1
Aug
2015
Posted by sapana. 4 Comments

આજ જ્યારે શબ્બીરનો જન્મદિવસ છે ત્યારે એક વ્યકતિની ખોટ સતત સાલી રહી છે..એ છે રુક્ષમણી બા..આમ જોવા જઈએ તો મારે ને રૂક્ષમણી બા સાથે કાંઈ પણ લોહીનો સંબંધ નહી..પણ મારાં જીવનનો એ મોટો હિસ્સો બની ગયાં હતાં.હેમંતભાઈ જેને હું ઘણા વરસોથી રાખડી બાંધું છું..એ મારા પતિને ૧૯૮૦ માં મળેલા ફાર્મસી બોર્ડની એક્ઝામ વખતે..હેમંતભાઈ વોરા અને અમે વિજાપુરા એટલે પરીક્ષા સમયે બન્નેનો નંબર સાથે આવેલો અને ઓળખાણ થયેલી..વાત વાતમાં હેમંતભાઈએ કહેલું કે આમ એ લોકો મુંબઈથી પણ ઓરીજનલી મહુવાના..બસ એ દિવસથી હેમંતભાઈ મારા ભાઈ બની ગયેલાં..કારણકે હું મહુવાથી છું..અને એમણે એ સંબંધ આજ સુધી જાળવી રાખ્યો છે..
ત્યારબાદ હેમંતભાઈએ રૂક્ષમણી બા ને ભારતથી અમેરીકા બોલાવેલા..અને અમારો પ્રેમનો સંબંધ બંધાઈ ગ્યો..બાએ પણ ‘બા’નો સંબંધ બરાબર નીભાવ્યો..જ્યારે શબ્બીરના સમયે હું પેટસે હતી ત્યારે મારો ખોળૉ ભર્યો અને મોટી પાર્ટી રાખી..મને સોનાની ચેઈન અને એક જોડી કપડા પણ કર્યા..અને જ્યારે હું હોસ્પીટલ ગઈ તો મારી સાથે સાથે હોસ્પીટલ પણ આવ્યા અને શબ્બીરઅને સૌથી પહેલો ખૉળામાં લેનાર પહેલા બા હતાં..આશીર્વાદ આપનાર પણ રૂક્ષમણી બા હતાં..પછી તો ઘણાં પ્રસંગોમાં બા હાજર હતાં..શબ્બીરના લગ્નની કંકોત્રી આપવા હું મુંબઈ ગઈ હતી ત્યારે બા ને છેલ્લા જોયેલા બસ એ છેલ્લા જોયા હતાં..બા હવે ભારતમાં હતાં. શબ્બીરના લગ્નમાં આવવાની એમની ખૂબ ઈચ્છા હતી..પણ આવી ના શક્યા..શબ્બીરના લગ્ન ૫ જુન ૨૦૧૫ ના દિવસે થયાં..અને બા ૨ જુન ૨૦૧૫ ના દિવસે આ દુનિયા છોડી ગયાં. હેમંતભાઈએ અમને જણાવ્યું નહીં..કે તમારો પ્રસંગ બગડે અને તું દુઃખી થાય એમ કહીને…રૂક્ષમણી બા તમે મને ખરા સમયે દગો દીધો…
આજ શબ્બીરના જન્મદિવસે તમે ખૂબ યાદ આવ્યાં..
સપના વિજાપુરા
16
Jun
2015
Posted by sapana. 4 Comments
21
May
2015
Posted by sapana. 6 Comments

મને મારી જાત સાથે મળવા દો
હવે તો મુજ આપ સાથે મળવા દો
કરેલી હર ભૂલને ભૂલાવી દો
કરી દિલને સાફ સાથે મળવા દો
ડરાવો ના મોતના આઘાતોથી
મને મારી ઘાત સાથે મળવા દો
કરી દો પરદા ગયેલી હર પળ પર
મને મારી આજ સાથે મળવા દો
ચકાચૌંધે આંખને આંજી દીધી
હવે શીતલ રાત સાથે મળવા દો
જગત જૂઠાનું છે ‘સપના’ સાચું છે
કહો સાચું સાચ સાથે મળવા દો
સપના વિજાપુરા
9
Apr
2015
Posted by sapana. 4 Comments

લગાગાગા લગાલગા ગાગાગા
જુલમની હદ નજર કરી દે મૌલા.
જખમનાં તું મલમ કરી દે મૌલા.
આ દુનિયામાં કતલ ન હો ખુદા યા
તું ખંજરને કલમ કરી દે મૌલા.
હટાવી દે બિહામણા મંજર યા
હ્રદય મારું ખડક કરી દે મૌલા.
અમન શાંતી કરી દે જગમાં યા
કયામતની ખબર કરી દે મૌલા.
કરોનાથી ઘણા દિપક બુઝાયા
હવે રહેમની નજર કરી દે મૌલા
ફરી સપનાએ હાથ ઉઠાવ્યાં છે.
દુઆમાં તું અસર કરી દે મૌલા.
સપના વિજાપુરા
22
Mar
2015
Posted by sapana. 4 Comments

આવ તારું હું પણુ ભૂલી જઈને આવ તું,
જિંદગીમા પ્રેમનું અમૃત ભરીને ને આવ તું.
પ્રેમનો આભાસ આપી ને ગયો છે પ્યારથી
પ્રેમનું સ્પન્દન ફરી મનમા લઈ ને આવ તું.
મૌનથી થાકી ગઈ છું હું તું આ સન્નાટામાં હવે
પ્રેમના સંવાદની પરિભાષા લઈ ને આવ તું.
આંખ ના ઊંડાણમાંથી નીતર્યા છે વ્હાલ તો
આંખમાં સપના સુનેરા હા બની ને આવ તું
સપના વિજાપુરા
13
Mar
2015
Posted by sapana. 2 Comments
ઉદાસીનું કોઈ નામ આપું
તને સારું કોઈ કામ આપું
કરું મદહોશી નામ તારે
નજરનાં ઢળતાં જામ આપું
તું ગમ દુનિયાના વીસરી જા
હું ઝુલ્ફોની એ શામ આપું
ઘડી જો મહોબતની મળે તો
તું માંગે એવા દામ આપું
આ દુનિયા તો સપના તણી છે
તને એ જોવા હામ આપું
સપના વિજાપુરા
31
Jan
2015
Posted by sapana. 3 Comments

હાથમાંથી હાથ સરકી જાય છે
આ સમય લોકોને ભરખી જાય છે
જિદંગી કડવાશથી એવી ભરી
મોત પણ જોઈને છટકી જાય છે
આજ સંબંધો છે, પણ પ્લાસ્ટિકના છે
હા તરત મુજ આંખ પરખી જાય છે
આવવું તારું છો આકસ્મિક હો પણ
દિલ હજું મારું ય ધડકી જાય છે
જિંદગી તારી હવાનું શું કરું?
આંખ મારી કેમ ફરકી જાય છે?
એક સપના, લાખ પીડા છે અહીં
માથું મારું રોજ સણકી જાય છે
સપના વિજાપુરા
1
Jan
2015
Posted by sapana. 4 Comments

બહોત સારી ખુશિયોંસે દામન ભર જાયે નયે સાલ
એક કતરા ભી ખુને નાહક ના બહાયે નયે સાલ
એ ખુદા હમ અપને રૂઠોકો મના પાયે નયે સાલ
એ ખુદા બિછડે હુએસે જલ્દ મિલ પાયે નયે સાલ
એક ભી ના ભૂખા રહે ઔર ના પ્યાસા જાયે દરસે
હર દિલમે ઈન્સાનીયતકા જજબા જગાયે નયે સાલ
એ મેરે રબ ભટકે હુએકો સહી રાસ્તા દિખા દે તું
દુનિયાકે હર કોનેમે અમનકા પૈગામ પહોંચાયે નયે સાલ
હર દિલમે કૉઇ ના કોઈ તો ‘સપના’ સજા હૈ મેરે અલ્લાહ
હર દિલકે સપનેકો પૂરા કરકે જશન મનાયે નયે સાલ
સપના વિજાપુરા
28
Dec
2014
Posted by sapana. 2 Comments

ગુનાનો ટોપ ઓઢીને તને મળવા નહીં આવું
ચહેરો શ્યામ ઘોળીને તને મળવા નહી આવું
ખુદા જન્નત અહીં તું મોકલી દે ખાસ મારે કાજ
ધરા મારી હું છોડીને તને મળવા નહી આવું
હજારો દુઃખ છે મહોબતથી વધારે આ જગતમાં ભાઈ
એ તારે કાજ છોડીને તને મળવા નહીં આવું
કરી દે નામ મારે તું હ્રદય તારું નહીંતર હું
કહું છુ હાથ જોડીને તને મળવા નહી આવું
મુલાકાતય કદી ‘સપનાં’ મહી જો થાય તો બસ થાય
સુખી સંસાર છોડીને તને મળવા નહી આવું
સપના વિજાપુરા
13
Dec
2014
Posted by sapana. 6 Comments
આ કાવ્ય મારી મોટી બહેને મારાં માટે ખૂબ પ્રેમથી લખ્યું છે..આપ સર્વ આવી પ્રતિભાવ જરૂર આપશો..
સપના વિજાપુરા
જોવા મંડે છે સપનાં સમી સાંજનાં
કહે પૂરતાં નથી શું સપનાં રાતનાં?
ભલે કોઈ કવિતા નથી લખી બહેનો કાજ
પ્રેમ મારો રહેશે સદા તારી સાથમાં
દિલની કેટલી પ્રેમાળ નાજુક છે તું
તે પ્રતીતિ જગતને કરાવી તારાં કાવ્યો થકી
ફીલોસોફી તારા કાવ્યોની સહેલી નથી
જીવનની નવી રાહો બતાવી કાવ્યો થકી
સદા કદમ આગળ વધારતી રહે મંઝિલ તણી
સાથ લઈને શરીફનો શબ્બીરનો આગળ ભણી
શીરીન મરચંટ
મારાં મોટા બહેન