
    યાદ
    શાંત જળમાં એક પણ લહરી નથી,
    કોઇ થોડું ખળભળાવે તો કહું!

    હું કદી ઊંચા સ્વરે બોલું નહીં,
    એકદમ નજદીક આવે તો કહું!

    કોઇને કહેવું નથી, એવું નથી,
    સહેજ તૈયારી બતાવે તો કહું!

     

    pragnaju

  3. તારૂ ગણગણવું મધૂ લાગે મને
    કૈંક હું પણ કાન લાવે તો કહું
    એક સપનું આંખંમાં ભીનું થયું
    તું નથી, વિશ્વાસ આવે તો કહું
    સરસ
    યાદ
    શાંત જળમાં એક પણ લહરી નથી,
    કોઇ થોડું ખળભળાવે તો કહું!

    હું કદી ઊંચા સ્વરે બોલું નહીં,
    એકદમ નજદીક આવે તો કહું!

    કોઇને કહેવું નથી, એવું નથી,
    સહેજ તૈયારી બતાવે તો કહું!

     

    pragnaju

  4. આમ કહું ને તેમ કહું “સપનાં” જુવે
    તું સપનથી આવ સામે તો કહું

    સપના વિજાપુરા…..
    સપનાબેન,
    સરસ !
    ગમ્યું !
    DR. CHANDRAVADAN MISTRY
    http://www.chandrapukar.com
    Inviting all to Chandrapukar !

     

    DR. CHANDRAVADAN MISTRY

  5. એક સપનું આંખંમાં ભીનું થયું
    તું નથી, વિશ્વાસ આવે તો કહું

    આમ કહું ને તેમ કહું “સપનાં” જુવે
    તું સપનથી આવ સામે તો કહું
    …………………………….
    વાહ! છલકાય જાય એવી ગઝલ.

    રમેશ પટેલ(આકાશદીપ)

     

    Ramesh Patel

  6. ખુબજ સરસ ….ખુબજ ઉમદા હ્રદય સર્પસી…

     

    shailesh jadwani

  7. આપવું છે આજ ઈજન પ્રેમનું
    જે વચન આપ્યું તે પાળે તો કહું

    ના નિહાળો આંખમાં વ્હાલમ ક્દી
    મૌન ભાષા જો તું જાણે તો કહું

    સરસ !

     

    Pravin Shah

  8. આજ કંઇ કહેવું નથી,
    કાલ આવે તો કહું.

     

    Pravin Shah

  9. પ્રણયથી છલોછલ છલકાતી એક અદભુત મુસલસલ ગઝલ બહુ ગમી અભિનંદન

     

    kishore modi

Leave a Reply

Message: