Category Archives: ગઝલ

એજ લખવાનું

Scan

વ્હાલા મિત્રો,આપ સર્વને ફાધરસ ડે મુબારક!! જેના ફાધર જીવીત છે એમના માટે દિલથી દુઆ કે અલ્લાહ એમને સૌ વર્ષની આયુ આપે અને દરેક દીકરીને વ્હાલસોયો પપ્પાનો પ્રેમ મળતો રહે..અને વિનંતી એ બાપ દીકરીને કે જે વાતો કરવી હોય જે પ્રેમ લૂટાવવો હોય લૂટાવી લો!!કોને ખબર ક્યારે જિંદગીની સાંજ થાય અને પછી..ઘણું કહેવાનું રહી જાય. અને જેનાં ફાધર જીવીત નથી એ દીકરીઓને આટલું કહેવાનું કે એમના હેતની વર્ષા હજી તમારાં હ્રદયોને ભીંજવી રહી છે..એટલે દરેક પપ્પાને વહાલ સોયા  પ્રણામ..સલામ..

સપના
ફાધર’સ ડે
પપ્પા કાર્ડ મોકલું?
એડ્રેસ આપો.

ગાલગાગા ગાલગાગા ગાલગા

આજ પપ્પા એજ  લખવાનું હતું
જિંદગી ભર મારે રડવાનું હતું.

લાવજે ફોરેનથી તું સીગરેટ,
દિલ આ મારૂ સળગવાનું હતું?

ચાવડીનો કૂવો ને ધોબી વાડ એ
એ નગર નૂતન હા બળવાનું હતું.

તીર શબ્દોનાં મળે બસ એકલાં,
પ્રેમનું  પાવળ ન  મળવાનું હતું.

તીન પત્તી કુકરી કેરમ તણી,
આ રમત હા  કોણ રમવાનું હતું

ઈતવાર અને શો મેટેની  બધાં
કોઈ પણ મુવી હો જોવાનું હતું.

ચિત્રલેખા ને બકોર પટેલ કાજ
કોણ બાઝંબાઝ કરવાનું હતું.

બસ નથી ગમતું હવે ‘સપના’ અહીં
આજ પપ્પા એજ લખવાનું હતું.

-સપના વિજાપુરા

મજા બની જાય

દર્દ ખુદ જ્યાં દવા બની જાય
ઈશ્ક બસ ત્યાં મજા બની જાય.

આવશે ભાવ માલિકીનો તો,
પ્રેમ મોટી સજા બની જાય.

સાવ નાનું છે આમ તો કાપડ,
એ ગગન પર ધજા બની જાય

પ્રેમમાં હોય ના નિવૃતી પણ
આ અબોલા  રજા બની જાય .

માણસોની છે ભીડ ઘરમાં આ
હોય તું જ્યાં સભા બની જાય

હોય તારી ગોદ ને મરણ મારું
સ્વર્ગ  જેવી કઝા બની જાય

આજ સપનાં નવાં તું સજવાં દે
શું ખબર શું હવા બની જાય?

કઝા= મૃત્યુ

-સપના વિજાપુરા

શું કરું?રાત હાયે જાય ભારી શું કરું?
યાદની છે ધાર કારી શું કરું?

ઝેરથી મારે,તો શબ્દોથી કદી,
પ્રેમથી મીઠાં તે મારી શું કરું?


ચાંદ છો વધતો ને ઘટતો રહે,
યાદ તારી એક ધારી શું કરું?

હો ભલે ધનનાં ભર્યા ભંડાર પણ,
એમનાં મન છે ભિખારી શું કરું?

ઈશ તારો હો  કે મારો એક છે,
વાત સર્વ એ નકારી શું કરું?

નંદવાતા રોજ રોજ દિલ અહીં,
આવશે મારી ય વારી શું કરું?

હોય એ મા,દીકરી ,પત્ની,બહેન,
રોજ પીસાતી જ નારી શું કરું?

ચંદ્ર તારા રૂપમાં આવે કદી,
રાખું ખૂલી એક બારી શું કરું?

હું કરું ટીકો તને કાજળ તણો,
હું બલા લૌ ,જાઉં વારી શું કરું?

છે જનાઝો કોઈ દિલ વાળી તણો,
નીકળી સપનાં સવારી શું કરું?

-સપના વિજાપુરા

પ્રતીક્ષાનો અંત

6171_107310327535_503162535_2628069_6473686_n

મિત્રો,
આજે હું એક ઘણાં ઉદાસ સમાચાર સાથે આ ગઝલ લઈને આવી છું.શિકાગોમાં એક જુવાન ઝેન નકીનું પાર્થિવ શરિર મીશીગન લેઈકમાંથી મળી આવ્યું. ઝેન ૧ મેના દિવસથી મીસિંગ હતો.અને ૨૪મી મેના એની લાશ મળી.મારાં દીકરા શબીરનો ક્લાસમેટ હતો.અને અમારી કોમ્યુનીટીનો એક હોશિયાર અને અભિલાષી જુવાન હતો.એની માની હાલત મને ખબર છે.મન એટલું ઉદાસ હતુ તો ક્યાં જાઉં? મારાં દોસ્તો પાસે આવી ગઈ આ ગઝલ લઈને ! આ ગઝલનું શિર્ષક મેં માની તડપ અને પ્રતીક્ષા જોઈને રાખ્યું છે અલ્લાહ ઝેનનાં આત્માને શાંતિ આપે.


સપના

પ્રતીક્ષાનો અંત આવ્યો,
જો જો તારો લાલ આવ્યો.

નીરખતી’તી બારણુ એ,
આંગણ કેવો ચાંદ આવ્યો.

દોડી પગરવ સાંભળી એ
મારો જાનીસાર આવ્યો.

આંખોનાં પાણી  ન ખૂટ્યા,
ખૂબ જ જ્યારે યાદ આવ્યો.

અરમાનો તો  હોય માના,
કે જો દુલ્હો ગૃહ આવ્યો.

તાત તણા દિલની તું ઠંડક
માતાનો આરામ આવ્યો.

રાત્રિ વીતી વાટમાં તુજ
કેવો આ અંધાર આવ્યો?

સાંભળી  દર પર ટકોરો,
ભાગી તું કે ઝેન આવ્યો.

ટપ ટપ આંખો છે ટપકતી,
મેહૂલો ચોધાર આવ્યો.

પ્રતીક્ષાનો અંત આવ્યો
આજ  જનાજો દ્વાર આવ્યો.

‘સપના’ તું સંભાળ સપનાં,
કેવો કપરો કાળ આવ્યો.

-સપના વિજાપુરા

યાદ નથી

ક્યાં ઢળી શ્યામ રાત યાદ નથી
સૂર્ય ભૂલ્યો છે માર્ગ યાદ નથી.

કોઈ સંગીત સંભળાય નહિ,
કેમ તૂટ્યો છે સાઝ યાદ નથી

ખૂબ અંતર છે આજ દિલોમાં
શીદને સાથ સાથ યાદ નથી


હીંચકો ઝૂલતો છે આજ સુધી,
કોણ આવ્યું છે યાદ? યાદ નથી

ઘાવ છે આ બધા જ જૂનાં પણ
કેમ છે લાલ લાલ યાદ નથી

છે કબર અર્ધ અર્ધ સપનાંની,
કોણ ‘સપના’ હા આજ યાદ નથી

-સપના વિજાપુરા

ધતિંગો

ધર્મનાં નામ પર ધતિંગો છે
હા થતાં રોજ રોજ દંભો છે

આમ તો કેટલાય દિલ તોડે ,
હાથમાં  તે જ  શિવલિંગો છે.

છે હ્રદય કુવિચાર તસ્બી હાથ
શેખ તારા અનેક રંગો છે.

હું જ છું ધર્મને સમાજો હું
એક ઈશ્વર ને એક બંદો છે.

મુહ મે રામ ને બગલ છૂરી,
બે ચહેરા તણા આ ભુજંગો છે.


બોંબ નિર્દોષ પર પડે છે જો
આમ ઘર ઘર થતા સત્સંગો  છે

સાધુ ને પીર દાકતર બન્યાં
એમના ચાલતાં બસ ઢોંગો છે

ચાદરો કેટલી ચડે  દરગાહ,
જા જઈને જો કોણ નંગો છે

રોજ’ સપના’ અહીં તમાશા આ
હાલ જોઈ ઇશને અચંબો છે

સપના વિજાપુરા


મા

5-8-2010 11956 PM

આજે માતૃદિને આ રચના મારી વ્હાલસોયી સાસુને અર્પણ કરું છું.જે આ ફાની દુનિયા છોડીને જન્નત તરફ પ્રયાણ કરી ગઈ છે.જેણે આખી વિધવા જિંદગી એક્લા હાથે ફ્ક્ત બાળકોને ઉછેરવામાં કાઢી આનાથી વધારે માતૃદિનની અંજલી કોને હોય શકે?

મા ઓ માતા સલામ મારાં છે
મા ચરણ આ  કલામ તારાં છે

તું જ ભરથાર ધામ સીધાર્યા
બાળકો આઠ, દિન નઠારાં છે

છે કરુણા તણી જ મૂરત તું
પ્રેમનાં રંગ તુ જ સારાં છે

તું અડી ખમ છે ઢાલ સર્વોની
બાળ તારા બધાં સિતારા છે


દોહતી ગાય ખેડતી ખેતર
કેટલાં રૂપ માત તારા છે

જાન તારી કરી  સમર્પીત
તું જ મઝધાર, તું  કિનારા છે

સ્ત્રીત્વનું શ્રેષ્ઠ રૂપ આ તારું,
ગોદ રમતા આ સંત સારાં છે

નેહ આંખો મહી વહે તારી
તું  અવિરત સ્નેહ ધારા છે

મા ઓ મા લો સલામ મારાં હો
આજ સપનાં સફળ અમારાં છે

-સપના વિજાપુરા

ખળખળ થયું

રક્તમાં કાંઇક જો ખળખળ  થયું
ભાન તારા સ્પર્શનું તે પળ થયું

ચાંદ જેવું જોઇને આકાશમા
આંગણું અંતર તણું ઝળહળ થયું

વાંસળી જ્યાં  હોંઠ પર તારા અડી
સૂરનું સ્પંદન સરસ  સળવળ થયું

છે પસીનો  કોઈ પરવાના તણો
ફૂલ ઉપર બુંદનું  ઝાકળ થયું

યાદ તારી આમ તો છાની હતી,
ચંદ્ર નીરખી મન સતત ચંચળ થયું

પ્રેમની શક્તિ હશે એમાં જરૂર
મન બળ્યું ના, તન ભલે બળ બળ થયું

દોષ ગર એકાદ જાઉં  વીસરી
રોજ  ધોકો રોજ નવતર  છળ થયું


જોઉં ‘સપના’ હું ઝરણના રણમહીં
થોરના ઉપર ન કોઈ ફળ થયુ

-સપના વિજાપુરા

વરસાદ ગાજે

શીકાગોમાં વસંત ઋતુ આવી  છે ..અને સાથે સાથે વરસાદની બોછાર પણ લાવી ..હવે ફૂલો ખીલશે અને મનના મહોર પણ ખીલી ઉઠશે..એવામાં પ્રિયતમ યાદ આવી જાય તો..આ રચના બધાજ પ્રેમીઓને..સપ્રેમ.

.
વિરહની રાત ને વરસાદ ગાજે
ટપકતી આંખ ને વરસાદ ગાજે


લચેલા આજ પુષ્પો  નીર ભારે
હ્રદય વીંધાય ને વરસાદ ગાજે


વિહંગમ  વિંટળાતા એક બીજાં
છે ભીની પાંખ ને વરસાદ ગાજે


કરા  આ કાળજાંને કોતરે રે
ધરા છે શાંત ને વરસાદ ગાજે


ગરજતો ને વરસતો મેઘ આવ્યો
છે ભીનો ચાંદ ને વરસાદ ગાજે


છે નમણી નાર વર્ષા છે મુશળધાર
હ્ર્દય છે આદ્ર ને વરસાદ ગાજે


બરફની જેમ જાઉં ઓગળી હું
નથી પ્રિય સાથ ને વરસાદ ગાજે


ન સપનાંનાં નયન આ બંધ થાય
ન આવે નાથ ને વરસાદ ગાજે

-સપના વિજાપુરા

કુંડાળા થયાં

આંખ  ફરતે શ્યામ  કુંડાળા  થયાં
આ  નયનમાં યાદનાં મેળા  થયાં

શૂન્ય   સંબંધોમહીં  બાકી   હવે
બાદબાકી, આમ સરવાળા  થયાં

વૃક્ષની  બસ  એક ડાળી  પૂરતી
માત્ર બચ્ચાં કાજ આ માળા થયાં

દ્વેષ, ઈર્ષા, છળકપટ  ખંખેર  તું
આ હ્રદયમાં  કેટલાં જાળા થયાં

જોઇ મેલાં વસ્ત્ર,આંસુ  આંખમાં
તોય એના દિલ નહીં આળા થયાં !

છે સજન મારોય નખરાળો જરા
આમ ‘સપનાં’ સાવ નખરાળાં થયાં

-સપના વિજાપુરા