Category Archives: ગઝલ

દિલ


અમે ખૂબ મારી દબાવ્યું છે દિલ
સતત આજ રીતે રડાવ્યું છે દિલ

હુલાવી અણી સોયની તે પછી
વળે કળ હવે ક્યાં? ઘવા્યું છે દિલ

મળી બેવફાઇ કરી જો વફા
વફાનાં બહાને મનાવ્યું છે દિલ

જમાના જુલમ ના હવે કર વધુ
ઘણું આજ તક તેં સતાવ્યું છે દિલ

હતી જંગ દિલને દિમાંગો વચે
દિમાગે તો અંતે હરાવ્યું છે દિલ

ભરાયે નયનમાં અશ્રુઓ ક્દી
મનોહર છબીએ હસાવ્યું છે દિલ

કરો આમ ને  તેમ પણ ના કરો
સો સો તીર મારી  વિંધાવ્યુ છે  દિલ

જહન્નમી કહેનાર જોતા રહી ગયાં
ખુદાએ હસીને વધાવ્યું છે દિલ

હતી  આમ તો વાત  નાની છતાં
ફરી ને ફરી તે તપાવ્યું છે દિલ

તબીબો તો થાકી ગયાં છે હવે
અરે નામ કોનું મઢાવ્યું છે દિલ

બતાવ્યા છે આંખો ને ‘સપનાં’ ઘણાં
ન એકેય સાચું ઠરાવ્યું છે દિલ

સપના વિજાપુરા

મિત્રો,

આજે આ ગઝલ સાથે એક રેડિઓ સ્ટેશનની લિન્ક આપું છું..જેની મુલાકાત જરૂર લેશો..આપણાં સર્વનાં માનીતાં શ્રી વિજયભાઈ શાહ જેનાં મુખ્ય અતિથિ બન્યા હતા ..તેઓ ગુજરાતી ભાષાને જીવંત રાખવા તન તોડ મહેનત કરે છે..આ પ્રોગ્રામમાં આપ મારી તથા ભરતભાઈ દેસાઈની ગઝલનું પઠન પણ સાંભળી શકશો..આપ સર્વને અમારું હાર્દિક આમંત્રણ છે..

આપની મિત્ર સપના

http://www.rangilogujarat.com/

ફરું છું


કફનના વિના લાશ લઈને ફરૂ છું
નથી શ્વાસ ઉચ્છવાસ લઈને ફરૂં છું

સતત ત્રાસ દેનાર જુલ્મી સમાજો
રિવાજો તણો પાશ લઈને ફરૂ છું

હતો શોખ તો આટલો જિંદગીનો
હું એનો જ પરિહાસ લઈને ફરું છું

અગનની પછેડી બદન પર લપેટું
હવાનું હું આકાશ લઈને ફરું છું

ચમન તો  સુકાઈ ગયો છે પહેલાં
હું વેરાનમાં આશ લઈને ફરૂ છું

વફાઓ બધી બેવફાઈ બની ગૈ
હું તો પ્રેમ ઉપહાસ લઈને ફરું છું

ખુદા છો રહે તવ ખુદાઈ સલામત
હું પણ એક ઇતિહાસ લઈને ફરું છું

કબ્રસ્તાન ‘સપનાં’ તણુ છે હ્રદયમાં
હું સપનાં, ઘણી લાશ લઈને ફરું છું

સપના વિજાપુરા

तेनु दिल दा वास्ता

દિલ પર ના તીર  ચલાવો तेनु दिल दा वास्ता
દિલ  કોમળ  છે ન સતાવો तेनु दिल दा वास्ता

આંસું સરતાં આંખોથી પાલવ ભીંજવતા મારો
આંખો અમથી ના ભીંજાવો तेनु दिल दा वास्ता

જુલ્મી તું નટખટ તું દિલચોર અને દિલબર તું
દિલને ચોરી ના તડપાવો तेनु दिल दा वास्ता

 રબ્બા પ્રીતમ સંગાથે પ્રીત પરમની પામું  હું
પ્રીત તણી ગાગર છલકાવો तेनु दिल दा वास्ता

વર્ષા મન  મૂકીને વરસે ને મન મારું તરસે
સ્નેહ મીઠો અનહદ વરસાવો तेनु दिल दा वास्ता

જાઓ સપનાંનાં સાગરમા ડૂબીતળિયે જઈને
વ્હાલા મોતી વીણી લાવો  तेनु दिल दा वास्ता

‘સપના’ સાચાં હો  અંતરના મારી  એ જ દુઆ છે
પલકો પર  એ ખૂબ સજાવો तेनु दिल दा वास्ता

-સપના विजापुरा

સંભાવના પ્રેમની છે


સંભાવના પ્રેમની છે
બોલે નજર એમની છે

આ વેદના ના સહી જાય
પીડા હ્રદય કેમની છે?


પાલવ ભર્યા પ્રેમથી જે

દુનિયા નરી તેમની છે

ક્યાંથી મળે પ્રીત પુષ્પો
વળગી લતા હેમની છે


દુશ્મન બધાં  પ્રેમનાં એ
દિલમાં જલન જેમની છે

‘સપના’ સુંવાળા થયાં છે
પાંપણ નરમ એમની છે

સપના વિજાપુરા

ભૂલાય શેં?


પ્રેમ સાગર
આંખોથી છલકાય
સંતાડાય શેં?

છાપ  પ્રસંગો તણી ભૂંસાય શેં?
ટેરવે છે  સ્પર્શ  તવ ભૂલાય શેં?

રાત રાણી મ્હેક્તી’તી બારણે
લાલ બોગન વેલ પણ સુકાય શેં?

ઝળઝળિયા આંખનાં છેદી ગયાં
તાર તાર મારું  હ્રદય  સીવાય શેં?

જ્યાં,હવાના કારનામા થ્યાં અફળ
એ જલાવે જે શમા બૂઝાય શેં?

વાટ જોતી એકલી આંખો  ભરી
આવશે તું આશ એ  છોડાય શેં?

એક માંએ સાત છોરૂ પાળ્યાં
સાતથી એક માત પણ સચવાય શેં
?

આંગણાંની તૂલસી છું હું સખા
દ્વાર પર મારાં કદમ મૂકાય શેં?

જાય સાગર પાસ મળવા  દોડતી
વાટ  સાગરની  નદીથી થાય શેં?

હોય સપનાં આંખમાં સોહામણાં
પણ આ’ સપના’ હાથમાં પકડાય શેં?

સપના વિજાપુરા

ઈદ આવી

 

હજારો રંગ લાવી ઈદ આવી
મહેંદી હાથ  વાવી ઈદ આવી

હશે સંબંધની મીઠાશ એમાં
મધૂરી ખીર ભાવી ઈદ આવી

નવો છે ચાંદ તારા નેણ જેવો
નવલ પ્રીતે મનાવી  ઇદ આવી

અતિ સુંદર દિશે સૃષ્ટિ ખુદાની
નજર કેવી બનાવી ઇદ  આવી

ફગાવો વેર,  અંતર પાક રાખો
કરુણા  તે વહાવી  ઈદ આવી

મહેકે છે ચમન આ પ્રેમનો આજ
છે અત્તરથી પ્રભાવી ઈદ આવી

નમાઝો છે ફરિશ્તા, ઢાલ રોઝા
અસર કુરાનની આવી ઇદ આવી

કરું હું વાત છાનીમાની કાને
મળી ગઈ સ્વર્ગ ચાવી ઈદ આવી

સખી પ્રાર્થી લઉં હું વિશ્વશાંતિ
દઉં શત્રુ  ભગાવી ઈદ આવી

હ્રદયનો તાજ પુનઃ બનશે  જીવંત
યમુના તે વહાવી ઇદ આવી

લઉં ભેટી સજનને  છે રિવાજ
ન દે તક આ  ગુમાવી ઈદ આવી

સહજ સપના નયનમાં સજાવુ
મિલન પીયા કરાવી ઈદ આવી

સપના વિજાપુરા

 

અટકળ ના દે


104-Caballococha

દિલનાં દ્વારે દસ્તક ના દે
મનમાં મીઠી અટકળ ના દે

સુનાં પડ્યા છે દિલનાં સાઝ
એમાં પ્યારી ઝણ ઝણ ના દે

નાચું છમછમ તારી સંગાથ
પગમાં એવી રમઝટ ના દે

સંબંધોએ છળ્યાં છે ખૂબ
સંબંધોનું વળગણ ના દે

જાણું હું તરકટ દુનિયાનાં
અલ્લાહ એવી સમજણ ના દે


નિર્ધનનો હિસ્સો ના હો તો
ધન પણ એવું અઢળક ના દે

સિંહાસન તારું ડૂબી જાય,
આંસું  દે પણ અનહદ ના દે


પીડા ઠોકરની હું જાણું
પથ્થર એને પગપગ ના દે

‘સપના’ સપનાંથી થાકી છે
સપનાંની કો તરખટ ના દે


સપના વિજાપુરા

એવું કઈક

મિત્રો,

આજે અમારાં લગ્નની વર્ષ ગાંઠ  મારાં નિમિત્તે વ્હાલસોયા પતિને આ ગઝલ અર્પણ કરું છું આ ગઝલ લખવાની ક્યારની ચાલુ કરી હતી પણ આજે પૂરી કરી શકી એટલે થોડી મોડી મૂકાય છે.હજું મારાં જીવન સાથીને જે કહેવાનું છે તે પૂરતું નથી પણ જે કાંઇ લખાયું તે પેશ કરું છું.આપનાં પ્રતિભાવ જરૂર આપશો. સપના

પુષ્પો પર ઝાકળનું પડવું ભીંજાવુ એવું કંઇક
તારું મારું હળવું , મળવું ને ભળવું એવુ કંઇક

મોસમની પહેલી વર્ષા ને માટીની સોડમ સમ
તારું મારું મઘમઘવું ને ભીંજાવું એવું કંઇક

ઊના તળિયાની નીચે શીત બરફનું પીગળવું
તારું મારું આંખોથી પણ ઓગળવું એવું કંઇક

ઉનાળાની ગરમીમાં આ રસ્તાનું પીગળવું
તારું મારું રીસે ચડવું ને લડવું એવું કંઇક

ઉપવનમાં ફૂલોનું ધીમે ધીમે ઊઘડવું
તારું મારું મુખ નિહાળી ખીલી જાવું એવું કંઇક

ચાંદ ઝરણનું ઊતરવું ને સાગરનું ઊછળવુ્ં
તારું મારું મનથી ઉન્માદક બનવું એવું કંઇક

ગાગા ગાગાના પ્રાસાનુપ્રાસ ગઝલમાં રાખું
તારું મારું મીઠું કાનોમાં ગણ ગણવું એવું કંઇક

તાજમહલનું બનવું કડિયાના હાથૉનું ખોવું
તારું મારું ઘર લોહીથી શોભાવું એવું કંઇક

સપનાંનાં માળામાં પંખીનું પીંખાવું ,ગાવું
તારું મારું ઘરમાં હસવું ને રડવું એવું કંઇક

-સપના વિજાપુરા

Excerpt

Post Revisions

યાદ હતું


ઉદાસીમાં તું
આસપાસ હોય છે
બીજું કો નહીં

ઉદાસીમાં એ નામ યાદ હતું
મહેંક્યુ રણ મહી ગુલાબ હતુ

જરા જેવું રહ્યુ હવે છોલાઈને
હ્રદય મારું બહુ વિશાળ હતું

ઘણાં વરસો ગયાં સવાલ ઉપર
આ જીવન મારું? કે ઉધાર હતું

ઉદાસ ન થા સખા અસુવનથી
નયનનું આજ એક કામ હતું

સખા દિલ આવશે બહાર ધસી
કહે તું  રક્તનું દબાણ હતું

સખા સપનાં થયાં છે સુગંધી
સખી મારું જ આવ જાવ હતું

છંદ -લગાગા ગાલગાલ ગાલલગા

-સપના વિજાપુરા

યાદ છે

ઓગળી’તી આંખમાં એ યાદ છે
હું ભળી ‘તી શ્વાસમાં એ યાદ છે

રેતમાં પગલાં હજુ અકબંધ છે
હુંફ લાગી હાથમાં એ યાદ છે


સૂર્ય શીતળ ને સળગતો ચાંદ પણ
આભ ધરતી સાથમાં એ યાદ છે

ચાંદનીમાં એ  ઝબોળાયા હતા
તારલાઓ આંખમાં એ યાદ છે

હાર માળા એક પુષ્પોની હતી
ગીત ગુંજ્યા કાનમાં એ યાદ છે

અર્ધખૂલી પીંડલીઓ નીરમાં
દિલ લપસ્યું રેતમાં એ યાદ છે

સો વખત પાછળ ફરીને જો્યું મેં
ધૂંધળો થ્યો વાટમાં એ યાદ છે

જોઈ ખૂલી આંખનાં સપનાં હવે
આ છે  પાંપણ ભારમાં એ યાદ છે

-સપના વિજાપુરા