યાદ છે

ઓગળી’તી આંખમાં એ યાદ છે
હું ભળી ‘તી શ્વાસમાં એ યાદ છે

રેતમાં પગલાં હજુ અકબંધ છે
હુંફ લાગી હાથમાં એ યાદ છે


સૂર્ય શીતળ ને સળગતો ચાંદ પણ
આભ ધરતી સાથમાં એ યાદ છે

ચાંદનીમાં એ  ઝબોળાયા હતા
તારલાઓ આંખમાં એ યાદ છે

હાર માળા એક પુષ્પોની હતી
ગીત ગુંજ્યા કાનમાં એ યાદ છે

અર્ધખૂલી પીંડલીઓ નીરમાં
દિલ લપસ્યું રેતમાં એ યાદ છે

સો વખત પાછળ ફરીને જો્યું મેં
ધૂંધળો થ્યો વાટમાં એ યાદ છે

જોઈ ખૂલી આંખનાં સપનાં હવે
આ છે  પાંપણ ભારમાં એ યાદ છે

-સપના વિજાપુરા

9 thoughts on “યાદ છે

 1. Ramesh Patel

  અર્ધખૂલી પીંડલીઓ નીરમાં
  દિલ લપસ્યું રેતમાં એ યાદ છે

  સૌ વખત પાછળ ફરીને જો્યું
  ધૂંધળો થ્યો વાટમાં એ યાદ છે

  જોઈ ખૂલી આંખનાં સપનાં હવે
  આ છે પાંપણ ભારમાં એ યાદ છે

  -સપના વિજાપુરા
  દાદ મળે એવા શેર.ગઝલને બરાબર ઘૂંટી શબ્દોમાં ઢાળી છે.
  અભિનંદન.
  રમેશ પટેલ(આકાશદીપ)

  ભારત ભૂમિ….રમેશ પટેલ(આકાશદીપ)
  -Pl find time to visit my site and leave a comment
  સ્વરચિત અને ગમતીલી ગદ્ય અને પદ્ય રચનાઓ
  http://nabhakashdeep.wordpress.com/

  With regards
  Ramesh Patel

 2. દિનકર ભટ્ટ

  ઓગળી’તી આંખમાં એ યાદ છે
  હું ભળી ‘તી શ્વાસમાં એ યાદ છે

  રેતમાં પગલાં હજું અકબંધ છે
  હુંફ લાગી હાથમાં એ યાદ છે

  આ બે પંક્તિઓ ખુબ જ ગમી.

 3. Heena Parekh

  ઓગળી’તી આંખમાં એ યાદ છે
  હું ભળી ‘તી શ્વાસમાં એ યાદ છે

  રેતમાં પગલાં હજું અકબંધ છે
  હુંફ લાગી હાથમાં એ યાદ છે
  વાહ ખૂબ સરસ પંક્તિઓથી શરૂઆત થઈ છે.

 4. dilip

  ઓગળી’તી આંખમાં એ યાદ છે
  હું ભળી ‘તી શ્વાસમાં એ યાદ છે
  ખુબ સુંદર મત્લા સાથે પ્રણયર્ંગી ગઝલ…

 5. vishwadeep

  સો વખત પાછળ ફરીને જો્યું મેં
  ધૂંધળો થ્યો વાટમાં એ યાદ છે

  સુંદર ભાવો..

 6. DR. CHANDRAVADAN MISTRY

  ઓગળી’તી આંખમાં એ યાદ છે
  હું ભળી ‘તી શ્વાસમાં એ યાદ છે
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  સરસ !! સરસ !!!
  ગમ્યું !
  ચંદ્રવદન
  DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
  http://www.chandrapukar.wordpress.com
  Sapana…Hope you will visit Chandrapukar & read the Post of BHAJAN & my daughter Rupa’s Wedding ! …& the Old Post of June 23rd !

 7. Jagadish Christian

  જોઈ ખૂલી આંખનાં સપનાં હવે
  આ છે પાંપણ ભારમાં એ યાદ છે
  સપનાબેન બહોત અચ્છે.

  રેતમાં પગલાં હજુ અકબંધ છે
  હુંફ લાગી હાથમાં એ યાદ છે
  સપનાબેન ક્યા બાત હૈ

 8. prabhat

  હાય
  ડિયર્

  સપ્ના

  તમારિ કવિતાઓ મને ખુબજ ગમિ
  ભવિસ્ય મા હમેસા આરિતે કવિતા ઓ લખતા રહેજો

  પ્રભાત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

 

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.