7 Nov 2010

तेनु दिल दा वास्ता

Posted by sapana

દિલ પર ના તીર  ચલાવો तेनु दिल दा वास्ता
દિલ  કોમળ  છે ન સતાવો तेनु दिल दा वास्ता

આંસું સરતાં આંખોથી પાલવ ભીંજવતા મારો
આંખો અમથી ના ભીંજાવો तेनु दिल दा वास्ता

જુલ્મી તું નટખટ તું દિલચોર અને દિલબર તું
દિલને ચોરી ના તડપાવો तेनु दिल दा वास्ता

 રબ્બા પ્રીતમ સંગાથે પ્રીત પરમની પામું  હું
પ્રીત તણી ગાગર છલકાવો तेनु दिल दा वास्ता

વર્ષા મન  મૂકીને વરસે ને મન મારું તરસે
સ્નેહ મીઠો અનહદ વરસાવો तेनु दिल दा वास्ता

જાઓ સપનાંનાં સાગરમા ડૂબીતળિયે જઈને
વ્હાલા મોતી વીણી લાવો  तेनु दिल दा वास्ता

‘સપના’ સાચાં હો  અંતરના મારી  એ જ દુઆ છે
પલકો પર  એ ખૂબ સજાવો तेनु दिल दा वास्ता

-સપના विजापुरा

Subscribe to Comments

12 Responses to “तेनु दिल दा वास्ता”

  1. રબ્બા પ્રીતમ સંગાથે પ્રીત પરમની પામું હું
    પ્રીત તણી ગાગર છલકાવો तेनु दिल दा वास्ता

    દિલને ચોરી ના તડપાવો તેનું દિલ દા વાસ્તા….ટાઈપીંગ !! તલપાવો ?

    સુંદર પ્રણયરંગી ભાવોથી છલકતી રચના.

    http://geetgunjan.wordpress.com/

     

    dilip

  2. આભાર દિલીપભાઈ !! પ્રતિભાવ માટે!ટાઈપીંગ મિસ્ટેક. મેં સુધારી લિધી!
    સપના

     

    sapana

  3. વાહ વાહ સપનાબહેન ,,,સરસ રચના… અને આવા પ્રયોગ કરતા રહેવું … મંથન કરતા રહીએ તો અમ્રુત મળે…પણ ગઝલ માટે મારી એક વિનંતી છે કે ગઝલની નીચે તેનુ છંદ વિધાન લખવું . અભિનંદન્

     

    Narendra Jagtap

  4. વર્ષા મન મૂકીને વરસે ને મન મારું તરસે
    સ્નેહ મીઠો અનહદ વરસાવો तेनु दिल दा वास्ता

    જાઓ સપનાંનાં સાગરમા ડૂબીતળિયે જઈને
    વ્હાલા મોતી વીણી લાવો तेनु दिल दा वास्ता
    વાહ
    જાણે રાહતાલી ખાન ગૂંજી ઊઠ્યા!
    अज्ज दिन चढ़या तेरे रंग वर्गा,
    फूल सा है खिला आज दिन;

    रब्बा मेरे दिन ये ना ढले,
    वो जो मुझे ख्वाब में मिले,
    उसे तू लगा दे अब गले,
    तेनु दिल दा वास्ता;

    रब्बा आया दर दे यार दे,
    सारा जहाँ छोड़ छाड़ के,
    मेरे सपने संवार दे,
    तेन्नु दिल दा वास्ता;

    बख्शा गुनाहों को सुन के दुआओं को,
    रब्बा प्यार है तूने सब को ही दे दिया,
    मेरी भी आहों को सुन ले दुआओं को,
    मुझको वो दिला मैंने जिसको है दिल दिया,

    आसमान पे आसमान उसको दे इतना बता;

    वो जो मुझे देख के हँसे,
    पाना चाहूँ रात दिन जिसे,
    रब्बा मेरे नाम कर उसे,
    तेन्नु दिल दा वास्ता

    माँगा जो मेरा है जाता क्या तेरा है,
    मैंने कौन सी तुझसे जन्नत माँग ली,
    कैसा खुदा है तू बस नाम का है तू,
    रब्बा जो तेरी इतनी सी भी ना चली,
    चाहिए जो मुझे कर दे तू मुझको अदा,

    जीती रहे सल्तनत तेरी,
    जीती रहे आशिकी मेरी,
    दे दे मुझे ज़िन्दगी मेरी,
    तेन्नु दिल दा वास्ता;

     

    pragnaju

  5. સુંદર પ્રયોગાત્મક ગઝલ!
    સુધીર પટેલ.

     

    sudhir patel

  6. વાહ્ નવું અને મઝાનું…માન ગયે,સપના.

     

    devika

  7. વર્ષા મન મૂકીને વરસે ને મન મારું તરસે
    સ્નેહ મીઠો અનહદ વરસાવો तेनु दिल दा वास्ता
    …………………………………..એક અનોખો અંદાજ અને
    એટલા જ સરસ શબ્દોથી મઢ્યા વિચાર.

    રમેશ પટેલ(આકાશદીપ)

     

    Ramesh Patel

  8. well written Gujrati ane Punjabi nu mikshan Wah khoob Sapanaben Interestingly new Good job

     

    shenny Mawji

  9. વાહ વાહ … સુંદર વિચાર, સુંદર શબ્દો …સુંદર અને નવીન પ્રયોગ … ખુબ ગમ્યું.

     

    Paru Krishnakant 'Piyuni'

  10. વર્ષા મન મૂકીને વરસે ને મન મારું તરસે
    સ્નેહ મીઠો અનહદ વરસાવો तेनु दिल दा वास्ता

    જાઓ સપનાંનાં સાગરમા ડૂબીતળિયે જઈને
    વ્હાલા મોતી વીણી લાવો तेनु दिल दा वास्ता………………

    સપના…સુંદર રચના !
    Dr. Chandravadan Mistry (Chandrapukar)
    http://www.chandrapukar.wordpress.com
    Sapana…After the publication of the Post on your Gazal Book, your VISIT…your WORDS as your Comment mean SO MUCH to me.
    The others gave the Comments..but without your words there will be “emptyness” in my Heart ! Thanks ! I am happy that you liked as a Post !

     

    DR. CHANDRAVADAN MISTRY

  11. સ…ર…સ…

     

    Lata Hirani

  12. અરે તમે તો આ નવીન પ્રયોગ કર્યો તે રીતે તો રહી જ ગયું બિરદાવવું…આમ નવતર પરયોગ કરતાં રહેજો..”તેનુ કલમદા વાસતા” આમ કહેવાય ?
    આપને અને પરિવારને ઈદ મુબારક !

     

    dilip

Leave a Reply

Message: