આવ તું

3410661602_f3d67cb09f

આવ તારું હું પણુ ભૂલી જઈને આવ તું,
જિંદગીમા પ્રેમનું અમૃત ભરીને ને આવ તું.

પ્રેમનો આભાસ આપી ને ગયો છે પ્યારથી
પ્રેમનું સ્પન્દન ફરી  મનમા લઈ ને આવ તું.

મૌનથી થાકી ગઈ છું હું તું આ સન્નાટામાં હવે
પ્રેમના સંવાદની પરિભાષા લઈ ને આવ તું.

આંખ ના ઊંડાણમાંથી નીતર્યા છે વ્હાલ તો
આંખમાં સપના સુનેરા હા બની ને આવ તું
સપના વિજાપુરા

4 thoughts on “આવ તું

  1. અશોક જાની 'આનંદ'

    સારી ગઝલ.. ત્રીજા શે’રમાં થોડો છંદ લથડે છે.. વળી ‘લઈને ‘ કાફિયો ફરી આવ્યો છે.. તે ટાળવું.. બીજા શે’રમાં ‘લઈને’ ની જગ્યાએ ‘ધરીને’ કરી શકાય ..

  2. dilip

    મત્લા સાથે જ ગમિ ગઇ ગઝલ વધુ લખજો..મુક્ત કાફિયા સાથે…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

 

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.