ફરું છું


કફનના વિના લાશ લઈને ફરૂ છું
નથી શ્વાસ ઉચ્છવાસ લઈને ફરૂં છું

સતત ત્રાસ દેનાર જુલ્મી સમાજો
રિવાજો તણો પાશ લઈને ફરૂ છું

હતો શોખ તો આટલો જિંદગીનો
હું એનો જ પરિહાસ લઈને ફરું છું

અગનની પછેડી બદન પર લપેટું
હવાનું હું આકાશ લઈને ફરું છું

ચમન તો  સુકાઈ ગયો છે પહેલાં
હું વેરાનમાં આશ લઈને ફરૂ છું

વફાઓ બધી બેવફાઈ બની ગૈ
હું તો પ્રેમ ઉપહાસ લઈને ફરું છું

ખુદા છો રહે તવ ખુદાઈ સલામત
હું પણ એક ઇતિહાસ લઈને ફરું છું

કબ્રસ્તાન ‘સપનાં’ તણુ છે હ્રદયમાં
હું સપનાં, ઘણી લાશ લઈને ફરું છું

સપના વિજાપુરા

13 thoughts on “ફરું છું

 1. vishwadeep

  ખુદા છો રહે તવ ખુદાઈ સલામત
  હું પણ એક ઇતિહાસ લઈને ફરું છું

  ખુબજ સુંદર..શે’ર.. અભિનઁદન

 2. dilip

  અગનની પછેડી બદન પર લપેટું
  હવાનું હું આકાશ લઈને ફરું છું

  નિરાશાની ગઝલ જીવન નિરાશાથી ઘેરાય જાય છે ફરી આશાનો સંચાર નવી સવાર લઈ આવે છે નવુ જીવન,.. ક્યા તો છે તે જ નવું લાગે મનોવ્રુત્તિને રહુ કરતી રચના વેધક રીતે રજુઆત કરી…આપ લખતા રહો..શુભેચ્છા..

 3. dilip

  ચમન સુકાઈ ગયો છે પહેલાં
  હું વેરાનમાં આશ લઈને ફરૂ છું

  ચમન તો ..આ એક ગુરુ અહી ખૂટ્રતો..કદાચ ટાઈપ કરવાનું આપથી રહી ગયુ હશે..
  સુંદર રજુઆત ગઝલ દુખ અને દર્દમાંથી જ આવે..ગહન વાત કહી જાય..
  માનવજીવનની કટ હકીકર છે ઉદાસી..હારુન પટેલની ગઝલ યાદ આવી ગઈ..
  ગલીના જ નાકે મળી ગઈ ઉદાસી..

 4. Daxesh Contractor

  અગનની પછેડી બદન પર લપેટું
  હવાનું હું આકાશ લઈને ફરું છું …

  ખુદા છો રહે તવ ખુદાઈ સલામત
  હું પણ એક ઇતિહાસ લઈને ફરું છું

  સુન્દર …

 5. pragnaju

  વાહ્
  મત્લાએ જ મારી નાંખ્યા
  યા દ
  યે લાશે બે કફન ‘અસદે’ ખસ્તા જાં કી હૈ,
  હક મગફિરત કરે અજબ આઝાદ મર્દ થા. ગાલિબ પોતાની ગઝલોમાં આઝાદીને ઘણુંજ મહત્વ આપે છે.આ શેરમાં ગાલિબ પોતાની કફન વગરની ઘાયલ અને બદહાલ લાશને રસ્તા પર પડેલી જોઇ અફસોસ નથી કરતો,પણ કહે છે કે આ માણસ કેટલી આઝાદ તબિયતનો હતો!જીવનમાં તો તે રીત રિવાજોથી મુકત રહ્યો,અને મર્યા પછી પણ એ કફનનાં બંધન ને કબરની ભીંસથી મુકત ને આઝાદ છે.

 6. P Shah

  કબ્રસ્તાન ‘સપનાં’ તણુ છે હ્રદયમાં
  હું સપનાં, ઘણી લાશ લઈને ફરું છું…

  સુંદર !

 7. Ramesh Patel

  એક વેદના સભર આ ગઝલ એક ઊંડાણમાં લઈ જવા સક્ષમ છે.
  સપનાબેન..આ ભાવવાહી ગઝલના એકએક શેર સુંદર છે.

  રમેશ પટેલ(આકાશદીપ)

 8. sudhir patel

  સુંદર ગઝલનો આ શે’ર વધુ ગમ્યો!

  ચમન તો સુકાઈ ગયો છે પહેલાં
  હું વેરાનમાં આશ લઈને ફરૂ છું!

  સુધીર પટેલ.

 9. himanshu patel

  વાંચવી ગમે તેવી ગઝલનો આ શેર વધું ગમ્યો….

  ખુદા છો રહે તવ ખુદાઈ સલામત
  હું પણ એક ઇતિહાસ લઈને ફરું છું

 10. Narendra Jagtap

  વાહ વાહ સપનાબેન તમે તો ઉદાસી બિછાવી દીધી…અને તેમા પણ પ્રથમ મતલાનો અને છેલ્લો મક્તાનો શેર ઉપરાંત આ શેર ઘણો ગમ્યો
  ચમન તો સુકાઈ ગયો છે પહેલાં
  હું વેરાનમાં આશ લઈને ફરૂ છું

  ઇતના ગમ ના રખો સીને મે …ક્યા મજા હૈ ઐસે જીનેમે…
  ખુબ જ સરસ ગઝલ બદલ દીલી અભિનંદન્

 11. Mahesh Bavaliya

  કેમ છો
  મને તમારી સાઈટ ખુબજ પસંદ આવી

  તમે પરદેશ મા રહી ને પણ સરસ કામ કરો છો.

  આભાર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

 

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.