દિલ


અમે ખૂબ મારી દબાવ્યું છે દિલ
સતત આજ રીતે રડાવ્યું છે દિલ

હુલાવી અણી સોયની તે પછી
વળે કળ હવે ક્યાં? ઘવા્યું છે દિલ

મળી બેવફાઇ કરી જો વફા
વફાનાં બહાને મનાવ્યું છે દિલ

જમાના જુલમ ના હવે કર વધુ
ઘણું આજ તક તેં સતાવ્યું છે દિલ

હતી જંગ દિલને દિમાંગો વચે
દિમાગે તો અંતે હરાવ્યું છે દિલ

ભરાયે નયનમાં અશ્રુઓ ક્દી
મનોહર છબીએ હસાવ્યું છે દિલ

કરો આમ ને  તેમ પણ ના કરો
સો સો તીર મારી  વિંધાવ્યુ છે  દિલ

જહન્નમી કહેનાર જોતા રહી ગયાં
ખુદાએ હસીને વધાવ્યું છે દિલ

હતી  આમ તો વાત  નાની છતાં
ફરી ને ફરી તે તપાવ્યું છે દિલ

તબીબો તો થાકી ગયાં છે હવે
અરે નામ કોનું મઢાવ્યું છે દિલ

બતાવ્યા છે આંખો ને ‘સપનાં’ ઘણાં
ન એકેય સાચું ઠરાવ્યું છે દિલ

સપના વિજાપુરા

મિત્રો,

આજે આ ગઝલ સાથે એક રેડિઓ સ્ટેશનની લિન્ક આપું છું..જેની મુલાકાત જરૂર લેશો..આપણાં સર્વનાં માનીતાં શ્રી વિજયભાઈ શાહ જેનાં મુખ્ય અતિથિ બન્યા હતા ..તેઓ ગુજરાતી ભાષાને જીવંત રાખવા તન તોડ મહેનત કરે છે..આ પ્રોગ્રામમાં આપ મારી તથા ભરતભાઈ દેસાઈની ગઝલનું પઠન પણ સાંભળી શકશો..આપ સર્વને અમારું હાર્દિક આમંત્રણ છે..

આપની મિત્ર સપના

http://www.rangilogujarat.com/

10 thoughts on “દિલ

 1. Ramesh Patel

  તબીબો તો થાકી ગયાં છે હવે
  અરે નામ કોનું મઢાવ્યું છે દિલ

  બતાવ્યા છે આંખો ને ‘સપનાં’ ઘણાં
  ન એકેય સાચું ઠરાવ્યું છે દિલ

  સપના વિજાપુરા
  …………………………
  ગઝલમય સપનાઓમાં રમતી કલમને ખૂબ ખૂબ અભિનંદન.
  સરસ સમાચાર ..આનંદો..ધન્ય સાહિત્ય પ્રેમીઓને.
  રમેશ પટેલ(આકાશદીપ)

 2. Dilip Gajjar

  દિમાંગ અને દિલની વચે જંગ છે
  દિમાગે તો અંતે હરાવ્યું છે દિલ

  અવાચક બની લોક જોતા રહી ગ્યાં
  ખુદાએ હસીને વધાવ્યું છે દિલ

  તબીબો તો થાકી ગયાં છે હવે
  અરે નામ કોનું મઢાવ્યું છે દિલ

  બતાવ્યા છે આંખો ને ‘સપનાં’ ઘણાં
  ન એકેય સાચું ઠરાવ્યું છે દિલ

  દર વખત જેમ આપન ખુબ ગમ અને ગહરાઈની ગઝલ દિલ વિષે લાવ્યા છો.. ટૂકી બહર ની આ ગઝલ સરસ છે..રેડીઓ પર આપની રચના પ્રરસારિત થઈ તે બદ અભિનંદન…..લખતાં રહેજો..

 3. DR. CHANDRAVADAN MISTRY

  હતી આમ તો વાત નાની છતાં
  ફરી ને ફરી તે તપાવ્યું છે દિલ

  તબીબો તો થાકી ગયાં છે હવે
  અરે નામ કોનું મઢાવ્યું છે દિલ………
  સપના,આજની રચના પોસ્ટમાંથી ઉપરનું વાંચ્યું !
  અનેક તબીબો તો થાકી ગયા,
  હવે એક છે છે જે નથી થક્યા,
  દીલ જેનું સર્જરીથી સારૂં,
  જાણી, સપના કહે ગમે મને દીલ મારૂં !
  Sapana..Nice Post !
  DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
  http://www.chandrapukar.wordpress.com
  Hope to see you on Chandrapukar again ! Thanks for your recent visit !

 4. ડો.મહેશ રાવલ

  સપનાજી….
  ભાવ અને અભિવ્યક્તિ તો સરસ રહ્યા પણ મેં અગાઉ કહ્યું’તું એ આજે ફરીને કહીશ કે, ગઝલ એકવાર લખાઈ જાય પછી એક વાચક/ભાવક તરીકે ફરી-ફરીને વાંચવાની આદત પાડવાથી ઉતાવળમાં કે અજાણતા રહી ગયેલી ક્ષતિઓ ધ્યાને પડી શકે…!
  પ્રસ્તુત ગઝલમાં પણ કંઈક એવું જ બન્યું હોય એવું લાગ્યું
  મારા ખ્યાલ મુજબ અહીં લગાગા લગાગા લગાગા લગા નું મીટર લેવાયું છે પણ અંતિમ શેર સુધી જળવાયું હોય એવું નથી લાગતું
  શેર ન. ૫ અને ૮ ફેરવિચારણા માગે છે…..
  ક્ષમા કરજો પણ સારી રચનાને વધુ સારી બનાવવા એક ગઝલકાર મિત્ર તરીકેની ફરજ ગણી સૂચન કર્યું છે. આખરે તો આપનો નિર્ણય જ આખરી ગણાય.

 5. Pancham Shukla

  દિલની ફિતરત વિશે આપણું મન જે લખાવે એ ઓછું જ પડે. દિલનો દિલેરી કસ કાઢતી આ રચનાની આ વાત ખાસ ગમી ગઈ

  હુલાવી અણી સોયની તે પછી
  વળે કળ હવે ક્યાં? ઘવા્યું છે દિલ

 6. Pancham Shukla

  તમને અભિનંદન. વિજયભાઈઅને રંગી લું/લો ગુજરાત/તી ટીમને શુભેચ્છાઓ.

 7. vishwadeep

  તબીબો તો થાકી ગયાં છે હવે
  અરે નામ કોનું મઢાવ્યું દિલ..
  મસ્ત ગઝલ લખી છે…અભિન્ંદન

 8. pragnaju

  હુલાવી અણી સોયની તે પછી
  વળે કળ હવે ક્યાં? ઘવા્યું છે દિલ
  તોબા તોબા
  કરો આમ ને તેમ પણ ના કરો
  સો સો તીર મારી વિંધાવ્યુ છે દિલ
  ………………….
  તબીબો તો થાકી ગયાં છે હવે
  અરે નામ કોનું મઢાવ્યું દિલ..
  જિનસે જીકર ન કીજે,દવા દરવેશ કી લીજે
  ઓમ સબદ પૈચાન આદો, અગમકી ઓલખાન ”

  જહન્નમી કહેનાર જોતા રહી ગયાં
  ખુદાએ હસીને વધાવ્યું છે દિલ
  કરમે ખુદા
  ખુદા ભી અજીબ કા ખેલ ખેલતા હૈ!
  જો ચીજ કામ કી હો વો બડી મેહનત કૈ બાદ દેતા હૈ

  તુમ્હારા હાથ પકડ કર આસમાન કી ઓર
  દેખૂં ઔર ઉસ ખુદા કા શુક્રિયા અદા કરૂઁ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

 

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.