ભૂલાય શેં?


પ્રેમ સાગર
આંખોથી છલકાય
સંતાડાય શેં?

છાપ  પ્રસંગો તણી ભૂંસાય શેં?
ટેરવે છે  સ્પર્શ  તવ ભૂલાય શેં?

રાત રાણી મ્હેક્તી’તી બારણે
લાલ બોગન વેલ પણ સુકાય શેં?

ઝળઝળિયા આંખનાં છેદી ગયાં
તાર તાર મારું  હ્રદય  સીવાય શેં?

જ્યાં,હવાના કારનામા થ્યાં અફળ
એ જલાવે જે શમા બૂઝાય શેં?

વાટ જોતી એકલી આંખો  ભરી
આવશે તું આશ એ  છોડાય શેં?

એક માંએ સાત છોરૂ પાળ્યાં
સાતથી એક માત પણ સચવાય શેં
?

આંગણાંની તૂલસી છું હું સખા
દ્વાર પર મારાં કદમ મૂકાય શેં?

જાય સાગર પાસ મળવા  દોડતી
વાટ  સાગરની  નદીથી થાય શેં?

હોય સપનાં આંખમાં સોહામણાં
પણ આ’ સપના’ હાથમાં પકડાય શેં?

સપના વિજાપુરા

14 thoughts on “ભૂલાય શેં?

 1. pragnaju

  પ્રેમ સાગર
  આંખોથી છલકાય
  સંતાડાય શે?
  છાપ પ્રસંગો તણી ભૂંસાય શે?
  ટેરવે છે સ્પર્શ તારો ભૂલાય શે?

  સુંદર ગઝલનો મત્લા વધુ સરસ
  વાહ્
  જેમાં ગૉડની આંગળી અને આદમની આંગળીઓનો સ્પર્શ આખી માનવજાતના આરંભનું સૂચન કરે છે. ”આપણી આંગળીનું એક ટેરવું એને સહેજ સ્પર્શે
  ત્યાં તો એની પંખુડીઓ લજ્જાથી બિડાઈ જાય છે.

 2. Daxesh Contractor

  એક માંએ સાત છોરૂ પાળ્યાં
  એક મા આ સાતથી સચવાય શે?

  સુંદર ગઝલ … વિવિધ સંવેદનાઓને સુંદર રીતે વણી લીધી છે…
  (બોઘન ને બદલે બોગનવેલ આવે)

 3. unterdeep

  સુંદર ગઝલ, દેશી બોલીનો અનુપ્રાસ પ્રયોગ, તાજગી સભર રચના વાંચવી ગમી
  છાપ પ્રસંગો તણી ભૂંસાય શેં
  ટેરવે છે સ્પર્શ તવ ભૂલાય શેં

 4. DR BHARAT

  નવિનતમ મિશ્ર રચના…!
  તેમાંય વચ્ચે મુકાયેલ આ બે પંક્તિ ઓં નવો ઓપ આપેછે,
  ‘એક માંએ સાત છોરૂ પાળ્યાં
  એક મા આ સાતથી સચવાય શે?’

 5. Heena Parekh

  ઝળઝળિયા આંખનાં છેદી ગયાં
  તાર તાર મારું હ્રદય સીવાય શેં?..
  ખૂબ સરસ. અભિનંદન.

 6. Panchma Shukla

  સરસ ગઝલ. શેં ના પ્રશ્નાર્થથી વાચકની જવાબદારી વધી જાય છે જે ગઝલને વિવિધ રીતે માણવામાં ઉપકારક નીવડે છે.

 7. DR. CHANDRAVADAN MISTRY

  પ્રેમ સાગર
  આંખોથી છલકાય……
  …….પણ આ’ સપના’ હાથમાં પકડાય શેં?
  એક ગઝલ શરૂઆત…અને અંતે સપના ગઝલ કરનાર પકડાય ગઈ !
  સુંદર રચના !
  DR. CHANDRAVADAN MISTRY
  http://www.chandrapukar.wordpress.com
  Hope to see YOU & your READERS on Chandrapukar for the New Post on HEALTH!

 8. Bhupendrasinh Raol

  સપનાજી,
  ક્યારેક સાગરે પણ્ નદી ની વાટ જોવી પડે,એમા શૂ?તુલસી ને ઘર મા લઇ લેવા મા શાણપણ છે,જો ઘર મા બિજો કોઇ ગુલાબ નો ગોટો ના હોય તો.બાકી માર ખવા ની તૈયારી રાખવી પડે.બહૂ સુંદર રચના છે.ધન્યવાદ્.

 9. Jagadish Christian

  સુંદર ગઝલ.
  હોય સપનાં આંખમાં સોહામણાં
  પણ આ’ સપના’ હાથમાં પકડાય શેં?
  પ્રશ્નો ઘણા છે પણ એના જવાબ આપણામાં જ ક્યાંક છે એ શોધાય શેં?

 10. Lata Hirani

  સરસ ગઝલ પણ આ પન્ક્તિ સમગ્ર ગઝલના ભાવથી જુદી પડે છે કે !!

  એક માંએ સાત છોરૂ પાળ્યાં
  સાતથી એક માત પણ સચવાય શેં?

 11. ડૉ. મહેશ રાવલ

  ગઝલ સરસ થઈ છે સપનાજી…
  ભાવ પણ સરસ જળવાયો છે,
  આ સાત છોરૂ વાળીવાત જુદી તારવી એ અભિવ્યક્તિને અનુરૂપ બીજી એક ગઝલ બની શકે એવું છે-રદિફ શેં ને બદલે ક્યાં ! લઈને.
  વિચારી જોજો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

 

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.