1 Aug 2015

રૂક્ષમણી બા

Posted by sapana

 

IMG_0493

આજ જ્યારે શબ્બીરનો જન્મદિવસ છે ત્યારે એક વ્યકતિની ખોટ સતત સાલી રહી છે..એ છે રુક્ષમણી બા..આમ જોવા જઈએ તો મારે ને રૂક્ષમણી બા સાથે કાંઈ પણ લોહીનો સંબંધ નહી..પણ મારાં જીવનનો એ મોટો હિસ્સો બની ગયાં હતાં.હેમંતભાઈ જેને હું ઘણા વરસોથી રાખડી બાંધું છું..એ મારા પતિને ૧૯૮૦ માં મળેલા ફાર્મસી બોર્ડની એક્ઝામ વખતે..હેમંતભાઈ વોરા અને અમે વિજાપુરા એટલે પરીક્ષા સમયે બન્નેનો નંબર સાથે આવેલો અને ઓળખાણ થયેલી..વાત વાતમાં હેમંતભાઈએ કહેલું કે આમ એ લોકો મુંબઈથી પણ ઓરીજનલી મહુવાના..બસ એ દિવસથી હેમંતભાઈ મારા ભાઈ બની ગયેલાં..કારણકે હું મહુવાથી છું..અને એમણે એ સંબંધ આજ સુધી જાળવી રાખ્યો છે..
ત્યારબાદ હેમંતભાઈએ રૂક્ષમણી બા ને ભારતથી અમેરીકા બોલાવેલા..અને અમારો પ્રેમનો સંબંધ બંધાઈ ગ્યો..બાએ પણ ‘બા’નો સંબંધ બરાબર નીભાવ્યો..જ્યારે શબ્બીરના સમયે હું પેટસે હતી ત્યારે મારો ખોળૉ ભર્યો અને મોટી પાર્ટી રાખી..મને સોનાની ચેઈન અને એક જોડી કપડા પણ કર્યા..અને જ્યારે હું હોસ્પીટલ ગઈ તો મારી સાથે સાથે હોસ્પીટલ પણ આવ્યા અને શબ્બીરઅને સૌથી પહેલો ખૉળામાં લેનાર પહેલા બા હતાં..આશીર્વાદ આપનાર પણ રૂક્ષમણી બા હતાં..પછી તો ઘણાં પ્રસંગોમાં બા હાજર હતાં..શબ્બીરના લગ્નની કંકોત્રી આપવા હું મુંબઈ ગઈ હતી ત્યારે બા ને છેલ્લા જોયેલા બસ એ છેલ્લા જોયા હતાં..બા હવે ભારતમાં હતાં. શબ્બીરના લગ્નમાં આવવાની એમની ખૂબ ઈચ્છા હતી..પણ આવી ના શક્યા..શબ્બીરના લગ્ન ૫ જુન ૨૦૧૫ ના દિવસે થયાં..અને બા ૨ જુન ૨૦૧૫ ના દિવસે આ દુનિયા છોડી ગયાં. હેમંતભાઈએ અમને જણાવ્યું નહીં..કે તમારો પ્રસંગ બગડે અને તું દુઃખી થાય એમ કહીને…રૂક્ષમણી બા તમે મને ખરા સમયે દગો દીધો…
આજ શબ્બીરના જન્મદિવસે તમે ખૂબ યાદ આવ્યાં..
સપના વિજાપુરા

Subscribe to Comments

4 Responses to “રૂક્ષમણી બા”

  1. કેવા લાગણીસભર માનવીય સંબંધો ! ઘણીવાર લાગણીના સંબંધો લોહીના સંબંધોથી પણ આગળ નીકળી જતા હોય છે, જે આપના અને રૂક્ષમણી બાના સંબંધોના ઉદાહરણથી જણાઈ આવે છે.શબ્બીરને જન્મદિનની વધાઈ. મિસિસ શબ્બીરઅલી (વહુ), શરીફભાઈ અને આપને પણ આ પ્રસંગે મુબારકબાદી.

     

    Valibhai Musa

  2. રૂક્ષમણી બાની હ્રદયસ્પર્શી વાતો કોઈને પણ ગમી જાય એવી.. આપાના દેશની આ જ મૂળ સંસ્કૃતિ છે અન્યને પોતાના કરવાની..

     

    અશોક જાની 'આનંદ'

  3. શબ્બીરના લગ્નની કંકોત્રી આપવા હું મુંબઈ ગઈ હતી ત્યારે બા ને છેલ્લા જોયેલા બસ એ છેલ્લા જોયા હતાં..બા હવે ભારતમાં હતાં. શબ્બીરના લગ્નમાં આવવાની એમની ખૂબ ઈચ્છા હતી..પણ આવી ના શક્યા..શબ્બીરના લગ્ન ૫ જુન ૨૦૧૫ ના દિવસે થયાં..અને બા ૨ જુન ૨૦૧૫ ના દિવસે આ દુનિયા છોડી ગયાં. હેમંતભાઈએ અમને જણાવ્યું નહીં..કે તમારો પ્રસંગ બગડે અને તું દુઃખી થાય એમ કહીને…રૂક્ષમણી બા તમે મને ખરા સમયે દગો દીધો…
    આજ શબ્બીરના જન્મદિવસે તમે ખૂબ યાદ આવ્યાં..
    સપના વિજાપુરા

    સપનાબેન,
    એક પોસ્ટરૂપે તમે રૂક્ષમણીબાને યાદ કરી હ્દયમાં જે હતું તે કહ્યું.
    બા સાથેનો તમારો સ્નેહ. તમારા દીકરાના લગ્ન સમયે મુંબઈ જઈ કંકોત્રી આપવાનું કાર્ય પ્રભુ (ખુદા) એજ કર્યું. બાની ઈચ્છા હોવા છતાં એમનું મૃત્યું એમાં પણ ખુદાની ઈચ્છા….આને હંમંતભાઈએ સમાચાર ના આપ્યા તેમાં પણ ખુદાની ઈચ્છા.આવા સ્વીકાર સાથે ફક્ત “મીઠી યાદ” જ રહે ….આજ દીકરાના જન્મદિવસે બાની યાદમાં “સાથે ગાળેલા દિવસોની મીઠી યાદ જ એમને ખરી અંજલી છે.
    શબ્બિરને બર્થડેના અભિનંદન !
    >>ચંદ્રવદન્
    DR. CHANDRAVADAN MISTRY
    http://www.chandrapukar.wordpress.com
    Avjo !
    જે વ્હાલા તે જ ખુદાને વ્હાલા
    યાદ કરી ખુદાએ જ બાને બોલાવ્યા,
    ના દગો ના ખુદાની ભુલ કહો
    જગમાં બાને જાણવાની કૃપા કહો,
    જે યાદ રહી ગઈ તેને તાજી કરો,
    તો હર યાદમાં બાને “અંજલી”અર્પો !
    ચંદ્રવદન

     

    DR. CHANDRAVADAN MISTRY

  4. બા યાદ આવ્યા !!!

     

    sharif Vijapura

Leave a Reply

Message: