તે કેટલો સુંદર હશે!!!

અવનિ પુષ્પોથી ભરી તે કેટલો સુંદર હશે!
વ્યોમની એ તો પરી તે કેટલો સુંદર હશે!

વૃક્ષની છાયા નમી વંદન કરે ઈશ્વર તને
પ્રીત પર્ણોથી ઝરી તે કેટલો સુંદર હશે!

ઓસ થી ફૂલો મહેંકે ભાન ભમરા ભૂલતા
કૂમળી કળીઓ ડરી તે કેટલો સુંદર હશે!

આસમાની ચૂંદડી ઓઢી ધરા સોળે સજી
ચાંદની પણ પાથરી તે કેટલો સુંદર હશે!

લાલ પીળાં રંગબેરંગી જો પંખી શોભતા
ગાન લેતા મન હરી તે કેટલો સુંદર હશે!

વૃક્ષ ઊભું છે જટાયુ સમ ઘવાઈ એકલું
કૈં તપસ્યાઓ કરી તે કેટલો સુંદર હશે!

ઘૂઘવાતો ઉદધિ જો ગાય ગાથા શ્રેષ્ઠની
ઓ નદી જા જળ ભરી તે કેટલો સુંદર હશે!

ઝળહળે આકાશ આખું સૂર્ય લાલી માં થકી
સિંદૂરી સંધ્યા સરી તે કેટલો સુંદર હશે!

શબ્દ પુષ્પોનાં કવન ‘સપના’ જશે છોડી અહીં
જિંદગી જેને ધરી તે કેટલો સુંદર હશે!!

સપના વિજાપુરા

 

11 thoughts on “તે કેટલો સુંદર હશે!!!

 1. dilip Gajjar

  વૃક્ષ ઊભું છે જટાયુ સમ ઘવાઈ એકલું
  કૈં તપસ્યાઓ કરી તે કેટલો સુંદર હશે!
  શબ્દ પુષ્પોનાં કવન ‘સપના’ જશે છોડી અહીં
  જિંદગી જેને ધરી તે કેટલો સુંદર હશે!!
  સુંદર ગઝલ.

 2. Daxesh Contractor

  શબ્દ પુષ્પોનાં કવન ‘સપના’ જશે છોડી અહીં
  જિંદગી જેને (જેણે ???) ધરી તે કેટલો સુંદર હશે!!

  સુંદર …

 3. pragnaju

  ઝળહળે આકાશ આખું સૂર્ય લાલીમાં થકી
  સિંદૂરી સંધ્યા સરી તે કેટલો સુંદર હશે!

  શબ્દ પુષ્પોનાં કવન ‘સપના’ જશે છોડી અહીં
  જિંદગી જેને ધરી તે કેટલો સુંદર હશે!!

  સ રસ
  યાદ
  જુઓ, બ્રહ્માંડ એક કાન થયું,
  સાંભળો સાંભળો પ્રકાશનો રવ.

  શબ્દ ભૂલી જશો તો સંભળાશે –
  લાગણીનો અને વિચારનો રવ.

 4. Ramesh Patel

  ઝળહળે આકાશ આખું સૂર્ય લાલીમાં થકી
  સિંદૂરી સંધ્યા સરી તે કેટલો સુંદર હશે!

  શબ્દ પુષ્પોનાં કવન ‘સપના’ જશે છોડી અહીં
  જિંદગી જેને ધરી તે કેટલો સુંદર હશે!!

  સપના વિજાપુરા
  એક મધુરી અને ખૂબ જ સુંદર ભાવોથી ભરપૂર ગઝલ.
  આપને સુંદર મનનીય રચના માટે અભિનંદન.
  રમેશ પટેલ(આકાશદીપ)

 5. dilip

  તે કેટલો સુંદર હશે..આ ગઝલમાં પરમાત્મા માટેનો આદર અને અહોભાવ પ્રગટે છે સાથે કુતૂહલ વિસ્મય કે આ બધું સરજન આટ્લું સુંદર છે તો તે કેટલો સુંદર હશે વૈદિક ઋષીને પણ આવો જ પ્રશ્ન ઉઠેલ અને પ્રશનોપનીષદ વ્યકત થયેલ..અહીં સપનાજી જેઓ વિવિધ વિષય પર કાવ્ય સર્જન કરતા પ્રતિભાશાળી કવિયત્રીના દરશન થાય છે તેમના કાવ્ય માત્ર દુન્વયી પ્રેમાનુલક્ષી જ નહિ પણ દૈવી પ્રેમને પણ વ્યક્ત કરે છે તે પરથી તેઓનું આંતર સૌન્દર્ય છતું થાય છે..વિચારસૌન્દર્ય , ભાવ સૌન્દર્ય અને સૌન્દર્ય.. તેઓ સર્વ પ્રત્યે પવિત્ર દ્રુષ્ટીકોણ ધરાવતા આત્મા ્છે તેમના વર્ત્નમાં જુદી જ તરી આવતી આત્મીયતાની ઝલક છે..કોઈપણ ભૂલને તે ક્ષમા અર્પી શકે તેવું હ્રુદય ધરાવનાર છે અને..ભાવથી ભરપૂર હંમેશા સહકાર માટે તેમનો પરિવાર તત્પરતા દર્શાવે છે. મૈત્રીભાવ માટે સમર્પિત છે તેમની કલમથી વધુ ને વધુ સારી રચનાઓ આપણને મળતી રહે તેઓ ખુબ જ ખ્યાતિ વિસ્તરે અને સ્વાસ્થ્ય નિરામય રહે જ સદભાવના સહિત વિરમુ છું આ રચના હ્રુદયને ખુબ જ શ્પરશે છે..

 6. DR. CHANDRAVADAN MISTRY

  ઝળહળે આકાશ આખું સૂર્ય લાલીમાં થકી
  સિંદૂરી સંધ્યા સરી તે કેટલો સુંદર હશે!

  શબ્દ પુષ્પોનાં કવન ‘સપના’ જશે છોડી અહીં
  જિંદગી જેને ધરી તે કેટલો સુંદર હશે!!

  સપના, સરસ !
  જે સુંદર છે તેના જ વિચારોમાં છે સપના !
  સુંદરતાના ગુણલા ગાતા, છે ખુશ સપના !
  DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
  http://www.chandrapukar.wordpress.com
  Inviting you to Chandrapukar !

 7. Manhar Mody ('mann' palanpuri)

  વૃક્ષની છાયા નમી વંદન કરે ઈશ્વર તને
  પ્રીત પર્ણોથી ઝરી તે કેટલો સુંદર હશે!

  નિસર્ગપ્રેમ અને ઇશ્વરભક્તિનું સુંદર આલેખન !!!

 8. Girish Parikh

  કેટલી સુંદર ગઝલ આ !

  દિલીપભાઈ સંગીત સાથે ગાય તો વળી ઓર સુદર લાગે !

 9. chandralekha rao

  વાહ દીદી એક એક શબ્દ અભિભુત કરી દેનારોછે…..ખુબ ગમ્યુ તમારુ આ કવન….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

 

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.