21 May 2015

મળવા દો

Posted by sapana

writing

મને મારી જાત સાથે મળવા દો
હવે તો મુજ આપ સાથે મળવા દો

કરેલી હર ભૂલને ભૂલાવી દો
કરી દિલને સાફ સાથે મળવા દો

ડરાવો ના મોતના આઘાતોથી
મને મારી ઘાત સાથે મળવા દો

કરી દો પરદા ગયેલી હર પળ પર
મને મારી આજ સાથે મળવા દો

ચકાચૌંધે આંખને આંજી દીધી
હવે શીતલ રાત સાથે મળવા દો

જગત જૂઠાનું છે ‘સપના’ સાચું છે
કહો સાચું સાચ સાથે મળવા દો

સપના વિજાપુરા

Subscribe to Comments

6 Responses to “મળવા દો”

  1. સરસ ગઝલ “ચકાચૌંધે આંખને આંજી દીધી
    હવે શીતલ રાત સાથે મળવા દો” વિશેષ ગમી.
    સરયૂ

     

    Saryu Parikh

  2. જગત જૂઠાનું છે ‘સપના’ સાચું છે
    કહો સાચું સાચ સાથે મળવા દો
    સપના વિજાપુરા

    સરસ પોસ્ટ.
    હવે “ચંદ્રપુકાર” મળીશું.
    Chandravadan
    http://www.chandrapukar.wordpress.com
    Avjo !

     

    DR. CHANDRAVADAN MISTRY

  3. Khub saras chintan sabhar gazal..

     

    dilip

  4. આભાર!!

     

    sapana

  5. આભાર ભાઇ!!

     

    sapana

  6. આભાર સર્યુબેન

     

    sapana

Leave a Reply

Message: