16 Feb 2011

વ્હાલું

Posted by sapana


વ્હાલી વ્હાલી  સંબોધી વ્હાલુ  બોલે છે
શબ્દો મધમાં મારી મારીને  તોલે છે

જાણું  જુઠ્ઠું એ સાચાં જેવું બોલે છે
તો પણ એ  સાંભળતા મન મારું ડોલે છે

ખંજર , કરવત  કે તીર નથી હાથોમા
પણ
આંખોથી હોલે હોલે દિલને છોલે છે


ખામોશીમાં બોલે છે આંખો તોફાની
મેળામાં મારાં ભેદ બધાં એ ખોલે છે

‘સપનાં’માં મારાં સાજન આવે છે  તેથી
આંખો મારી  મદનાં પ્યાલાઓ ઢોળે છે

સપના વિજાપુરા

Subscribe to Comments

10 Responses to “વ્હાલું”

  1. વાહ સરસ …

     

    chetu

  2. ખંજર , કરવત કે તીર નથી હાથોમા
    પણઆંખોથી હોલે હોલે દિલને છોલે છે

    ‘સપનાં’માં મારાં સાજન આવે છે તેથી
    આંખો મારી મદનાં પ્યાલાઓ ઢોળે છે

    સરસ. તખલ્લુસ નો કેવો સરસ ઉપયોગ ! મઝા આવી.

     

    Manhar Mody ('mann' palanpuri)

  3. સુંદર !!!

    મક્તામાં તખલ્લુસ સરસ રીતે વણાયું છે…

     

    વિવેક ટેલર

  4. સુંદર

    યુએમઆર સંશોધન સર્વે દર્શાવે છે કે પુરુષોએ ઘરમાં કમ્પ્યુટર, હાઈસ્પીડ ઈન્ટરનેટ, માઈક્રોવેવ અને ટીવી કેબલને સ્ત્રી કરતા વધુ મહત્વ આપ્યુ હતું.
    ત્યાં
    જાણું જુઠ્ઠું એ સાચાં જેવું બોલે છે
    તો પણ એ સાંભળતા મન મારું ડોલે છે

    ખામોશીમાં બોલે છે આંખો તોફાની
    મેળામાં મારાં ભેદ બધાં એ ખોલે છે

    શુભાન્ અલ્લાહ્

     

    pragnaju

  5. તીર્યકતામા સંતાયેલા પ્રેમની સુંદર ગઝલ,આ વધારે ગમ્યું…
    ખામોશીમાં બોલે છે આંખો તોફાની
    મેળામાં મારાં ભેદ બધાં એ ખોલે છે

     

    himanshu patel

  6. ખંજર , કરવત કે તીર નથી હાથોમા
    પણઆંખોથી હોલે હોલે દિલને છોલે છે

    વાહ વાહ સરસ રચના…..

     

    Narendra Jagtap

  7. Beautiful beautiful poem with the sweetness of your last ashar
    Sapna ma mara sajan ave che te thi
    Ankhon mari mudh na pyala dhore che. Well done

     

    shenny Mawji

  8. ખંજર , કરવત કે તીર નથી હાથોમા
    પણઆંખોથી હોલે હોલે દિલને છોલે છે/…….
    સપનાબેન,,,,સુંદર રચના ! ગમી !
    >>>ચંદ્રવદન્
    Dr. Chandravadan Mistry (Chandrapukar)
    http://www.chandrapukar.wordpress.com
    Sapanaben…Hope to see you on Chandrapukar !

     

    DR. CHANDRAVADAN MISTRY

  9. ગઝલ સરસ,… એટલા માટે કે જે ઉપરના સ્તરનું જૂઠાણું જે સારુ લાગે છતાં ભીતરનું સત્ય જાણે છે..માત્ર ભૌતિક દેહરુપના છીંછરા વખાણ જ( માતર રુપને ચડાવે પણ જે રુપ ટકતુ નથી !) સર્વસ્વ ન સમજે..અને ત્યાથી જેને આગળ લઈ જવા પ્રેરે..આગળનું કહે સત્ય કહે તે સાચી કવિતા.

     

    Dilip

  10. GOOD ..SAPANABEN

     

    JOSHI mEET

Leave a Reply

Message: