28 Dec 2010

હોય છે

Posted by sapana


મિત્રો,
આપ સર્વને નવા વર્ષની શુભકામના…

આજે એક ગઝલ મારાં બ્લોગમાં મૂકું છું..આ ગઝલ હું મારાં બ્લોગનાં મિત્રોને અર્પણ  કરું છું. આશા રાખું કે આપને  ગમશે..આ સાથે થોડાં સમય માટે હું ભારતનાં પ્રવાસે જાઉં છું.હું પૂરતાં પ્રયત્ન કરીશ કે ત્યાંથી પણ મારો બ્લોગ અપડેઈટ કરું અને મારાં મનમાં આવેલી ભાવના અને સ્ફુરણા આપની સમક્ષ રજુ કરું ..આપની પાસે દુઆની ગુજારીશ છે..સપના

દુખમાં જે સાથ દેતા હોય છે
એજ દોસ્તીને સમજતાં હોય છે
બેવફાઈ તો છે કરનારા ઘણાં
હા, વફા કરનાર થોડાં હોય છે

દુખ સ્વજનથી જ મળતાં હોય છે
ક્યા હ્રદય  પરજન રહેતાં હોય છે

ઓસથી ન્હાતાં બધા ફૂલો જુઓ
હર્ષથી એ પણ તો રડતા હોય છે
 
ચાંદ જોઈને સતત રડતા ચકોર
ચન્દ્રમાંને ક્યાં એ મળતા હોય છે
 
ભાગ્યમાં શું છે થવાનું શી ખબર?
હોંશથી વર, ઘોડી ચડતા હોય છે

ભોળપણનો લાભ ઊઠાવે છે જે

એમનાં દિલ ખૂબ ડસતા હોય છે
મૌનની ભાષા સમજતો પણ નથી
બંધ આંખે દિલેય ગળતા હોય છે
રોજ સપના જોઉં છું હું એટલે
એ હકીકતમાં બદલતાં હોય છે

હોય મક્તામા ભલે સપના રડી
આ ગઝલ વાંચી તે હસતા હોય છે

સપના વિજાપુરા

Subscribe to Comments

11 Responses to “હોય છે”

  1. ચાંદ જોઈને સતત રડતા ચકોર
    ચન્દ્રમાંને ક્યાં એ મળતા હોય છે
    >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>

    મિત્રોને યાદ કરી લખી છે આ ગઝલ સપનાએ,
    સપનાને તો મળશે “ચંદ્ર” ભારતના ગગને,
    મિત્રતાની યાદ આવશે જરૂર એને,
    ફરી સુખરૂપે આવાવાની આશ હોય ચંદ્રને !
    DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
    http://www.chandrapukar.wordpress.com
    Sapana..All the Best in India & whereever you go !

     

    DR. CHANDRAVADAN MISTRY

  2. આપનું સ્વાગત છે આપણા ભારતમાં. ભલે પધાર્યા.

    ગઝલમાં ઊર્મિઓ સારી રીતે વ્યક્ત થઈ છે.

     

    Manhar Mody ('mann' palanpuri)

  3. આપની અન્તરની ભાવનાઓનો યથાર્થ ચિતાર..આપને અન્તરની શુભેચ્છાઓ..સરવેત્ર સુખિન સન્તુ સર્વે સન્તુ નિરામયા…

     

    unterdeep

  4. ભાગ્યમાં શું છે થવાનું શી ખબર?
    હોંશથી વર, ઘોડે ચડતા હોય છે

    રોજ સપના જોઉં છું હું એટલે
    એ હકીકતમાં બદલતાં હોય છે

    હોય મક્તામા ભલે સપના રડી
    આ ગઝલ વાંચી (સૌ) હસતા હોય છે

     

    Pancham Shukla

  5. મૌનની ભાષા સમજતો પણ નથી
    બંધ આંખે દિલેય ગળતા હોય છે
    રોજ સપના જોઉં છું હું એટલે
    એ હકીકતમાં બદલતાં હોય છે

    હોય મક્તામા ભલે સપના રડી
    આ ગઝલ વાંચી સૌ હસતા હોય છે
    શેર વધુ ગમ્યા

     

    pragnaju

  6. સુંદર ગઝલ જેવી સરસ યાત્રા સુખકર અને સેફ રહે.અસ્તુ.

     

    himanshu patel

  7. ખૂબ ખૂબ શુભેચ્છા .
    ગઝલની જેમ આપનો પ્રવાસ આનંદથી ગુજતો રહે એવી અભિલાષા.
    સરસ ગઝલ બદલ અભિનંદન.
    રમેશ પટેલ(આકાશદીપ)

     

    Ramesh Patel

  8. ગઝલ નો પ્રયત્ન સારો છે પણ હજુ વધારે સુક્ષ્મ આવર્તનો અપેક્ષિત્
    ખરાઁ.ભારતમા સ્વાગત છે.

     

    Kirtikant Purohit

  9. સરસ રચના.
    અભીનન્દન.

     

    urvashi parekh

  10. સુંદર ગઝલ સાથે ભારત પ્રવાસની શુભેચ્છાઓ!
    સુધીર પટેલ.

     

    sudhir patel

  11. ભોળપણનો લાભ ઊઠાવે છે જે
    એમનાં દિલ ખૂબ ડસતા હોય છે (ખુબ સરસ )mehul

     

    mehul

Leave a Reply

Message: